________________
ભૂમિકા
૫
મહાકલ્યાણ માર્ગ તેમની બતાવેલી ક્રિયાઓ મારફત જગતમાં વહે જ છે. તેમાં આપણે કંઈ નવું કરવું પડે તેમ નથી. માત્ર તે “જગતમાં વિદ્યમાન છે. અને આપણે માટે તો ખાસ એ જ હિતકારક છે.” એવું આપણને જ્ઞાન મળવું જોઈએ, અને તેને વળગી રહેવાનું આપણામાં બળ હોવું જોઈએ. બસ, એ જ અમારો રચનાત્મક કલ્યાણ માર્ગ છે. તેમાં પાંચ પ્રતિક્રમણ કેન્દ્રરૂપ છે, અને સર્વ ધાર્મિક ક્રિયાઓના અને સર્વ સુપ્રયાસોના મુખ્ય પ્રતીક રૂપ છે. આ વાત બરાબર સમજાવવામાં આ ગ્રંથ સફળ થયો હોય, તો જરૂર સુજ્ઞ વાચકો તેની કદર કરશે, અને હાર્દિક રીતે તેને અપનાવશે. એટલી આશા સાથે ભૂલો વગેરેનું મિચ્છામિ દુકક દઈ વિરમીએ છીએ.
जागर्तु कोऽपि वसुधा-वलयेऽनसूयः सन्मार्मिकः, प्रयतनं हि यदर्थमेतत् ।
ચૈિત્યવંદનનો વિધિ ૧. પ્રથમ ત્રણ વાર ભૂમિ પ્રમાઈ ત્રણ ખમાસમણ દઈ
“ઇચ્છાકારેણ ચૈત્યવંદન કરું?" ગુરુ :- હિાજર હોય તો કહે] “કરેહ” શિષ્ય :- “ઇચ્છે''
બે હાથ ડોડાને આકારે જોડી, પ્રભુજીની સામે એકાગ્ર દૃષ્ટિ રાખી, બે ઢીંચણ ભોંય ઉપર સ્થાપી, અર્થના ચિંતનપૂર્વક ખુલ્લા અવાજથી ભક્તિ ભાવના હાવભાવ અને આનંદના આંસુ સાથે નીચેનાં સૂત્ર બોલવાં. ૨. સકલ-કુશલ-વલ્લી. પછી કોઈ પણ ચેત્યવંદન, કેચિ, નમુત્થાણું કહેવું. ૩. પછી-બે હાથ કપાળ સુધી જરા ઊંચે લઈ જઈ જાવંતિ કહી, એક ખમાસમણ ! દઈ સર્વ ચૈત્યોને
અહીં બેઠા વંદન કરવું. એ જ પ્રમાણે બે હાથ કપાળ સુધી લઈ જઈ જાવંત કવિ સૂત્ર કહી સર્વ પણ મુનિઓને વંદન કરવું. ૪. પછી - નમોહત કહી પ્રભુજીના ગુણોના વર્ણનથી ભરપૂર, ગંભીર અર્થવાળું, મધુર સ્વરથી સ્તવન
કહેવું. સ્તવન ન આવડતું હોય તો ઉવસગ્ગહર સ્તોત્ર કહેવું. ૫. પછી - બે હાથ લલાટ સુધી ઊંચે લઈ જઈ વીયરાય કહી હૃદયથી પ્રાર્થના કરવી. આભવમખેડા
પછી હાથ જરા નીચે ઉતારવા. ૬. પછી-ઊભા થઈ-અરિહંત-ચેઈઆણં, અન્નત્ય કહી; જિનમુદ્રાએ એક નવકારના કાઉસ્સગ્ગથી
પ્રભુજીને ભાવ વન્દન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org