________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૪૩૭
કર્યા છે.
રાઈએ પ્રતિક્રમણના છ આવશ્યકો
55 છે
રાઈએ પ્રતિક્રમણ ઠાતાં સંક્ષેપમાં બીજક રૂપ સવ્યસ્તવિ પ્રતિક્રમણ સૂત્ર બોલીને સંક્ષેપમાં રાઈએ પ્રતિક્રમણ કરીને વિસ્તારથી રાઇઅ પ્રતિકમણ કરતાં અઢાઇજેસુ સુધીમાં ૬ આવશ્યકો પૂરાં થાય છે. - રાઈઅ પ્રતિક્રમણ વિધિમાંના છ આવશ્યકો નકકી કરવા મુશ્કેલ જણાય છે. છ એય આવશ્યક સ્પષ્ટતાથી નકકી કરીને લખેલા વાંચવામાં આવ્યા નથી. એટલે સામાન્ય રીતે વિચાર કરીને નીચે પ્રમાણે ઠરાવી શકાય:
દેવસિઅ પ્રતિકમણના છ આવશ્યકના ક્રમમાં અને રાઇઅ પ્રતિકમણના ક્રમમાં કેટલાક ફેરફાર છે. માત્ર ત્રીજા આવશ્યકની મુહપત્તિથી માંડીને આયરિય ઉવજઝાએ અને તપ ચિંતવાણીનો કાઉસગ્ગ કરવાની પહેલા સુધી સરખું છે.
દેવસિઅમાં કાઉસ્સગ્ગ આવશ્યકમાં આવતાં સૂત્રો અને કાઉસ્સગ્ગો, ત્રીજા આવશ્યકની પહેલાં આવી જાય છે. તો કાયોત્સર્ગ આવશ્યક કોને ગણવું? શરૂઆતના- ચારિત્ર, દર્શન અને જ્ઞાનના કાઉસ્સગ્નને કાયોત્સર્ગ આવશ્યક ગણવું ? કે તપ, ચિંતવાણીના કાયોત્સર્ગને આવશ્યક ગણવું ? એ પ્રશ્ન થાય છે.
તે જ પ્રમાણે ચતુર્વિશતિ સ્તવાવશ્યક કોને ગણવું ? નમુલ્યાણંને ગણવું ? કે લોગસ્સને ? એ પ્રશ્ન થાય છે. તેવી જ રીતે – સામાયિક આવશ્યક કયા ભાગને ઠરાવવું? તપચિંતવાણીના કાઉસગ્ગને કાયોત્સર્ગ આવશ્યક કહીએ, તો પ્રથમના ત્રણ કાઉસ્સગ્ગના ભાગને ક્યા આવશ્યકમાં ગણવો ? આ પ્રશ્નો સહજ રીતે જ થાય તેમ છે. વિશાળ લોચન પછીના ક્રિયા પ્રભાવનામય ચૂલિકા રૂપ ભાગમાં જેમ દેવસિઅમાં સ્તવન આવે છે, તેમ અહીં ચાર થોયના દેવવંદન આવે છે. એટલે એ તો એક રીતે છ આવશ્યક પછીના આનંદનું અઢાઇજેસ સુધીનો ભાગ અંતિમ દેવગુરુ વંદન છે. દેવસિઅમાં સવ્યસવિથી ડાયા પછી તુરત જ કરેમિ ભંતે! શરૂ થાય છે. ત્યારે રાઈસમાં નમુOણ પછી કરેમિ “તે ! શરૂ થાય છે.
મૃતદેવતા અને ક્ષેત્રદેવતાની સ્તુતિઓ રાઈઅમાં આવતી નથી. પરંતુ છઠ્ઠી આવશ્યકની મુહપત્તિ પછી વાંદણા દઈનેય તુરત પચ્ચક્ખાણ લેવામાં આવતું નથી. પરંતુ વચ્ચે સકલતીર્થ વડે પ્રભુનાં સર્વ ચૈત્યો અને પ્રતિમાઓને છ આવશ્યકની અંદર જ વંદન કરવામાં આવે છે. તેમાં એવો ભાવ જણાય છે કે-પ્રત્યાખ્યાન દેવ અને ગુરુ સન્મુખ લેવાનું હોવાથી વાંદણાથી ગુરુવંદન કર્યા બાદ ભાવથી સર્વ તીર્થોની પ્રાત:કાળમાં મનથી યાત્રા કરી જિનેશ્વર પ્રભુનું એ રીતે વિસ્તારથી ચિંતવન કરી પ્રત્યાખ્યાન લેવામાં આવે છે. અર્થાત એ સકલતીર્થની ચૈત્ય અને પ્રતિમાઓની સ્તુતિ પ્રત્યાખ્યાનના અંગ તરીકે હોય એમ લાગે છે. કેમકે – છ આવશ્યકની સંપૂર્ણતાના આનંદની સ્તુતિ વગેરે તો વિશાલ લોચનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org