________________
૪૧૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
સમેતશિખર વંદું જિન વિશ, અષ્ટાપદ વંદું ચોવીશા
વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર ૧૫ શંખેસર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર
અંતરીક્ષ વકાણો પાસ, જીરાવલો ને થંભણ પાસ /૧રા ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહા
વિહરમાન વંદું જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિન ૧૩ અઢી દ્વિીપમાં જે અણગાર, અઢાર સાહસ શીલાંગના ધારા
પંચ મહાવ્રત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર ૧૪ બાહ્ય અત્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદું ગુણમણિમાલા
નિત નિત ઉઠી કીર્તિ કરું, “જીવ” કહે ભવસાયર તરુ ઉપાય
ગાથાર્થ :- સર્વ તીર્થોને હાથ જોડીને વંદન કરું છું. કિમકે] શ્રી જિનેશ્વર પ્રભુના નામ માત્રથી કરોડો મંગળ પ્રવર્તે છે. પહેલે દેવલોકે બત્રીશ લાખ જિન ચેત્યોને હંમેશાં વંદન કરું છું. ૧.
બીજે દેવલોક અઠ્ઠાવીશ લાખ, ત્રીજે દેવલોકે બાર લાખ, ચોથે દેવલોકે આઠ લાખ અને પાંચમે ચાર લાખ શાસ્ત્રમાં કહ્યા છે, તે શ્રદ્ધાપૂર્વક હૃદયમાં ધારીને તે સર્વને વંદન કરવું. ૨.
છેકે સ્વર્ગે પચાસ હજાર, સાતમે દેવલોકે ચાળીસ હજાર, આઠમે સ્વર્ગ છ હજાર અને નવમે તથા દશમે દેવલોકે ચારસો ચારસો જિન ચેત્યોને વંદન કરું છું. ૩.
બારમે તથા અગિયારમે દેવલોક ત્રાણસું, નવ પૈવેયકે ત્રાણસે અઢાર, અને પાંચ અનુત્તરમાં ઉત્તમ ચેત્યો છે, તે સર્વ મળી ચોરાશી લાખ સત્તાણું હજાર ત્રેવીશ [૮૪૯૭૦૨૩] જિનેશ્વરોના ચૈત્યોનો ઉત્તમ અધિકાર છે. તે દરેક સો જોજન લાંબા, પચાસ જોજન ઊંચા, અને ૭૨ જોજન પહોળા સમજવા. ૪-૫.
એક એક ચૈત્યમાં સભા સહિત ૧૮૦ જિન બિંબોનું પ્રમાણ સમજવું. સર્વ મળીને-સો કરોડ, બાવન કરોડ, ચોરાણું લાખ, ચુંમાળીસ હજાર સાતસો અને સાઠ [એટલે કે- ૧૫૨૯૪૪૪૭૬૦]. વિશાળ જિનપ્રતિમાઓને સંભારીને ત્રણેય કાળ પ્રમાણ કરું છું. તથા ભવનપતિમાં સાત કરોડ ને બોતેર લાખ ૭૭૨૦૦૦૦૦ જિન ચેત્યો કહ્યા છે. ૬-૭.
તેમાં પણ એકે એક ચેલે બિંબોની સંખ્યાનું પ્રમાણ ૧૮૦ એકસો એંશીનું સમજવું. એટલે તેરસેં નેવ્યાશી કરોડ, સાઠ લાખ[૧૩૮૯૬૦૦૦૦૦૦] જિનપ્રતિમાઓને હાથ જોડીને વંદન કરું છું. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org