________________
ભૂમિકા
તત્વજ્ઞાની પોતાની જાહેરાત કરી ગયા, અને મારા ખ્યાલ પ્રમાણે તેઓશ્રી કોઈ સરકારી સંસ્થામાં પ્રોફેસર તરીકે કામ કરતા હતા, કે કરવા રોકાયા છે. ખરી રીતે આ દેશમાં જન્મેલા અને તૈયાર થયેલા છતાં નવી સંસ્કૃતિના પગારદાર પ્રચારકો જ લાગે છે.
આપણા કેટલાક પત્રોને પણ-ઘણાં વર્ષોથી આવી રચનાઓની તરફેણ કરીને આપણી રચનાના ખંડનમાં અજ્ઞાનપણે ભાગ ભજવતા જોઈએ છીએ, જે ઈષ્ટ અને યોગ્ય નથી.
પરંતુ બંધુઓ ! તમારે ભારતના પ્રાચીન સાહિત્યમાંથી જે વિજ્ઞાન જાણવું હશે, તે અને તત્ત્વજ્ઞાન જાણવું હશે, તો તે, સંપૂર્ણ સંતોષકારક રીતે જાણવાનું મળે તેમ છે. જન્મથી જ પરદેશી વલણનાં પાઠ્યપુસ્તકો ભણવામાં જિંદગીનો મોટો ભાગ ગાળવાથી તમને તમારું સાહિત્ય તમારી મૂળ રીતે વાંચવા ભણવા - વિચારવા - મનન કરવાનો વખત જ મળતો નથી. તો પરસ્પર સમન્વય કરવાની તો વાત જ શી ? અને તમારી દષ્ટિ પણ એવી જ ઘડાય છે કે, તેમાંથી દોષ જ જોવાની મળે છે. પણ સાર મળતો નથી, ને સાર દોષરૂપમાં જ ભાસે છે. ઘણું જ આશ્ચર્ય છે.
જે સાર તમને બીજે કયાંયે મળે તેમ નથી છતાં આજની શિક્ષણ સંસ્થાઓમાં ખર્ચાતા અબજો રૂપિયા, ઈરાદાપૂર્વક તેના તરફ ઊછરતી પ્રજાનું ધ્યાન ન જાય તેની સંપૂર્ણ ખબરદારી રાખે છે, અને ભળતું જ શીખવવા અનેક આકર્ષક પ્રયોગો કરે છે, માટે જ મહાખજાનો
તેમના ભાગ્યથી તમારાથી દૂર જતો જાય છે, અગમ્ય થતો જાય છે. ૫૪. તે ખજાનો મેળવવાનું સાધન ધાર્મિક ક્રિયાઓ છે. જેમ બને તેમ તેની નિકટ રહેશો, તેમ તેમ
તમને કોઈક દિવસે પણ તે જાણવાનો પ્રસંગ મળશે, ઘાર્મિક ક્રિયાઓ કરવા તમારો ધર્મસ્થાનમાં પ્રવેશ થશે, તે રીતે તમારો પરિચય વધશે, તો સદ્ગુઓ મારક્ત કોઈ દિવસે પણ તમને તે ખજાનો જાણવાનો સુયોગ મળશે. છેવટે તમને તેમાંથી તમારે માટેનો સન્માર્ગ તો મળ્યા જ કરશે. તેમાં ક્રિયાના રાગી હશો, તો ધર્મસ્થાનોને ઉત્તેજન મળશે, તો તે ટકશે, તેમાં ખજાનો સચવાશે, અને તેને જાણકાર વિદ્વાનો તૈયાર થવાનો પ્રસંગ પણ બન્યો રહેશે, ને ભવિષ્યમાં તેની પરંપરા ટકશે. એટલે તમારાં સંતાનોને પણ તેનો લાભ મળવાનો સંયોગ ટકી રહેશે.
માટે સર્વ શુભનું મુખ્ય દ્વાર જૈન ક્રિયા રુચિ, ક્રિયા રાગ અને ક્રિયા કરવી એ છે. ધર્મના ટકાવના અને પ્રજાના ટકાવના નાના મોટા સર્વ ઉપાયોનું એ મુખ્ય પ્રતીક છે.
જે કે બહારથી પણ એ ખજાના તરફ લલચામણાં આહવાનો થશે. તેમ કરનારી અને આપણને ભુલાવો ખવડાવે તેવા આપણા જ મોટા પુરુષોનાં નામ નીચે અનેક સંસ્થાઓ શરૂ થઈ ચૂકી છે, ને હજુ થયા કરશે. પરંતુ તેમાંથી રહસ્ય મળશે નહિ, સાચું રહસ્ય મળવાનું સદ્દગુરુઓ જ ખરું દ્વાર છે. માટે તેને છોડીને તેવી સંસ્થાઓ તરફ લલચાવવું નહીં. મંદિર અને ઉપાશ્રય
જ આપણી અજોડ સંગીન અને મહત્ત્વની સંસ્થાઓ છે. ૫૫. એક બીજો સૌથી મોટો ભય વિશ્વ ધર્મપરિષદનો ઉત્પન્ન થયો છે. તેનું ધ્યેય જગતમાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org