________________
૩૬૦
પંચ પ્રતિકમાણસૂત્રો
યાદ આવ્યો. રાજા પાસે પ્રથમનું રાખી મૂકેલ વચન પૂરું કરવા માંગણી કરી કે - “મને સાત દિવસ રાજ્ય ચલાવવા દો.” રાજાને વચન પ્રમાણે તે આપવું પડ્યું. દરેક દર્શનવાળા નવા રાજાને મળવા આવ્યા. માત્ર સુસ્થિતાચાર્ય ન આવ્યા. નમુચિએ હુકમ ફરમાવ્યો કે “તમારે મારા રાજ્યમાંથી ચાલ્યા
જવું.”
ગુરુએ સાધુઓના મંડળમાં વિચારણા કરી. “હવે શું કરવું?” એક સાધુ બોલ્યા કે “ચક્રવતના ભાઈ વિષ્ણુકુમારને ઘણી લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે, અને અષ્ટાપદ ઉપર કાયોત્સર્ગમાં રહ્યા છે. હું ત્યાં જવા સમર્થ છું. પરંતુ પાછો આવવા સમર્થ નથી. તો પણ તેમની લબ્ધિથી આવી શકીશ.” મુનિ ગયા. વિષ્ણકુમાર આવ્યા. નમુચિને સમજાવ્યો. તે એકનો બે ન થયો. ત્યારે વિષગુમારે પોતાને માટે રહેવાની જમીનની માંગણી કરી. તે આપવાને તૈયાર થયો. પૂછયું કે - “આપને કેટલી જોઈએ ?” વિષ્ણુકુમાર મુનિએ કહ્યું કે-“ત્રણ ડગલાં” નમુચિએ કબૂલાત આપી. મુનિનું શરીર ક્રોધથી તપ્યું કે-લાખ જોજનનું વૈક્રિય શરીર કરી એક ડગલાથી પૂર્વ સમુદ્ર, બીજાથી પશ્ચિમ સમુદ્ર અને ત્રીજાથી જમીન માપવા નમુચિના માથા પર પગ મૂકી તેને દબાવી મારી નાંખ્યો. (પાઠાંતરે-તે લાખ યોજનનું શરીર જોઈ ભય પામ્યો. વિષ્ણુકુમારને દેવોએ સંગીતથી તથા મહાપદ્યોત્તર રાજા અને આચાર્ય તથા પ્રજાજનોએ શાંત કર્યા. ત્યારથી સંગીત પ્રસિદ્ધ થયું. રાજાને ઠપકો આપ્યો અને નમુચિને દેશનિકાલ કર્યો.)
વિષગુકુમારે શાંત પડી ગુરુ પાસે ઈરિયાવહી કરી વંદન કર્યા. લોકોએ ખળભળાટથી પડી ગયેલાં ઘરો સારાં કરાવ્યાં. ત્યારથી દિવાળીએ લોકો ઘર સાફ કરાવે છે. રાજાએ સાત ક્ષેત્રમાં ધન વાપર્યું. વિષ્ણુકુમાર મોક્ષમાં ગયા.
૫૨. આર્દ્રકુમાર : અનાર્ય ભૂમિમાં આદ્રક દેશના આર્કક રાજાની આર્ટિકા રાણીથી આર્દિક નામે એક કુમારનો જન્મ થયો હતો. મગધ દેશના રાજાને અને આર્તક રાજાને કુળક્રમાગતી હતી. તેથી તેઓ એક બીજાને પરસ્પર ભટણાં મોકલતા હતા. આ પ્રમાણે એક વખત શ્રેણિક રાજાએ ભેટમાં સાથે પોતાના મંત્રીને આર્તક રાજા પાસે મોકલ્યો. આ વાતની આáક કુમારને ખબર પડી. કુમારને શ્રેણિકના કુમારને ભેટયું મોકલવાની ઈચ્છા થઈ. જ્યારે પેલો મંત્રી પાછો ફર્યો, ત્યારે આર્કક રાજાએ ભેટણા સાથે પોતાનો મંત્રી મોકલ્યો. તેની સાથે કુમારે અભયકુમારને પણ ગુપ્તપણે ભેટયું મોકલ્યું. પ્રધાનો દરિયામાર્ગે ભારતમાં આવી મગધ દેશમાં ગયા. દરેકને ભેટની ચીજો પહોંચાડી. આદ્રક કુમારે પોતાની સાથે મૈત્રી સાંધવા ભેટછું મોકલી ઈચ્છા વ્યકત કરી. તેથી અભયકુમારે તે કુમારની ઊંચી લાયકાત વિચારી કે-“જરૂર આ કુમારે પૂર્વ ભવમાં સંયમની આરાધના કરેલી હોવી જોઈએ. કંઈક વિરાધના કરવાથી તેને અનાર્ય દેશમાં ઉત્પન્ન થવું પડેલું હોવું જોઈએ. માટે તેને પ્રતિબોધ કરવા કંઈક ઉપાય કરવો જોઈએ.” એમ વિચારી આર્દિક દેશનો મંત્રી જ્યારે પોતાના દેશમાં પાછો ફર્યો ત્યારે તેની સાથે આર્કિકકુમારને ગુપ્તપણે આપવી ભેટની એક પેટી સ્નેહપત્ર સાથે આપી. તે લઈ મંત્રી દેશમાં ગયો. શ્રેણિક રાજાએ મોકલેલાં ભટણાં રાજાને આપ્યાં અને પછી પેલી પેટી ગુપ્તપણે રાજકુમારને આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org