________________
પંચ પ્રતિક્રમાગસૂત્રો
૩૧૧
૨૯. પ્રસન્નચંદ્ર રાજર્ષિ : પોતનપુરના સોમચંદ્ર અને ધારિણી રાણી પ્રસન્નચંદ્ર પુત્રને રાજય સોંપી વૃદ્ધાવસ્થામાં તાપસાથમની દીક્ષા લઈ તપોવનમાં રહ્યા. ધારિણી સગર્ભા હોવાથી, તેને ત્યાં બાળક જન્મ્યો. તે વલ્કલોનો ચીવર (વસ્ત્રોમાં વીંટાઈને ઊછર્યો હોવાથી તેનું નામ વલ્કલચીરી પાડ્યું. ધારિણી પ્રસૂતિની વેદનાથી મરણ પામી.
વલ્કલચીરી મોટો થયો, પણ લોકવ્યવહારથી તદ્દન અજાણ હતો. આ તરફ રાજાને પોતાના ભાઈને મળવાની ઈચ્છા થઈ. વેશ્યાઓ મારફત તેને લાવવાની ગોઠવણ કરી.
વેશ્યાઓ સિંહ કેસરીયા લાડુ, પકવાન વગેરે મીઠાઈઓ લઈ વનમાં ગઈ. વહલચીરીને સામો આવતો જોઈ તેઓ તેની સામે ચાલી. એટલે “હે તાપસો ! હું આપને અભિવાદન કરું છું.” કહી પ્રણામ કર્યા, ને પૂછયું, “આપ કયા તપોવનના વાસી છો? લો. આ વનફળો આરોગો. અતિથિ-સત્કાર આશ્રમવાસીઓનો ધર્મ છે.” વેશ્યાઓએ કહ્યું, “અમો પોતનપુર આશ્રમના વાસી છીએ. અમને તમારાં ફળ ભાવતાં નથી, જુઓ આ તમારાં ફળો.” કહી પેલા લાડુ બતાવ્યા ને તે તેને ખવડાવ્યા. તે તેને મીઠા લાગ્યા. પછી વેશ્યાઓએ તેને પોતાનાં અંગોનો સ્પર્શ કરાવ્યો. સ્તનસ્પર્શ કરતાં તેણે પૂછયું “આ બે ઉપસેલા તમારા શરીરમાં નવીન ભાગો શાના છે?” વેશ્યાઓએ કહ્યું કે, “પોતનાશ્રમમાં આવાં મીઠાં ફળો ખાવાથી આવા બે ભાગો ઊપસી આવે છે. તમારી ઈચ્છા હોય તો ચાલો ત્યાં.” ત્યારે વલ્કલચીરી પોતાની પાસેની તાપસાશ્રમ યોગ્ય ચીજો કયાંક મૂકી, સાથે આવવાની તૈયારી બતાવી. તેવામાં સોમચંદ્ર તાપસને આવતા જોઈ શ્રાપના ભયથી વેશ્યાઓ નાસીને પોતાનપુરમાં આવી રાજાને ખબર આપી કે “અમો તો ભયથી નાસી આવી, પણ તમારા ભાઈ અમારી લાલચથી ખેંચાઈને આવશે ખરા.” રાજા વિશેષ ઉદ્વિગ્ન રહેવા લાગ્યા.
આ વલ્કલચીરી બધી વસ્તુઓ છુપાવીને પોતનપુર તરફના રસ્તા તરફ ચાલ્યો. રસ્તામાં એક ગાડાવાળો મળ્યો. તેણે તેને ગાડામાં બેસવા દીધો. તેમાં તેની સ્ત્રી બેઠી હતી. તેને તાપસ સમજીને તેણે પ્રણામ કર્યો. ત્યારે તે દંપતી વિચારમાં પડ્યા કે, “આ મુનિ કુમાર સ્ત્રી-પુરુષના ભેદથી તદ્દન અજાણ લાગે છે. રસ્તામાં એક ચોરને મારીને ગાડાવાળો તેનું ધન લઈ ગાડામાં ભર્યું. છેવટે બધા પોતનપુર આવ્યા. તેને ગાડેથી ઉતારી ગાડાવાળો પોતાને ઘેર ગયો.
વલ્કલચીરી દરેક ઠેકાણે તાપસના નિયમ પ્રમાણે જે જે મળે તેને અભિવાદન કરતો ફર્યા કરે છે. તેમ કરતાં તે વેશ્યાવાડે જઈ ચડ્યો. વેશ્યાએ તેની હજામત વગેરે કરાવી, નિમિત્ત જ્ઞાનીની સૂચના પ્રમાણે મળી આવેલા પુરુષ સાથે પોતાની પુત્રી પરણાવી દીધી, ને વાજિંત્રો વગડાવ્યાં.
આ સાંભળી રાજાને ક્રોધ ચડ્યો કે, “હું ઉદ્વિગ્ન હોવાથી જ્યારે મેં વાજિંત્રો બંધ કરાવ્યાં છે, છતાં રાજાજ્ઞાનો અનાદર કરીને કોણ આ વાજિંત્રો વગડાવે છે?” તપાસ કરતાં વેશ્યાં પકડાઈ. તેને ત્યાં જેનાં લગ્ન થયાં. તે પોતાનો ભાઈ જાણીને વેશ્યાને ઠપકો આપ્યો, ને નીચ કુળની કન્યા સાથે પોતાના ભાઈને પરણાવ્યો તે જાણી રાજા વિચારમાં પડી ગયો.
“પરંતુ, નિમિત્તજ્ઞના કહેવાથી સહજ રીતે જ આમ બન્યું છે. વળી આ કન્યા પણ કોઈ પુણ્યવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org