________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૬૫
સ્કન્દકાચાર્ય, હરિકેશિબળ મુનિ, ધનદેવ અને ધનમિત્ર, ઉત્તમકુમાર, મંકર મુનિ, ૧લા યુવક મુનિ, ૨ જા ક્ષુલ્લક મુનિ અને સુલોચના, કૃપણ, આષાઢભૂતિની લખી છે. તે પણ ટૂંકામાં નીચે આપી છે.
૫૮. સ્કન્દકુમાર : તે નામના શ્રાવસ્તીના રાજકુમારે દીક્ષા લીધેલી, ત્યારે તેના પિતાના કહેવા છતાં પણ તેના માથા ઉપર છત્ર ધરાવતા હતા. વિહાર કરતાં કંચનપુરીમાં તેની બહેન સુનંદાના જેવામાં આવ્યા. તે પોતાના ભાઈ જેવા જાણીને તેને ધારી ધારી જેવા લાગી. તેના પતિ પુરણસિંહ રાજાને વહેમ પડ્યો. એટલે રાત્રે બહાર મુનિ કાઉસ્સગ્નમાં હતા ત્યાં તેને મરાવી નાંખ્યા. તેની લોહીથી ખરડાયેલી મુહપત્તિ પક્ષીએ લાવીને રાજમહેલમાં નાંખી, તે ઉપરથી રાણીને ઘણો શોક થયો. તપાસ કરતાં “પોતાના ભાઈ જ હતા” એમ નકકી થયું. તેના પતિને પણ પછી ઘણો પસ્તાવો થયો ને દીક્ષા લીધી. જ્ઞાની મુનિને પૂછતાં “સ્કન્દ્રકુમાર ચોથે દેવલોકે ગયા છે. ત્યાંથી મોક્ષમાં જશે.” મુનિના મરણથી બહેને ઉત્સવ કરાવ્યો. હજુ પણ એ દેશમાં ભાઈના મરણથી બહેને ઉત્સવ કરાવવાનો રિવાજ પ્રચલિત છે.
૫૯. સ્કન્ટાચાર્ય : આ પણ શ્રાવસ્તિના જિતશત્રુ રાજાની ધારિણીના પુત્ર હતા. તેની પુરંદરયશા બહેનને દંડકારણ્યના કુંભકાર રાજા સાથે પરણાવી હતી. કુંભકારનો પાલક મંત્રી નાસ્તિક હતો. તે એક વાર શ્રાવસ્તીમાં આવ્યો, ત્યાં સ્કન્દકુમારે તેને વાદમાં નિરુત્તર કર્યો હતો. શ્રી મુનિસુવ્રત સ્વામીની દેશના સાંભળી પાંચસો રાજકુમારો સાથે સ્કન્દકુમારે દીક્ષા લીધી, ને મહાઆચાર્ય થયા. એક વખત તેઓએ દંડકારણ્ય તરફ વિહાર કર્યો. પ્રભુએ “ત્યાં ઉપસર્ગ થશે ને તમારા સિવાય બધા આરાધક થશે.” એમ કહ્યું. આચાર્ય ગયા. પાલકને ખબર પડી. તે જગ્યાએ છૂપાં શસ્ત્રો છુપાવરાવી રાજાને ખોટું સમજાવ્યું કે, “આ બધા સુભટો તમારું રાજ્ય સેવા કપટથી આવેલા છે” ને શસ્ત્ર બતાવ્યાં. રાજાએ હુકમ આપ્યો કે, “તેઓને, તને ફાવે તે, શિક્ષા કર.” તે ઉપરથી તેણે ગુપ્તપણે ઘાણી રખાવીને દરેકને પીત્યા. આરાધન કરી તેઓ તે જ વખતે મોક્ષમાં ગયા. છેલ્લે નાના શિષ્યને પકડીને ઘાણીમાં નાંખતાં આચાર્યે ના પાડી કે, “ભાઈ ! પહેલાં મને પીલ, મારાથી એ બાળકનું દુઃખ જોઈ શકાશે નહીં.” તો પણ પાલકે તેમ ન કર્યું. આચાર્યે આરાધના કરાવી, બાળમુનિ મોક્ષમાં ગયા. છેવો આચાર્યનો વારો આવ્યો. તેને પીલ્યા. પણ તેમણે નિયાણું કર્યું કે “આ દુષ્ટ રાજાને સપરિવાર શિક્ષા કરું' મરીને અગ્નિકુમાર નિકાયમાં દેવ થયા. તરત જ ઉપયોગ મૂકયો, ને વેર લેવા તૈયાર થયા. હવે, આ તરફ-લોહીવાળો રજોહરણ ઉપાડીને ઊડતી સમડીની ચાંચમાંથી રાજમહેલમાં પડ્યો. તેની બહેને ઓળખ્યો. રાજાને ઠપકો આપ્યો. રાજા પસ્તાયો. તેવામાં તો અગ્નિકુમારદેવે પુરંદરયશાને ઉપાડીને પ્રભુ પાસે મૂકી અને આખું વન બાળી નાંખ્યું. ત્યારથી દંડકારણય કહેવાય છે. પ્રભુએ બહેનનો શોક શાંત કર્યો ને દીક્ષા આપી. તે સ્વર્ગે ગઈ. અગ્નિકુમારદેવને પણ ઉપદેશ આપી શાંત કર્યો.
૬૦. હરિકેશિબળ મુનિ : મથુરાના શંખરાજાએ દીક્ષા લીધી. તેણે ગજપુરમાં ગોચરી જતાં ગોખમાં બેઠેલા સોમદેવ પુરોહિતને માર્ગ પૂછયો. તેણે કૌતુકથી અગ્નિમય માર્ગ બતાવ્યો. પણ તપના પ્રભાવથી મુનિને તે શીતળ થયો. તેથી આશ્ચર્ય પામી પશ્ચાત્તાપ કરી, મુનિ પાસે ક્ષમા માંગી દીક્ષા લીધી ને સંયમની આરાધના કરી દેવલોકમાં તેજસ્વી દેવ થયો. ત્યાંથી ચ્યવી ગંગા કિનારે રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org