________________
૪૩૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
તેમ કરે પણ ખરા. પરંતુ દરેક બાળજીવોને માટે એ દરેક વિધિઓ પ્રતિક્રમણના વિધિ સાથે જ આપવામાં આવેલ હોવાથી દરેકને એ વિધિઓ થઈ જ જાય, બાળજીવો “કેવા સંજોગોમાં અમુક વિધિ કરવો ? અને કેવા સંજોગોમાં અમુક વિધિ ન કરવો” તે જાતના સ્વીકાર-પરિહારના વિકલ્પો ન સમજી શકે. માટે દરેક વિધિઓ એક સળંગ વિધિમાં જ બતાવવામાં આવ્યા છે. આ હેતુથી –
ઊઠીને તુરત જ ઈરિયાવહિયં પ્રતિક્રમી કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ્ન કરી, ચતુર્વિશતિ તવરૂપ લોગસ્સ કહેવો. સાત ચૈત્ય વંદનમાંનું પહેલું ચયવંદન તથા પ્રાત:કાળનું સ્વાધ્યાય ધ્યાન કરવાનું હોય છે. પછી ગુરુની સુખશાતા પૂછી શ્રાવકો વખત થતાં રાઈના પ્રતિક્રમણ શરૂ કરે. પરંતુ બાળજીવોને માટે પ્રથમથી જ તે સામાયિક લેવાની વિધિ બતાવી સર્વ ક્રિયાઓ સામાયિકમાં જ થઈ જાય તો વિશેષ શુદ્ધ થાય, એટલે પછી વારંવાર ઈરિયાવહિયં પ્રતિક્રમવાની પણ જરૂર ન પડે, એટલે
સામાયિક, કુસુમિણનો કાઉસ્સગ્ન, પ્રાત:કાળનું પહેલું ચૈત્યવંદન, સ્વાધ્યાય ધ્યાન અને ગુરુવંદન તથા ગુરુસુખ શાતાપૃચ્છા વગેરે વિધિઓ બતાવેલ છે. અને લગોલગ પ્રતિક્રમણ પણ શરૂ કરવાથી વચ્ચે ઇરિયાવહિયં કે આદેશ માગવાનું ખમાસમાગ વગેરે આપવામાં આવેલ નથી. પરંતુ મુનિ મહારાજાઓ સ્વાધ્યાય ધ્યાનથી પરવારી વચ્ચે માત્રાદિ માટે ગયા હોય, કે વધારે વખત થયો હોય, કે બીજી ક્રિયાનું અંતર પડ્યું હોય, તો ઇરિયાવહિયં પ્રતિક્રમીને ખમાસમણ દઈ રાઇ પ્રતિક્રમણ ઠાવાની શરૂઆત કરે. પરંતુ શ્રાવક તો પહેલેથી જ સામાયિકમાં સ્થિત હોવાથી વિધિમાં બતાવ્યા પ્રમાણે પ્રતિક્રમણ કરવા આગળ વધે.
રાગમય સ્વપ્ન તે કુસ્વપ્ન : તે માટે ૧O), અને દ્વેષમય સ્વપ્ન તે દુ:સ્વપ્ન : તે માટે ૧૮, તથા સ્વપ્નમાં સ્ત્રીને જેવાથી થયેલા દષ્ટિ વિપર્યાસ દોષ માટે ૧૦, અને સ્વપ્નમાં અબ્રહ્મચર્યનું સેવન થયું હોય, તો સ્ત્રી વિપર્યાય દોષ માટે ૧૮ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવાનો છે.
એકંદર આ કાઉસગ્ન-સાગર-વર-ગંભીરા સુધી ર૭ શ્વાસોચ્છવાસ ગણવાથી ચાર લોગસ્સના ૧૮ શ્વાસોચ્છવાસ થશે. આ કાયોત્સર્ગ રાત્રિમાં બીજા પણ જે કાંઈ દોષ લાગ્યા હોય તેને માટે જે જે પ્રાયશ્ચિત્ત કરવાના હોય, તે સર્વની શુદ્ધિ માટે પણ કરવાનો છે.
ચૈત્યવંદન મારફત દેવવંદન કર્યા બાદ, સ્વાધ્યાય ધ્યાનમાં લીન થવા સઝાય કરવાની છે. જો કે પૂર્વના પૂર્વધર મહાત્માઓ આ વખતે દષ્ટિવાદનું પુનરાવર્તન કરે, પરંતુ શ્રાવકોને તથા બીજું કાંઈ પણ સ્વાધ્યાય જેને ન આવડતું હોય, તો તેઓ માટે સર્વ સામાન્ય રીતે પૂર્વના સંતો અને સતીઓના નામસ્મરણમય ભરફેસરની સઝાય બોલાય છે.
અને ચૈત્યવંદન પછી શાસનપતિ, ધર્માચાર્ય, ઉપાધ્યાયજી મહારાજ તથા વર્તમાન મુનિ મહારાજાઓને વંદન કરી ગુરુવંદન સાચવી સ્વાધ્યાયમાં લીન થવાનો વિધિ છે. અને સ્વાધ્યાય પછી ગુરુમહારાજની સુખશાતા પૂછી રાઇઅ પ્રતિક્રમણની શરૂઆત કરવાનો વિધિ બતાવ્યો છે. સારાંશ કે, ઉપર જણાવેલા આ વિધિઓ રાઇઅ પ્રતિક્રમણના ખાસ અંગભૂત વિધિઓ નથી. પરંતુ જાગ્યા પછીનાં રાત્રિકૃત્યો છે. બાળજીવોને તે રહી ન જાય, માટે અહીં પૂર્વાચાર્યોએ એ સાથે સાથે સામેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org