________________
પંચ પ્રતિક્રમણસૂત્ર
૨૯૫
મહારાજે જન્મના વૈરાગી છ વર્ષના વજમીને પણ દીક્ષા આપી.
અવંતીનગરી તરફ વિહાર કરતાં રસ્તામાં વજસ્વામીજીના પૂર્વ ભવના મિત્ર જૈભક દેવે વારંવાર પરીક્ષા કરી. તેના સંયમાનુરાગ અને સાત્વિકતા જોઈ ખુશી થઈ, વૈક્રિય લબ્ધિ અને આકાશ ગામિની વિદ્યા આપી.
બધા મુનિઓ બહાર ગયા પછી સામે ઉપધિઓ મૂકીને વજ મુનિ વાચના આપવા લાગ્યા. તેવામાં ગુરુ મહારાજને બહાર આવ્યા જાણી વિનયથી બહાર આવી ચરણ ધોવા વગેરેથી ગુરુનો વિનય કર્યો. ગુરુ વજી સ્વામીની શક્તિ જાણીને મુનિઓ તેમની પાસે વાચના લેવાનું કહી, ચાર દિવસ ગામડે વિચર્યા, મુનિઓને તેમની વાચનાથી ઘણો આનંદ થયો.
આ ઉપરથી ગુરુએ વજ મુનિની તેજસ્વિતા તરફ ખ્યાલ આપીને તે કાળના દશ પૂર્વધર શ્રી ભદ્રગુપ્તાચાર્ય પાસે દશપુરથી અવંતિનગરમાં દશપૂર્વનું માન કરવા મોકલ્યા. ત્યાં તેમની પાસેથી દશપૂર્વનો અભ્યાસ કર્યો, ને વજસ્વામી દશપુર પાછા આવ્યા, એટલે પૂર્વ ભવના મિત્ર દેવે મહોત્સવ કર્યો, ગુરુ મહારાજે આચાર્યપદ આપ્યું ને સ્વર્ગે ગયા.
પાંચસો મુનિઓ સાથે વજ જેવા અંગવાળા દશપૂર્વધર યુવાન વજસ્વામી આચાર્ય દેશેદેશ વિચરવા લાગ્યા.
વૈરાગી પિતાના ઉત્તમ બીજથી, સાંગોપાંગ સ્ત્રીત્વસંપન્ન માતાને ઉદરે જન્મ પામેલા, પૂર્વ ભવે દેવ અને જન્મ કાળથી જ વૈરાગ્ય વાસિત થઈ સહજ બ્રહ્મચારી વજરવામીના શરીરનું સૌષ્ઠવ તે વખતના સર્વ યુવકો કરતાં કોઈ અનેરી ભભકથી જ ખીલી ઊઠ્યું. આવા યોગનિષ્ઠ યુવાનની ખ્યાતિ તેમનાં જ્ઞાન, વૈરાગ્ય, પ્રભાવ વગેરે અતિશયોની સાથે જ દેશદેશ વિસ્તરી ગઈ. ખરેખર વજસ્વામી પોતાની યુવાવસ્થામાં તે કાળના ભારત વર્ષની શરીરની ઉત્તમ સ્થિતિમાં પણ એક અદ્વિતીય યુવાન
હતા.
અન્ય રાજકુમારો કરતાં પણ આ યોગી રાજકુમારની યુવાવસ્થા કોઈ અનેરી જ હોવી જોઈએ. શુદ્ધ બ્રહ્મચર્યની પણ યુવાવસ્થા ઉપર કોઈ ચમત્કારિક અસર હોય છે.
આ યૌવન સૌરભના સમાચાર પણ દેશદેશ પ્રસરેલા હતા. તે વખતમાં તેવીજ યુવતી પાટલીપુત્રના ધનશેઠની લાડકવાયી પુત્રી રુકિમાણી હતી. વગર જોયે સાંભળવા માત્રથી જ તે અનન્ય યુવતી વજસ્વામીને પતિ તરીકે સ્વીકારી ચૂકી. સાધ્વીજીઓએ વારવા છતાં રુકિમણીનું ચિત્ત વજસ્વામી ઉપર ચોંટ્યું. તેણે પોતાનો નિશ્ચય જાહેર કર્યો કે-“તેમના સિવાય અન્ય પુરુષ મારું હૃદય આકર્ષી શકે તેમ નથી. છતાં તેઓની પાસે હું મારો સ્વીકાર નહીં કરાવી શકું, તો મારે પણ સંયમ એ જ આધાર છે.”
શ્રી વજસ્વામી પણ વિહાર કરતા કરતા પાટલીપુત્રમાં જ આવી પહોંચ્યા. પ્રવેશ મહોત્સવ થયો. સરખા રૂપવાળા સાધુઓને જોઈ ત્યાંના રાજાને “વજ સ્વામી કયા ” એ શંકા થઈ. છેવટે ઓળખાવવાથી ઓળખીને વંદના કરી. ધર્મોપદેશ સાંભળ્યો. રૂપ-સૌભાગ્યવાળા યુવાન સ્વામીને જોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org