SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭. પછી - નમો અરિહંતાણં કહી કાઉસ્સગ્ન પારી નમોડર્તત કહી એક થાય કહી પ્રભુજીના ગુણોની સ્તુતિ કહેવી. સૂચના :- જે ભગવાનના પ્રતિમાજી મહારાજ હોય, તેમનું જ ચૈત્યવંદન સ્તવન અને થાય બનતા સુધી કહેવા. (૧) ચૈત્યવંદન કરતાં પહેલાં બોલવાનું - સકલકુશલવલ્લી, પુષ્પરાવર્નમેઘો, દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષોપમાન:, ભવજલનિધિપોતાનું સર્વ સંપત્તિ હેતુ; સ ભવતુ સતત વ:, શ્રેયસે શાન્તિનાથ: શ્રેયસે પાર્શ્વનાથ (૨) શ્રી સીમંધર સ્વામીનું ચૈત્યવંદન - શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવો; કરૂણાવંત કરુણા કરી, અમને વંદાવો. ૧ સકલ ભકત તમે ધણી, જે હવે હમ નાથ; ભવોભવ હું છું તારો, નહિ મેલું હવે સાથ. ૨ સંયેલ સંગ ઠંડી કરી, ચારિત્ર લઈશું; પાય તમારા સેવીને, શિવ રમણી વરીશું. ૩ એ અળજો મુજને ઘણોએ, પૂરો સીમંધર દેવ; ઈહાં થકી હું વિનવું, અવધારો મુજ સેવ. ૪ કર જોડી ઊભો રહું, સામો રહી ઈશાન; ભાવ જિનેશ્વર ભાણને, દેજો સમક્તિ દાન. ૫ (૩) શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન - શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠ દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે. ૧ અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય; પૂર્વ નવાણું ઋષભદેવ, જ્યાં ઇવીયા પ્રભુ પાય. ૨ સૂરજકુંડ સોહામણો, કવડ જક્ષ અભિરામ; નાભિરાયા કુલ મંડણો, જિનવર કરું પ્રણામ. ૩ શ્રી સિદ્ધાચલ નિત્ય નમું, પીંગમતે સૂર; ભાવ ધરીને વંદતાં, દુઃખ જાય સવિ દૂર. ૪ (૪) શ્રી સીમંધર સ્વામીનું સ્તવન - સુણો ચંદાજી સીમંધર પરમાતમ પાસે જા. મુજ વિનતડી પ્રેમ ધરીને, એણીપરે તમે સંભળાવજો - ટેક. જે ત્રણ ભુવનનો નાયક છે, જસ ચોસઠ ઈંદ્ર પાયક છે. નાણ દરિસણ જેહને ખાયક છે, સુણો ચંદાજી. ૧ જેની કંચન વરણી કાયા છે, જસ ઘોરી લંછન પાયા છે; પુંડરિગિણિ નગરીનો રાયા છે. સુણો ચંદાજી. ર બાર પર્ષદામાંહિ બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે; ગુણ પાંત્રીસ વાણીએ ગાજે છે. સુણો ચંદાજી ૩ ભવિજનને જે પડિબોલે છે, તુમ અધિક શીતલગુણ સોહે છે, રૂપ દેખી ભવિજન મોહે છે. સુણો ચંદાજી. ૪ તુમ સેવા કરવા રસિઓ છું, પણ ભારતમાં દૂરે વસિઓ છું; મહા મોહરાય કર ફસિયો છું. સુણો ચંદાજી. ૫ પણ સાહિબ ચિત્તમાં ધરિઓ છે, તુમ આણા ખડગ કરગ્રહિઓ છે; તો કાંઈક મુજથી ડરિઓ છે. સુણો ચંદાજી. ૬ જિન ઉત્તમ પુંઠ હવે પૂરો, કહે પદ્મવિજય થાઉ શુરો; તો વાધે મુજ મન અતિ નૂરો. સુણો ચંદાજી. ૭ (૫) શ્રી સિદ્ધાચલજીનું સ્તવન – વિમલાચલ નિતુ વંદીએ, કીજે એહની સેવા; માનું હાથ એ ધર્મનો, શિવતર ફળ લેવા. વિ. I૧ ઉજ્વલંજિનગૃહ મંડળી, તિહાં દીપે ઉત્તગા; માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબર ગંગા. વિ. રાા કોઈ અનેરું જગ નહિ, એ તીરથ તોલે; એમ શ્રીમુખ હરિ આગળે, શ્રી સીમંધર બોલે. વિ. Ila જે સઘળાં તીરથ કર્યા: યાત્રા ફળ કહીએ; તેહથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy