________________
૩૬૬
પંચ પ્રતિકમણસૂત્રો
બળકોટ ચંડાલની ગૌરી સ્ત્રીને પેટે જન્મ્યો. મુનિપણામાં આરાધના કરેલી છતાં પ્રથમ જે કુળમદ કરેલો, તેનો વિપાક ભોગવવા તેમને ચંડાલ જાતિમાં ઉત્પન્ન થવું પડ્યું. [પશુપક્ષીમાં જેમ જાતિભેદ સ્વયં સિદ્ધ છે. તે જ પ્રમાણે મનુષ્યોમાં પણ જાતિભેદ સ્વયં સિદ્ધ જ છે. અને દરેક પ્રજાઓમાં તે પ્રમાણે ભેદ છે. રાજા, રંક, ઊંચો ધંધો કરનારા, હલકો ધંધો કરનારા, વગેરે જાતિભેદ કુદરતી છે. માત્ર તેનો મદ દોષ રૂપ છે. અને તેવો મદ કરી કર્મ ઉપાર્જન કરનારાઓને ઉત્પન્ન થવા માટે ચંડાળાદિ હલકી જાતિઓ પણ સ્વયં સિદ્ધ છે. તે કોઈએ કૃત્રિમ રીતે ચલાવેલ નથી, પરંતુ કુદરતના ધોરણે વ્યવસ્થિત કરી છે. ચાંડાળ જાતિ ન હોત તો હરિકેશિબળ મુનિ મનુષ્યપણામાં એ કર્મ કયાં વેદત ?] તેનું નામ હરિકેશિબળ રાખ્યું. લોકોએ સર્પને મારી નાંખ્યો અને અળશિયું બચાવ્યું. એ ઉપરથી બોધ પામી પોતાનાં તોફાનો છોડી મુનિરાજ પાસે સુ-ધર્મ સાંભળી દીક્ષા લીધી. તપશ્ચર્યાથી શરીર દુર્બળ થયું. વિહાર કરતાં વારાણસીના હિંદુક વનમાં ધ્યાનમાં રહ્યા. ત્યાંના બે યક્ષો તાપસોથી અસંતોષ પામી તેના ભકતો થયા.
એક વખત રાજકન્યા ભદ્રા તે વનમાં રમવા આવી. યક્ષની પૂજા કરી. તેવામાં ધ્યાનમાં રહેલા સાધુને જોઈ તેના પર ધૃણા કરવા લાગી. એટલે યક્ષે તેને ગાંડી કરી મૂકી અને તે જ સાધુને પરણવા ફરજ પાડી. રાજાએ છેવટે પુત્રીનો જીવ બચાવવા ધ્યાનમાં રહેલા મુનિ સાથે પરણાવી, ત્યાં મૂકીને ગયો. રાત્રે યક્ષે તેને બહુ જ હેરાન કરી અને ઠપકો આપ્યો કે, “હવેથી કદી મુનિનું અપમાન કરીશ, તો મારી નાંખીશ.” ભદ્રા ભય પામી અને મુનિને પતિ તરીકે સ્વીકારી, તેની સેવા કરવા લાગી. મુનિ ધ્યાન પૂર્ણ કરીને બોલ્યા “બાળા ! અમારે સ્ત્રી સાથે વાતચીત પણ ન હોય. આ બધી ઘટના યક્ષની છે. માટે તેમાં અમારે કાંઈ લેવા દેવા નથી.” કહી અન્યત્ર ચાલ્યા ગયા. ભદ્રા રાજા પાસે આવી. રાજાએ મંત્રીઓને “કષિપત્નીનું શું કરવું?” એમ પૂછી સલાહ લઈ રુદ્રદેવ બ્રાહ્મણને પરણાવી. બ્રાહ્મણે યજ્ઞ શરૂ કર્યો. ફરતા ફરતા એ જ મુનિ ત્યાં ભિક્ષા લેવા આવ્યા. બ્રાહ્મણોએ ત્યાંથી કાઢી મૂકવા માંડ્યા. અને “અમારો યજ્ઞ અભડાવ્યો” કહી મારવા દોડ્યા. “બ્રાહ્મણો માટેનું બીજાને આપી ન શકાય.” એમ કહી કંઈપણ વહોરાવ્યું પણ નહિ. ભદ્રાએ આવીને સમજાવ્યા પણ બ્રાહ્મણો માન્યા નહીં. પછી યક્ષે બધાને જાતિ મદ ન કરવા સમજાવ્યા. છતાં જ્યારે તે ન સમજ્યા અને જ્યારે પૂરા હેરાન કર્યા ત્યારે મુનિને શરણે ગયા. મુનિએ જાતિ મદ ન કરવા સમજાવ્યું. બ્રાહ્મણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજાવ્યું. પોતે સમભાવમાં રહેલા હતા, તે જોઈ બ્રાહ્મણો તેના સેવક થયા. તેમને આહાર વહોરાવ્યો. યજ્ઞ છોડ્યો, છેવટે મુનિ કેવળજ્ઞાન પામી મોક્ષમાં ગયા.
૬૧-૬૨. ધનદેવ અને ધનમિત્ર : ધનપુરમાં ધનંજય શેઠની ધનવતી પત્નીથી ધનદેવ અને ધનમિત્ર નામના બે પુત્રો થયા. ધનદેવે ગ્રીષ્મ ઋતુમાં મુનિરાજને સાકરવાળું દૂધ વહોરાવેલું, તેના પ્રતાપથી તે સિંહલદ્વીપમાં સિંહલેશ્વર રાજાની સિંહલા રાણીથી સિંહલસિંહ નામનો પુત્ર થયો. ધન શેઠની ધનવતી કન્યાને કુમારે હાથીથી બચાવી, તેથી તેના પિતાએ તેની સાથે તેને પરણાવી, રાજકુમારનું રૂપ જોઈ નગરની નારીઓ મોહ પામતી હોવાથી પ્રજાજનોની માંગણીથી તેને રાજાએ બહાર ન જવા આદેશ કર્યો. એટલે તે ધનવતીને લઈ દેશાવર ચાલ્યો ગયો. રસ્તામાં વહાણ ભાંગવાથી બન્નેય જુદા
Jain Education International
•
For Private & Personal Use Only
www.jainelibrary.org