________________
૪૪૦
પંચ પ્રતિકમાણસૂત્રો
રાઈએ પ્રતિક્રમણના વિશેષ હેતુઓ. મધ્ય રાત્રિ પછી મધ્યાહન સુધી રાત્રિ સંબંધી આચારોનું અનુષ્ઠાન કરી શકાય છે. રાત્રિ સંબંધી આચારોમાં છ આવશ્યકોનો પણ સમાવેશ થાય છે. ૧. ગૃહસ્થોએ તીર્થંકર પરમાત્માના મહાચારિત્રના અનુકરણ રૂપે નમૂનારૂપે બે ઘડીનું પણ સામાયિક
ઓછામાં ઓછું એક તો કરવું જ જોઈએ. ૨. તીર્થંકર પરમાત્માનાં પૂજા, ચૈત્યવંદન વગેરે પણ અવશ્ય કરવાં જોઈએ. પ્રાત:કાળે ઊઠીને દર્શન
કરવા ગયા પછી વ્યાખ્યાન શ્રવણ બાદ પૂજા કરીને પણ ચૈત્યવંદન કરે વગેરે. ૩. ગુરુવંદન પણ કરવું જોઈએ. ઉપાશ્રયે જઈ ગુરુ મહારાજને વંદન કરી સુખશાતા પૂછી અપરાધ
ખમાવી પ્રત્યાખ્યાન લેવું જોઈએ. ૪. આચારોમાં થતી ભૂલો માટે સાવચેત રહી મિચ્છામિ દુકકડું દેવા જોઈએ. તેમજ પ્રતિક્રમણ પણ
કરવું જોઈએ. ૫. ખરાબ સ્વપ્ન કે રાત્રિના પ્રાયશ્ચિત્તોની શુદ્ધિ માટે પંચાચારોના અતિચારોની શુદ્ધિ માટે અને તપ
પ્રાયશ્ચિત્ત આચરવા માટે પણ કાયોત્સર્ગ કરવો જોઈએ. ૬. અને કંઈપણ યથાશકિત પ્રત્યાખ્યાન પણ થવું જોઈએ.
આ છ આવશ્યકો સાચવવાના વખત સિવાય વખત મળે, તો તે સ્વાધ્યાય ધ્યાનમાં ગાળવો જોઈએ.
આ છએ ય રાત્રિ સંબંધી આવશ્યકો રાઈએ પ્રતિકમણ વિધિમાં પણ સંક્ષેપથી સાથે જોડાયેલાં છે.
૧. સામાયિક પ્રથમ લેવાય જ છે. ૨. ચૈત્યવંદન પણ કરવામાં આવે છે. શ્રી સીમંધર સ્વામી તથા શત્રુજ્ય ગિરિનું ચૈત્યવંદન થાય છે. ૩. ચાર વંદન અને ઈચ્છકારનો પાઠ બોલાય છે. ૪. રાઈએ કાઉથી અઠ્ઠાઈજેસુ સુધી પ્રતિક્રમણ થાય છે. ૫. અને કુસિમિણ દુમિમિણ રાઈઅ પ્રાયશ્ચિત્તનો સ્વતંત્ર કાઉસ્સગ્ન કરવાનો હોય છે, તે પણ જોડાયેલ છે. ૬. ગુરુ મહારાજ પાસે પચ્ચકખાણ લેવાય છે. તે પૂર્વે જિનમંદિરમાં સ્વયં ઉચ્ચરે છે કે જે પ્રતિક્રમણ વખતે ધારેલું હોય છે. આમ આજુબાજુના છૂટાં છૂટાં છ આવશ્યકો શ્રાવકને કરવાનાં હોય છે. તે પ્રમાદથી રહી ન જાય માટે પ્રતિક્રમણના સામાયિક કાળમાં પણ સાથે કરી શકાય તેવી યોજના કરવામાં આવી છે.
વ્યાખ્યાન શ્રવણ રૂપ સ્વાધ્યાય રહી જાય, તો ભરફેસરની સક્ઝાય પણ કરવામાં આવે છે. રાઈએ પ્રતિક્રમણ પહેલાંનો કાળ પણ સ્વાધ્યાય માટેનો કાળ છે. અને પ્રથમ પૌરૂષીની આજુબાજુનો કોઈપણ વખત સ્વાધ્યાય-વ્યાખ્યાન શ્રવણ માટે છે. તે કદાચ ન બની શકે, તો પ્રતિક્રમણમાં રાત્રિક સ્વાધ્યાય એ રીતે સચવાઈ જાય છે.
આ રીતે રાત્રિ સંબંધી છૂટાં છૂટાં કરવાનાં છ આવશ્યકો પણ ઉપર જણાવેલા રાઈએ પ્રતિક્રમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org