________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૨૯૯
નંદિકોણને સાચો વૈરાગ્ય થયો ને તેણે દીક્ષા લીધી. પછી શાસ્ત્રાભ્યાસ કરી તે ગીતાર્થ થયા અને મનમાં અભિગ્રહ ધારણ કર્યો કે-“રોગી, ગ્લાન, વૃદ્ધ, બાળ, એવા સાધુઓની ખરા ભાવથી ખૂબ વૈયાવચ્ચ-સેવા ચાકરી કરવી” અને તે કરવાની તેણે શરૂઆત પણ કરી દીધી.
આ વાત છેટે અવધિજ્ઞાનથી જાણીને સભામાં તેની ખૂબ પ્રશંસા કરી. એક દેવને આ વાત ઉપર વિશ્વાસ ન બેઠો. પરીક્ષા કરવા રત્નપુરમાં આવી એક સાધુનું રૂપ લીધું અને અતિસારના રોગવાળું પોતાનું શરીર કરી દીધું. બીજા સાધુનું રૂપ લઈ ઉપાશ્રયે જઈ નંદિવેણને રોગી સાધુની દુર્દશાની ખબર આપવા માંડી, કે “તમે સાધુની વૈયાવચ્ચનો નિયમ લઈને તે કર્યા વિના આહાર વાપરવા કેમ બેસી જાઓ છો ?” તે જ વખતે પચ્ચકખાણ પારી નંદિષેણ મુનિ આહાર વાપરવા બરાબર બેસતા હતા. “ઊઠો, બહાર એક રોગી સાધુને શુદ્ધ જળનો ખપ છે, તે તો પહોંચાડો”.
તે સાંભળી નંદિણ શુદ્ધ જળ લેવા જ્યાં જ્યાં જાય, ત્યાં ત્યાં પેલો દેવ તેને દોષવાળું કરી નાંખે. મુનિ બહુ ભટકયા ત્યારે છેવટે થોડું શુદ્ધ જળ તેને લેવા દીધું. પછી પેલા દેવ સાધુ સાથે વેયાવચ્ચ કરવાના આનંદ સાથે મંદિર મુનિ રોગી મુનિ પાસે આવ્યા, ને તેમને ધોવા લાગ્યા, જેમ જેમ ધુવે, તેમ તેમ દુર્ગધ વધુ ને વધુ ફેલાતી જાય, તેમ તેમ મંદિર મુનિ ભાવના ભાવતા
હતા કે
અહો ! ભાગ્યવાન છતાં આ મુનિરાજ રોગથી કેવા પીડાય છે ? આ જગતમાં રાજા કે રંક, ત્યાગી કે ભોગી, કોઈ કર્મથી છૂટી શકતું જ નથી. સૌને કયાં કર્મ આમ ભોગવવાં જ પડે છે.”
પછી તે મુનિને ખભા પર બેસાડીને સેવા ચાકરી કરવા પોતાને સ્થાને મંદિર મુનિ લઈ જવા લાગ્યા. તેના ઉપર દુગંધમય ઝાડા કરી મૂકે. જરા ઉતાવળે ચાલે “તો મને પીડા થાય છે. કેવો નિર્દય છે ?” ધીમે ચાલે તો “મને કયારે પહોંચાડીશ ? માર્ગમાં જ મારું મૃત્યુ થશે, તો આરાધના નહીં થાય.” વગેરે પુષ્કળ આકરા શબ્દો સંભળાવે, છતાં તેના ઉપર જરા પણ દુગંછા કે કંટાળો લાવ્યા વિના મહામુશ્કેલીએ ઉપાશ્રયે તો લાવ્યા, ને વિચારવા લાગ્યા કે-“હવે આ મુનિરાજને કેવી રીતે નીરોગી કરું ? કઈ રીતે તેની સારવારની શરૂઆત કરવી ?” વગેરે વિચાર કરવા લાગ્યા. દેવોએ જાણ્યું કે-“ખરેખર આ પોતાના નિશ્ચયમાં અડગ-દઢ છે.” એટલે પ્રગટ થઈ ત્યાંનું વાતાવરણ પવિત્ર બનાવી દીધું અને પુષ્પવૃષ્ટિ કરી તથા નંદિણ મુનિને ધન્યવાદ આપ્યા તથા પોતાનો અપરાધ ખમાવી “પૈદ્રની પ્રશંસા સાચી હતી” એમ કબૂલી દેવ પોતાને સ્થાને ગયો.
ત્યાર પછી બાર હજાર વર્ષ ઉગ્ર તપ કર્યું, તપને અંતે અનશન કર્યું. તેમને વંદન કરવા ચક્રવર્તી રાજા સપરિવાર આવેલ તેની સ્ત્રીના સુકુમાર વાળ જોઈને તેમણે નિયાણું કર્યું કે “હું પણ આવી સ્ત્રીઓને પ્રિય થાઉં.”
ત્યાંથી ચ્યવી મહાશક દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી રખડીને શૌરપુરીના અંધકવૃષિણના દશમા વસુદેવ નામે પુત્ર થયા. ત્યાં તે બોતેર હજાર સ્ત્રીઓને વલ્લભ થયા. તે ચરિત્ર શ્રી વસુદેવ હિંડી, તથા શ્રી નેમિનાથ ચરિત્રમાં જાણી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org