________________
२७८
પંચ પ્રતિકમાણસૂત્રો
નવકાર બોલીને એ વસ્તુનો અનુવાદ કરવામાં આવે છે. તે વાર પછી [છ આવશ્યક ક્રિયાની પ્રભાવના નિમોસ્તુથી અઢાઇજેસુસુધી તે વાર પછી સામાન્ય રીતે ગુણોદઢ કરવા[ચારલોગસ્સના] કાઉસ્સગ્ન.
એ પ્રમાણે દેવસિઅ પ્રતિકમાણનો વિધિ પૂરો થાય છે. એ પ્રકારે-સર્વ પાંચેય પ્રતિકમાણમાં સમજવું.
આ ઉપરથી એમ સમજાય છે કે-છ આવશ્યક કરવા છતાં કાંઈ પણ દોષો રહી ગયા હોય તો તેની છેવટની વિશેષ શુદ્ધિ માટે દેવસિય પાયચ્છિા વિસોહાણથંકાઉસ્સગ્ન કરી લોગસ્સથી ચતુર્વિશતિ સ્તવરૂપ અંતિમ મંગળ કર્યા પછી પ્રતિક્રમણ સમાપ્ત થાય છે.
ત્યાર પછી મુનિઓ, સ્વાધ્યાય ધ્યાનમાં લીન રહેતા હશે. કેમકે, અર્ધ સૂર્યાસ્ત વેળાએ પ્રતિક્રમણ સૂત્ર-કહેવાય તો પછી સૂર્યાસ્ત પછી લગભગ એકાદ ઘડીમાં જ પ્રતિક્રમણ પૂરું થાય. પછી સંથારા પૌરુષી ભણાવીને સૂવે ત્યાં સુધીનો ખાલી વખત રહે. તેમાં નવરા તો બેસી ન જ રહે, એટલે સ્વાધ્યાય ધ્યાન કરે. ચૌદ પૂર્વી હોય, તે દ્વાદશાંગીનું પરાવર્તન કરે. બીજા યથાશક્તિ પરાવર્તન કરે. અથવા પાંચ પ્રકારના સ્વાધ્યાયમાંથી કોઈ પણ એકાદ બે પ્રકારે સ્વાધ્યાય કરે.
સ્વાધ્યાયનો વખત પૂરો થવા આવે અને સંથારા પૌરુષીનો વખત નજીક આવે ત્યારે દુ:ખક્ષય કર્મક્ષયનો કાયોત્સર્ગ કરી શાંતિ તુષ્ટિપુષ્ટિનું વાતાવરણ ઉત્પન્ન કરી, છેલ્લું પાર્શ્વનાથ પ્રભુનું ચઉક્કસાયથી સાતમું ચૈત્યવંદન કરી સંથારા પૌરૂષી ભણાવી શયન કરતા હશે. તે સઘળો વિધિ ચાલુ સળંગ પ્રતિક્રમણમાં ભળેલો જણાય છે.
આ રીતે પ્રતિક્રમણમાં આવેલાં સૂત્રોના હેતુઓ અનેક દૃષ્ટિબિંદુઓથી વિચારવાના હોય છે. અનેક દષ્ટિથી વિચારીએ ત્યારે જ તેના હેતુઓ આપણને કંઈક સમજાય.
હજુ પણ-અહિંસા, વિનય, ધર્મનું આજ્ઞાપ્રાધાન્ય, સાત નો, ચાર નિક્ષેપ, સતુ પદ વગેરે અનુયોગ દ્વારા તથા બીજા અનેક અનુયોગ દ્વાર, ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક, શારીરિક, આર્થિક, ચાર અનુયોગ વગેરે અનેક પ્રકારના વિચારમાગોને ધ્યાનમાં લઈને વિચાર કરી શકાય તેમ છે. પરંતુ એટલું લંબાણ કરવું અહીં જરૂરી ન હોવાથી છોડી દઈએ છીએ. આ વિષયમાં અમારાથી પણ જે કાંઈ પ્રવચનાર્થ વિરુદ્ધ લખાયું હોય, તેની ક્ષમા યાચી ગુરુગમથી સમજી લેવા સર્વ વાચકોને ભલામણ કરીએ છીએ.
તથા ગ્રંથ ઘણો મોટો થવાનો સંભવ લાગવાથી હવે પછી વિશેષાર્થ વગેરે બધું સંક્ષેપમાં જ આપીશું.
૧૪. રાઈઅ-પ્રતિક્રમણ વિધિનાં સૂત્રો રાઇઅ [રાત્રિક] પ્રતિક્રમણ-રાઈએ પ્રતિકમાણ, અર્ધરાત્રિથી માંડીને મધ્યાહન સુધી અપવાદ થઈ શકે છે. પરંતુ ઉત્સર્ગ નિયમ એવો છે કે-રાત્રિ પ્રતિક્રમણ કર્યા પછી દશ પડિલેહણ કરતાં સૂર્યોદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org