________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૪૧૭
તિછ લોકમાં ત્રણ હજાર બસો ઓગણસાઠ. [૩૨૫૯] દૈત્યોનું વર્ણન આવે છે, અને તેમાંના ત્રણ લાખ એકાણું હજાર, ત્રણસેં વિશ [૩૯૧૩૨૦] જિનપ્રતિમાઓને જુહારું છું. ૯.
તે ઉપરાંત, વ્યંતર તથા જ્યોતિષિઓમાં પણ જે જે શાશ્વતા જિનબિંબો છે, તેને વંદન કરું છું. ગુણોથી ભરેલા તેઓનાં શુભ નામ-ઋષભ, ચંદ્રાનન, વારિણી અને વર્ધમાન છે. ૧૦.
સમેતશિખર ઉપર વીસ અને અષ્ટાપદ ઉપર ચોવીસ :
શત્રુંજય, ગિરનારગઢ, આબુ, શંખેશ્વર, કેશરીયાજી વગેરે તીર્થમાં બિરાજમાન તીર્થકર પરમાત્માઓને તથા તારંગાજીએ અજિતનાથ, અંતરિક્ષ પાર્શ્વનાથ, વકાણા પાર્શ્વનાથ, જીરાવલા પાર્શ્વનાથ અને સ્તંભન પાર્શ્વનાથ પ્રભુને વંદન કરું છું. ૧૧-૧૨.
તે ઉપરાંત, દરેક ગામો, નગરો, પુરો, અને પાટણમાં ગુણના મંદિર રૂપ જે જે જિનેશ્વર પ્રભુનાં ચેત્યો છે, તેને નમસ્કાર કરું છું.
વિહરમાન વીસ તીર્થંકર પરમાત્માઓ અને અનંત સિદ્ધ ભગવંતોને દરરોજ વંદન કરું છું. ૧૩.
અઢાર હજાર શિલાંગ રથને ધારણ કરે, ઉત્તમ-પાંચ મહાવ્રત સમિતિ, અને પંચાચાર પાળે તથા પળાવે અને બાહ્ય-અત્યંતર તપમાં ઉજમાળ એવા જે મુનિરાજો અઢી દ્વિપમાં છે, ગુણોની માળા સરખા તે સર્વને વંદન કરું છું. ૧૪.
અને સ્કુિતિકારી શ્રી જીવવિજયજી મહારાજ પણ કહે છે કે, “દરરોજ સવારમાં ઊઠીને આ પ્રમાણે સ્તુતિ કરવાથી હું પણ ભવસાગરને તરી જઈશ.” ૧૫.
દિવસનાં પચ્ચખાણો
સવારમાં નમુકકાર સહિઅં-પોરિસી-સાઢ પરિસી-પુરિમઢ-અવઢ-એકાછાણ-બેસણઆયંબિલ-નીવિ-તિવિહાર-ચઉવિહાર-ઉપવાસ [ચોથભક્ત] સટ્ટ-અટ્ટમ વગેરેનાં પ્રત્યાખ્યાનો લેવાનો . સંભવ હોય છે.
નમુકકાર સહિઅ : સૂર્યોદય પછી બે ઘડી સુધી મોઢામાં કાંઈ ન નાંખવાનો નિયમ રાખી વખત પૂરો થયે મુઠી વાળી નવકાર ગણીને પચ્ચક્ખાણ પારવામાં આવે છે, તે નમુક્કારસહિઅંનું પચ્ચખાણ કહેવાય છે. સામાન્ય રીતે કોઈ પણ ધાર્મિક યોગનો જઘન્ય કાળ બે ઘડીનો કુદરતી રીતે ઠરાવેલો છે. સામાયિક, ધ્યાન વગેરેનો એક મુહૂર્ત બે ઘડી વખત ગણવામાં આવ્યો છે.
ખરી રીતે એમ છે કે, પચ્ચખાણ પૂરું થવાની સાથે જ બરાબર તે જ ક્ષણે પચ્ચકખાણ પારવું જોઈએ. જો તેમ કરવામાં ન આવે, તો અણોપયોગ દોષ ગણાય છે. સહેજ પણ વહેલું પરાય, કે સહેજ પણ મોડું પરાય, તો બન્નેયમાં દોષ લાગે છે. વહેલા પારવામાં પચ્ચખાણ ભંગ અને અનોઉપયોગ દોષ લાગે છે. મોડા પારવામાં અનોઉપયોગને લગતા દોષો લાગે છે. આમ છતાં કદાચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org