________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
સમગ્ર ક્રિયા એક પ્રકારના સામાયિક અથવા જ્ઞાનાચારના અતિચારો ચિંતવવાની પહેલી ગાથામાં શ્રુતજ્ઞાનની આરાધનાનો સ્પષ્ટ ઉલ્લેખ છે જ. અને સિદ્ધાણં બુદ્ધાણં તથા ચત્તારિ અટ્ઠદશદોષ ગાથા પણ ચતુર્વિંશતિ સ્તુતિ રૂપ બનીને બીજા આવશ્યકમાં પૂર્તિ કરે છે. પછી તુરત જ ત્રીજા આવશ્યકની મુહપત્તિ અને વાંદણાથી ગુરુવંદન રૂપ ત્રીજું આવશ્યક પૂર્ણ થાય છે, કે તુરત પ્રાયશ્ચિત્તો શરૂ થાય છે. પ્રાયશ્ચિત્તો દશ છે :
આલોચન, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, કાઉસ્સગ્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય અને પારાંચિત. આ દશમાંના છેલ્લા ચારનો અમુક ખાસ પ્રસંગે સંભવ હોવાથી બાકીના છ પ્રાયશ્ચિત્તોનું પાલન તપ, ચિંતવણીના કાઉસ્સગ્ગ સુધીમાં થઈ જતું જોવામાં આવે છે.
પ્રતિક્રમણ આવશ્યકમાં ગર્ભિત રીતે
૪૩૯
સાત લાખ-પ્રાણાતિપાતના આલોચન સૂત્રોથી આલોચના પ્રાયશ્ચિત્ત પછી સવ્વસ્સવિથી આલોચન સાથે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત શરૂ થાય છે. અને તે કરવાની ગુરુમહારાજ આજ્ઞા આપે છે. સવ્વસૂવિ રાઇઅ દુચિંતિઅ દુમ્ભાસિઅ દુચ્ચિહ્નિઅ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ગુરુ મહારાજ કહે કે- પડિક્કમેહ. શિષ્ય કહે- ઇચ્છું. તસ્સ મિચ્છામિ દુક્કડં કહી, તદ્દન ટૂંકામાં પ્રતિક્રમણ કરે છે. પછી નવકાર ગણીને કરેમિ ઇચ્છામિ પડકમિઉ વંદિત્તુ કહેવાથી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત શરૂ થાય છે. અને અમારી સમજ પ્રમાણે ગુરુ મહારાજના રાઇઅ અપરાધની ક્ષમાપના રૂપ અભ્રુટ્ઠિઓ સૂત્રમાં મિશ્ર અને વિવેક પ્રાયશ્ચિત્ત સમાતા જણાય છે.
પછી તપચિંતનના કાઉસ્સગ્ગમાં કાયોત્સર્ગ આવશ્યક, કાયોત્સર્ગ તપ અને કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત થાય છે. પછી પ્રત્યાખ્યાનમાં તપ પ્રાયશ્ચિત્ત અને પ્રત્યાખ્યાન આવશ્યક થાય છે.
છ આવશ્યક પૂરા થયા પછી વિશાળ લોચનથી અડ્વાઇજ઼ેસુ સુધી છ આવશ્યકની પૂર્તિરૂપે ક્રિયાપ્રભાવના થાય છે. તેમાં દેવવંદન ચાર સ્તુતિથી-છ આવશ્યક પછીના દેવિસ દેવવંદન-કરતાં કંઇક વિસ્તારથી થાય છે, દેવસિઅમાં એ ક્રિયા પ્રતિક્રમણ ઠાયા પહેલાં કરાય છે, તેનો અર્થ એમ સમજાય છે કે-‘‘દિવસના અંતિમ દેવવંદન પછી દેવસિઅ પ્રતિક્રમણ શરૂ થાય છે. ત્યારે સવારે રાઇઅ પ્રતિક્રમણ (છ આવશ્યક) પછી શરૂઆતનું પ્રાત: દેવવંદન આ રીતે થાય છે.''- એ રીતે છ આવશ્યક પૂરા થાય છે.
પછી સીમંધર સ્વામીનું ચૈત્યવંદન અને શ્રી શત્રુંજય તીર્થનું ચૈત્યવંદન પ્રાત:સ્મરણ તરીકે અને એ બે તરફ દરેકનું સ્મરણ તાજું રહે, માટે છે. કેમકે, વર્તમાનકાળે વિચરતા તીર્થંકર પરમાત્માઓનો ભરતમાં વિરહ છતાં બીજા ક્ષેત્રમાં વિચરતા વિદ્યમાન તીર્થંકર પરમાત્મા અને આ ભરતમાં આ કાળે પણ તીર્થંકર પરમાત્માની માફ્ક કલ્પવૃક્ષ સમાન શત્રુંજય તીર્થ છે, માટે એઓના મુખ્યપણે સ્મરણ, વંદન, નમસ્કાર, સ્તવન, સ્તુતિ મારફત ભક્તિ બતાવી સ્મૃતિ તાજી રખાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org