________________
૨૯૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
હાથીના પ્રેમ વિષે ખુલાસો પૂછયો. પ્રભુએ પૂર્વ ભવ સંભળાવીને ખુલાસો કર્યો. નંદિણ કુમારે બોધ પામી પ્રભુ પાસે દીક્ષા લેવા ઉત્સુકતા બતાવી. પ્રભુએ કહ્યું “હજુ તમારે ભોગાવળી કમ બાકી છે. માટે હાલ વિલંબ કરો.” તથા નિષેધની આકાશવાણી થવા છતાં પણ આગ્રહને વશ થઈ દીક્ષા લીધી, ને ખૂબ તપશ્ચર્યા કરવા માંડી. ભોગની ઈચ્છાઓ તેને ગભરાવા લાગી, તેમ તેમ તેને દબાવવા અનેક પ્રકારની ભાવના, પરિસહ, તપશ્ચર્યા, શાસ્ત્રજ્ઞાન, ઉગ્ર આતપના વગેરે કરવા લાગ્યા. પરંતુ ભોગેચ્છા તેમને છોડે નહીં. જંપાપાત કરીને મરવાનો વિચાર કર્યો. તો દેવે તેને ત્યાંથી ઉપાડીને બીજે મૂકીને કહ્યું કે-“ભોગ અનુભવ્યા પહેલાં તમારું મૃત્યુ થશે નહીં.”
પછી નંદિશ એકલા તપ કરવા લાગ્યા. એક દિવસે કોઈ વેશ્યાને ત્યાં આહાર લેવા જઈ ચડ્યા ને “ધર્મલાભ” કહ્યો. વેશ્યા બોલી-“ધર્મલાભને હું શું કરું? અહીં તો મારે અર્થલાભની જરૂર છે.” મુનિએ તરણું ખેંચ્યું કે તપના પ્રભાવથી આકાશમાંથી બાર કરોડ રત્નોની વૃષ્ટિ થઈ ને “લે અર્થલાભ.” કહી મુનિ જવા લાગ્યા, કે વેશ્યા વળગી પડી, “પ્રભો ! તમો મુનિ થઈને સ્ત્રી ઉપરની મૃદુતા ભૂલી ગયા કે શું ? આપ જશો તો હું મરણને શરણ થઈશ.” મુનિ ખચકાયા ને ભોગમાં ફસાયા. છતાં “રોજ દશ વિટોને ઉપદેશ આપી દીક્ષા લેવા પ્રભુ પાસે મોકલ્યા પછી અન્ન લેવું.” એવો અભિગ્રહ ધારણ કર્યો, ને તે પ્રમાણે પાલન કરવા લાગ્યા. બાર વર્ષે એક દિવસ એવો આવ્યો કે-નવને તો બોધ આપીને દીક્ષા લેવા મોકલ્યા. પરંતુ દશમો વિટ ઉપદેશ પામે જ નહીં. જમવા વખત થઈ ગયો. નંદિગ ઉપદેશ આપ્ટે જતા હતા. પણ પેલો બોધ પામતો જ નહીં. ત્યારે વેશ્યાએ મશ્કરીમાં કહ્યું કે “સ્વામિન્ ! દશમા તમે.” બસ, તરત જ તે નીકળી પડ્યા. દીક્ષા લીધી ને અંતે સંયમધર્મની આરાધના કરી મોક્ષમાં ગયા.
૧૪. રાજા નંદિણ બીજા : આ મંદિરની સાધુ મુનિરાજની આદર્શ વૈયાવચ્ચ સેવા હતી અને તેના પુણ્ય પ્રભાવથી કૃષ્ણ વાસુદેવના જગવલ્લભપિતા વસુદેવ તરીકે ઉત્પન્ન થયા હતા.
મગધ દેશમાં નંદી ગામમાં સોમલ પત્નીથી નંદિણ નામે પુત્ર થયો. માતાપિતા મરી ગયાં. નશિખ કુરૂપ આ બાળકની સામે પણ તેનાં સગાંવહાલાં જેવા ન લાગ્યાં. તેથી તે મોસાળમાં ગયો ને ઘાસ પાણી લાવવાનું કામ કરવા લાગ્યો. તેના મામાએ પોતાની સાત પુત્રીમાંની એક તેની સાથે પરણાવવાનું કહ્યું. તેથી તે ખૂબ કામ કરવા લાગ્યો. જેમ જેમ તે સાતેયને ખબર પડતી ગઈ, તેમ તેમ તે સાતેય તેને પરણવાને નાખુશી બતાવતી ગઈ. છેવટે બીજા કોઈએ પણ તેને પોતાની કન્યા ન આપી. એટલે તે પોતાના દુર્ભાગ્યને લીધે મનમાં ઘણો જ દુ:ખી થયો ને મરવાનો વિચાર કરવા લાગ્યો. ત્યાંથી નીકળી રત્નપુર શહેરમાં ગયો. ત્યાં વિલાસી લોકોને ભોગભોગવતાં જોઈને વધુ દુઃખી થયો, અને ઝપાપાત કરી મરવા માટે જંગલમાં ગયો. ત્યાં કાઉસ્સગ્ગ ધ્યાને ઉભેલા મુનિએ તેને વાર્યો. ખરેખર મુનિઓ દુ:ખીઓના મિત્ર અને અશરણશરણ છે.
મુનિએ જ્ઞાનથી તેના વિચારો જાણીને ઉપદેશ આપ્યો કે “મહાનુભાવ ! ખોટી રીતે મૃત્યુથી સુખ નથી. કરેલાં કર્મ ભોગવવા પડે છે. ધર્મ કર જેથી પૂર્વના પાપ તૂટે અને ઉત્તરોત્તર સુખ મળે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org