________________
૨૨૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
બળથી હું પાછો મનુષ્ય થાઉ, કે રાજા, મંત્રી કે શેઠ થાઉ” એવી મનમાં ઈચ્છા રાખવી, તે-ઈહલોકઆશંસાપ્રયોગ: આશંસાપ્રયોગ એટલે આશાનો માનસિક પ્રયત્ન.
૨. “દેવલોકમાં જાઉ, દેવ થાઉ, ઈંદ્ર થાઉં.” એવી ઈચ્છા તે પરલોક આશંસા પ્રયોગ.
૩. કોઈ અણશણ કરનાર પોતાની અનેક પ્રકારની ભાવભક્તિ થતી જોઈને જીવવાની ઈચ્છા કરે, તો તે જીવિતઆશંસાપ્રયોગ.
અણસણ કરનાર પાસે જુદાં જુદાં ગામો અને શહેરોના સંઘો આવી આવીને મોટા અનેક મહોત્સવોની પરંપરા ચલાવે, અનેક નાગરિક લોકો તેની પાસે આવીને ઉત્તમ પ્રકારનાં નૃત્યો અને બીજી કળાઓ ભાવભક્તિથી વ્યકત કરે. મનોહર વીણા, મૃદંગ પટ વગેરે સુખકર વાજિંત્રો વાગી રહ્યાં હોય, હોંશે હોંશે અહપૂર્વિકાઓ વડે અનેક વિવેકીજનો વસ્ત્ર વગેરે બીજી અનેક ભેટોથી અનેક પ્રકારનાં સત્કાર-સન્માનં, વંદન ગુણસ્તુતિ કરી રહ્યાં હોય, ગીતાર્થ પદવીધર મહા આચાર્ય મહારાજ વગેરે તેની આગળ સિદ્ધાંત શ્રવણ કરાવતા હોય, અનેક ગુણવાન અને ધાર્મિક સાધર્મિક પુરુષોથી ગુણોની વારંવાર અનુમોદના કરાતી હોય.
આ બધું જોઈને મનમાં એમ થઈ આવે કે “ઠીક છે, આ લાભ સારો છે. ઠીક પડે છે. થોડો વખત વધારે જિવાય તો સારું.” આવી ઈચ્છા થઈ આવે. તે જીવિત આશંસા પ્રયોગ ગણાય છે.
૪. એ જ પ્રમાણે ઊલટી રીતે એવા જ કોઈ ક્ષેત્રમાં અણશણ કરેલું હોય, અને કોઈ સત્કાર વગેરે ન કરતા હોય, ત્યારે મનમાં વિચાર આવે કે “હવે કયારે મરણ આવે. આ તપ નથી થઈ શકતું.” તે મરણ આશંસા પ્રયોગ.
૫. શબ્દ અને રૂપ કામ પણ કહેવાય છે, અને ગંધ, રસ અને સ્પર્શ ભોગ પણ કહેવાય છે. તેની “આ તપથી કરીને મને રૂપ સૌભાગ્ય વગેરે મળે તો સારું એવી ઈચ્છા રાખવી તે કામભોગ આશંસા પ્રયોગ કહેવાય છે.
જોકે– આવી આશંસાઓ સર્વ વ્રતોમાં વર્જવાની છે. એટલે અહીં સંલેખના વ્રતમાં એ ગણાવેલ છે, તે ઉપલક્ષણ રૂપ સમજવું, આશંસા કરવાથી ઉત્કૃષ્ટ ઘર્મનો આરાધક પણ હીન-ઓછું ફળ પામે છે. આશંસારૂપ છે મૂલ્ય ધર્મરૂપ ચિંતામણિ રત્ન વેચી નાંખે છે. માટે જ નિયાણાનો શાસ્ત્રકારોએ સર્વથા નિષેધ કરેલો છે. નવનિયાણા, અહીં પ્રસંગે સમજવા જેવા હોવાથી જણાવીએ છીએ.
રાજાપણું, શેઠપણું, સ્ત્રીપણું, પુરુષપણું, પરસ્પર પ્રવિચારી દેવો કે દેવીપણું, અપ્રવિચારી દેવપણું, દરિદ્રપણું, શ્રાવકપણું, એ નવની આશંસા રાખવી. તે નવ પ્રકારના નિયાણા છે. ઘણા તપને પરિણામે પણ તેટલાં જ ફળો મળે છે, સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે ફળ મળતાં અટકી જાય છે. અને ઘણે ભાગે નરકાદિ દુઃખના ભાગી થવાય છે. તપસ્વી મુનિ વગેરેને શ્રાવકપણાની સ્પષ્ટ નિયાણા રૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org