________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૩૫
૯. ભદ્રા : શાલિભદ્રાની કથામાં આ કથા છે.
૧૦. સુભદ્રા: વસંતપુરના જિતશત્રુ રાજાના રાજ્યમાં જિનદાસ પ્રધાનની તસ્વમાલિની પત્નીની સુભદ્રા નામની પુત્રીને ચંપા નગરીનો બૌદ્ધ ધમ બુદ્ધદાસ કપટ શ્રાવક થઈ પરણી સ્વવતન ગયો. સવારમાં ઊઠી સુભદ્રા જિનમંદિરે જઈ દર્શન કરી આવી, કે સાસુએ કહ્યું કે, “વહુ ! તમારે ત્યાં ન જવું. આપણો ધર્મ બદ્ધ છે. માટે બુદ્ધદેવને દહેરે જવું.”
સુભદ્રાને પોતાના પતિના કપટની જાણ થઈ અને ચેતીને દરેક કુટુંબીઓનો અણગમો વહોરીને પણ તે પોતાના ધાર્મિક આચાર પાળવા લાગી. તેને જુદી રાખી. એક દિવસે માસ ખમણના ઉપવાસી મુનિરાજ પારણા માટે વહોરવા આવ્યા. તેની આંખમાં કાંઈક પડેલું, તે કાઢવામાં ન આવે, તો આંખ જાય તેમ લાગવાથી જીભ ફેરવીને સુભદ્રાએ કહ્યું કાઢી લીધું. પરંતુ જીભથી આંખનું કયું કાઢતાં કપાળના ચાંદલાની છાપ મુનિના કપાળમાં ઊઠી આવી. સાસુએ તથા સંબંધીઓએ આ જોયું. બુદ્ધદાસને બોલાવી, તેની સ્ત્રીની રીતભાતથી સાવચેત રહેવા કહ્યું. બુદ્ધદાસે પણ તેના પરથી ભાવ ઉતારી નાંખ્યો.
સુભદ્રાએ કાઉસ્સગ્ગ કરી શાસનદેવીની આરાધના કરી અને કલંક દૂર ન થાય ત્યાં સુધી કાઉસ્સગ્ગ ન પારવા પ્રતિજ્ઞા કરી. શાસન દેવીએ કહ્યું : “તું કાઉસ્સગ્ન પાર. તારું કલંક સવારે દૂર થશે. હું કહે તેમ કરવું.” સુભદ્રાએ કાઉસ્સગ્ન પાળ્યો.
. સવારમાં શહેરના દરવાજા બંધ. આકાશવાણી થઈ કે, “જે સતી કાચા સુતરના તાંતણાથી ચાળણી વતી સીંચીને કૂવામાંથી પાણી કાઢી છાંટશે, તે દરવાજા ઉધાડી શકશે.” કંઈક સ્ત્રીઓ મથી, પણ કોઈનું કાંઈ ન વળ્યું. રાજા ગભરાયો. લોકો અકળાયા. શહેરમાં પડહ વગડાવ્યો.
આ તરફ સુભદ્રાએ પોતાનાં સાસુને વિજ્ઞપ્તિ કરી, “માતાજી ! જો આપની આજ્ઞા હોય, તો હું દરવાજા ઉઘાડું ?” સાસુએ કહ્યું કે, “તે કુળને કલંક તો ચડાવ્યું છે, હવે બધાની નજરે ચડીને તારે ઢોલ પીટવો છે, એમને ? બસ, ઉઘાડ્યા દરવાજા.”
સુભદ્રાએ કહ્યું-“માતાજી ! આપનું કહેવું સાચું હશે. પરંતુ હું આકાશને પૂછું, અને તે “હા” કહે, તો જવા દેશો કે?” સાસુએ કહ્યું કે, “પૂછ, આકાશને. આકાશ તેને બરાબર જવાબ દેશે.”
સુભદ્રાએ હાથ જોડી આકાશ સામે જોઈ પૂછયું. તો “ઉઘાડો” એવો અવાજ આવ્યો, કે તુરત સુભદ્રાએ જઈ પડહને સ્પર્શ કર્યો.
પછી તો હજારો માણસો અને સ્ત્રીઓ સાથે શિયળ ગુણની અનેરી પ્રભાથી ઓપતાં શ્રીમતી સુભદ્રા સતીએ આવીને ત્રણ બારણાં ઉઘાડ્યાં. તુરત શાસનદેવીએ કહ્યું કે, “કોઈ સતી હોય, તો ચોથું બારણું ઉઘાડે.” ત્યાર પછી કોઈએ એ બારણું ઉઘાડ્યું નથી. આ દેશમાં દરેક શહેરનું એક બારણું કાયમ બંધ રહે છે, અને આ રિવાજ હજુ ચાલ્યો આવતો જોવામાં આવે છે. શાસનદેવીએ ઘોષણા કરી કે, "જે કોઈ આ મહાસતીથી વિરુદ્ધ ચિંતવશે, તેને શિક્ષા થશે.” રાજા વગેરે આશ્ચર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org