SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ પંચ પ્રતિક્રમણ સૂત્રો શબ્દાર્થ :- ઈચ્ચાઈ ઈત્યાદિ. મહાસઈ મહાસતીઓ. અકલંક-સીલ-કલિઆઓ નિર્મળ શિયળથી શોભતી. અજ્જ વિ=આજે પણ. વજઈ= વાગે છે. જસિં=જેઓનો. જસપડહો યશરૂપી પડતો. તિહુઆણે ત્રિભુવનમાં. સયલેસઘળે. "ઈચાઈ મહાસઈઓ, 'જયંતિ અકલંક-સીલ-કલિઆઓ. અજ'વિવજ્જઈ 'જાસિં, જસ-પડહો તિહુએણે સયલે ૧૩ એ વગેરે નિર્મલ શિયળ વડે શોભતી મહાસતીઓ 'વંતી છે જેથી આજે પણ સકળ ‘ત્રિભુવનમાં જેઓના જશનો પડઘો વાગી રહ્યો છે. -૧૩ विशे षार्थ ૧. ભરતેશ્વર : એ ઋષભદેવ પ્રભુના સો પુત્રોમાંના મોટા પુત્ર આ અવસર્પિણીના પહેલા ચક્રવર્તી રાજા તરીકે પ્રસિદ્ધ થયા છે. તેમણે પૂર્વભવમાં ચારિત્ર ધર્મની આરાધના કરી હતી જેને લીધે તેઓ આ ભવમાં ચક્રવર્તી થયા. આ ભવમાં અષ્ટાપદગિરિ પર ચોવીસે તીર્થંકર પ્રભુની આબેહૂબ પ્રતિમાઓ સ્થાપીને જિનમંદિર બંધાવ્યું. તથા શ્રાવક ધર્મ સમજાવનાર આવિદો તેમણે બનાવ્યા હતા, સાધર્મિકોની ભકિત ઉપરાંત પ્રભુના ઉપદેશથી શાસનની બીજી ઘણી પ્રભાવનાઓ કરી. છેવટે આરીસાભવનમાં શરીરની શોભા જોતાં આંગળીમાંથી વટી પડી ગઈ, તેથી શોભારહિત લાગવાથી “આખું શરીર કેવું લાગે છે ?” તે જેવા બીજા દાગીના ઉતારતા ગયા તે ઉપરથી વૈરાગ્ય થતાં તેમને ત્યાં જ કેવળજ્ઞાન થયું. છેવટે દેવોએ આપેલો શ્રમણલિંગનો વેષ ધારણ કરીને લાખ પૂર્વ સુધી વિચરી દશ હજાર રાજાઓને દીક્ષા આપી, અણશણ કરીને મોક્ષે ગયા. ૨. બાહુબલી: આ મહાત્મા ભરત ચક્રવર્તીના નાના ભાઈ હતા, પ્રભુએ વહેંચી આપેલાં રાજ્યોમાં તક્ષશિલાનું રાજ્ય તેમના ભાગમાં આવેલું હતું, તેમાં તે રાજ્ય કરતા હતા. ચક્રવર્તીની મર્યાદાને અનુસરીને “દરેક રાજાને પોતાને તાબે લાવવા જોઈએ, ન આવે તો યુદ્ધ કરીને પણ તાબે લાવવા જોઈએ.” તે અનુસાર બન્ને ભાઈઓનું યુદ્ધ થયું. દ્વ યુદ્ધમાં ચક્રવતીએ મુઠીનો માર મારીને તેને કેડ સુધી જમીનમાં ખોસી દીધા. ત્યારે ક્રોધમાં આવીને બાહુબલીએ મુઠી ઉપાડી, પરંતુ ચક્રવર્તી હંમેશાં અજિત જ રહે, એ મર્યાદાને અનુસરીને દેવવાણીથી બાહુબળી અટકી ગયા. અને એ જ મુઠ્ઠીથી પોતાના માથાના વાળનો લોચ કરી નાંખ્યો, અને ત્યાંને ત્યાં જ ધ્યાનમાં ઊભા રહ્યા. તેમણે પૂર્વભવે સાધુ મુનિરાકની એવી અસાધારણ સેવાભક્તિ-વેયાવચ્ચ કર્યું હતું કે, જેથી કરીને ચક્રવર્તીને મુઠ્ઠી મારે તો તેનો ભુકકો જ થઈ જાય, એવું એને બાહુનું બળ મળેલું હતું, તે મુઠ્ઠી દેવવાણીથી ચક્રવર્તીને મારી શકાય તેમ નહોતી. છેવટે ઉપાડેલી મુઠી ફોગટ જવા ન દેતાં જાતે જ આમ દીક્ષિત થઈ ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. કેમ કે પ્રભુ પાસે જવામાં પ્રથમ દીક્ષિત થયેલા ૮ નાના ભાઈઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy