________________
સંપાદકીય પ્રતિક્રમણની ક્રિયા એટલે આત્મવિશુદ્ધિની ક્રિયા. આ ક્રિયા જૈન ધર્મની પ્રાણસમી ક્રિયા છે. જેના દ્વારા પાપોનું પ્રક્ષાલન અને કર્મોની નિર્જરી થતાં થતાં યાવત્ મોક્ષપદની પ્રાપ્તિ થઈ શકે. આવી અનેરી ક્રિયાને જૈન ધર્મમાં આવશ્યક ક્રિયા તરીકેનું સ્થાન મળેલું છે. વિધિ સહિત અર્થનું ચિંતન કરતાં કરતાં સૂત્રોનો પાઠ થાય તો આ ક્રિયા અમોઘ છે. અવશ્ય ફળદાયી આ ક્રિયાનાં રહસ્યોને જાણવા માટે સૂત્રોનું સમ્યકજ્ઞાન તથા અર્થનો સમ્યફબોધ જરૂરી છે. આવો બોધ થાય તેવા કલ્યાણકારી આશયથી પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે પ્રતિક્રમણનાં તમામ સૂત્રોના અર્થ અને વિસ્તૃત સૂક્ષ્મ વિવેચન કરી પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ શ્રાવક-શ્રાવિકાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. વર્ષો પૂર્વે આ જ સંસ્થા દ્વારા પ્રસ્તુત ગ્રંથની પાંચ પાંચ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે પરંતુ હાલ તો ઉપલબ્ધ નથી.
અનેક ગ્રંથોનું દોહન કરી, સરળ છતાંય રસભરી શૈલીમાં લખાયેલ અર્થ અને વિવેચન વાંચવા યોગ્ય છે. આ ગ્રંથની ખૂબી તો એ છે કે, શ્રાવક-જીવનમાં આવનારી અનેક સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક વિટંબણાઓનું સચોટ બયાન કરી તેના શાસ્ત્રોકત છતાંય પરંપરાગત ઉકલો રજૂ કર્યા છે, જેનો ઉપયોગ કરવાથી સ્વ-પરનું કલ્યાણ થઈ શકે તેમ છે. આવા અમૂલ્ય ગ્રંથ રત્નનું પુન:પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
આ ગ્રંથ અંગે છેલ્લાં કેટલાય વર્ષોથી જિજ્ઞાસુઓ તરફથી માંગણી આવતી હતી પરંતુ તેમની જિજ્ઞાસાવૃત્તિને અમે સંતોષી શક્યા ન હતા. અમે સાંપ્રત ગ્રંથને પ્રકાશિત કરવાની યોજના ઘડી રહ્યા હતા, ત્યારે જ જૈન સંઘના લાડીલા નેતા શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ આ ગ્રંથના પ્રકાશન માટે પોતાની ભાવના રજૂ કરી. તેમની ભાવના અને ઉત્સાહને કારણે આ કાર્ય સુકર બન્યું. ગ્રંથ પ્રકાશન માટેનો આર્થિક સહ્યોગ શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢી, અમદાવાદ તરફથી મળ્યો તે બદલ પેઢીનો તથા પેઢીના ટ્રસ્ટી મંડળનો આભાર માનીએ છીએ.
વિશેષ આનંદની ઘટના તો એ છે કે, ચાલુ વર્ષે(૧૯૯૭)માં સંસ્થાનો શતાબ્દીવર્ષ સમારોહ ઊજવાઈ રહ્યો છે ત્યારે સંસ્થાના જ અવિભાજ્ય અંગ સમાન પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈના ગ્રંથો પુનઃ પ્રકાશિત થઈ રહ્યા છે.
આ ગ્રંથનું પ્રકાશન સુંદર રીતે થાય તે માટે ઉપયોગી સૂચનો અધ્યાપક શ્રી રતિલાલ ચીમનલાલ દોશી તરફથી પ્રાપ્ત થયાં હતાં. તેમણે મૂળગ્રંથ સાદ્યાન્ત વાંચીને શુદ્ધ કરી આપ્યો, તથા પુસ્તક પ્રકાશન સંબંધી તમામ કાર્ય પં. શ્રી જિતેન્દ્ર બાબુલાલ શાહે કરી આપ્યું તે બદલ તેમનો આભાર માનીએ છીએ. ફ-સંશોધનનું વિકટકાર્ય શ્રી નારણભાઈ પટેલ તથા ટાઈપસેટિંગનું જટિલ કાર્ય શ્રી રમેશભાઈ પટેલે કર્યું છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. છેલ્લે પ્રસ્તુત ગ્રંથનું સુંદર પ્રકાશન થાય તે માટે શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિચર્સ સેન્ટર, અમદાવાદ તથા તેના વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા તથા
લી. સંઘસેવક શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા.
શ્રી બાબુભાઈ જેસીંગભાઈ મહેતા વિ. સં. ૨૦૧૩; સને ૧૯૯૭
ડૉ. મફતલાલ જે. શાહ
ઓનરરી સેક્રેટરીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org