________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૨૯૩
આપી. કોશ્યાએ સરસવના ઢગલા ઉપર સોય અને તેના ઉપર ફૂલ ખોસીને તેના ઉપર અધ્ધર રહી નૃત્યકળામાં પોતાની પારંગતતા બતાવી આપી, ને સુતારને કળામાં મહાત કર્યો. સુતાર કોશ્યાથી લેવાઈ ગયો, અને તેની ઘણી પ્રશંસા કરી. કોશ્યાએ કહ્યું-“સુતાર ! મારામાં કે તારામાં કાંઈ નથી, પણ મારા પૂર્વપરિચિત શકડાળ મંત્રીના પુત્ર સ્થૂલભદ્ર મુનિએ મારી ચિત્રશાળામાં ચોમાસું કરી ભોગોને ભડકાવીને નસાડી મૂકયા, એ ખરેખર પ્રશંસાપાત્ર છે.” આ સાંભળી એ સુતારે પણ વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી.
- બાર વર્ષનો દુષ્કાળ પડવાથી સૂત્રસિદ્ધાંતો ભુલાઈ ગયેલા, તેથી પાટલીપુત્રમાં સંઘે એકઠા મળી અગિયાર અંગ પૂરાં કર્યું, અને બારમું અંગ ભદ્રબાહુ સ્વામી પાસે થી સ્થૂલભદ્ર મુનિને ભણાવરાવી પૂરું કરાવ્યું. પણ તેમની બહેનોને તેમણે સિંહનું રૂપ બતાવવાથી બદ્રબાહુ સ્વામીએ તેમને સૂત્રપાઠથી ૧૪ પૂર્વ ભણાવ્યા અને અર્થથી ૧૦ પૂર્વ ભણાવ્યા. બાકીની કથા શ્રીયક તથા યક્ષા સાધ્વીના પ્રસંગે આવતી હોવાથી અહીં વિસ્તાર કરવામાં આવેલ નથી. છેલ્લા ચૌદ પૂર્વધર શ્રી સ્થૂલભદ્ર સ્વામી આચાર્ય કાળધર્મ પામી પહેલે દેવલોકે ગયા.
૧૨. વજ સ્વામી : દીક્ષા, અભ્યાસ, શાસન પ્રભાવના, રુકિમણી પ્રતિબોધ, આર્યરક્ષિતસૂરિને અભ્યાસ કરાવવો, અને અંતિમ જીવન, એ એમના જીવનના ખાસ પ્રસંગો છે.
અવંતી (માળવા) દેશમાં આવેલા તુંગવન નામના કસબામાં વસતા તે ગામના ધન કુબેર ધનગિરિ જેવા નામના વ્યાપારી યુવાનને દીક્ષા લેવાની ઇચ્છાવાળા જાણવા છતાં, સ્વેચ્છાથી પરાણે પરણેલા ધનપાળ શેઠના પુત્રી સુનંદાના ગર્ભમાં, જેણે અષ્ટાપદ પર્વત ઉપર ગૌતમ સ્વામી પાસે પુંડરીક અધ્યયન સાંભળ્યું હતું, તે જંભકદેવ વજ સ્વામીપણે ઉત્પન્ન થયા. ધનગિરિ સ્ત્રીને સગર્ભા સમજીને દીક્ષા લેવા નીકળી પડ્યા, અને “તારાભાઈ આર્યસમિતે જેમની પાસે દીક્ષા લીધી છે, તે સિંહગિરિ આચાર્ય મહારાજ પાસે દીક્ષા લેવા જાઉં .” એમ કહી દીક્ષા લઈ શાસ્ત્રમાં નિષ્ણાત થયા અને તપશ્ચર્યા કરી સંયમ આરાધવા લાગ્યા.
આ તરફ શુભ લગ્ને વજ કુમારનો જન્મ થયો. સુનંદાની સખીઓ તેને જે હર્ષ અનુભવવા લાગી ને કહેતી હતી કે “વહાલા ! તારા પિતાએ જે દીક્ષા ન લીધી હોત, તો તારો જન્મ મહોત્સવ કેવો રૂડો ઊજવાત ?” વગેરે વાકયોમાં દીક્ષા શબ્દ સાંભળી ઊહાપોહ કરતાં વજકુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયું, ને તેને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. પણ બાળકની ઈચ્છા શી રીતે પાર પડે ? તેણે તો ત્યારથી જ રહેવાનું જ શરૂ કર્યું. માતા તથા તેની સખીઓના તેને છાના રાખવાના સર્વ પ્રકાર નિષ્ફળ ગયા. એમ કરતાં છ મહિના થયા. સુનંદા પણ રડીને જ સમય વિતાવતાં હતાં, અને બોલતાં હતાં કે-“હું માતા આ પ્રિય બાળકને શી રીતે છોડી શકું ? પરંતુ તેના પિતા આવે, તો તેને સોંપી દઈ આ હેરાનગતિમાંથી છૂટું.” કંટાળીને તેમજ સ્ત્રીસહજ સ્વભાવથી એમ બોલ્યા કરતાં હતાં, ને ઘણી વાર મૂર્ણિત થઈ જતાં હતાં.
એવામાં શ્રી સિંહગિરિ ગુરુમહારાજ સપરિવાર તે જ કસબામાં વિહાર કરતા કરતા પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org