SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૧૯૭ આ તરફ હિંદમાંના ઉપરના વિચારવાળા વર્ગને ટેકો મળે કે-“જુઓ, સ્ત્રીઓની પવિત્રતા માટે ઈંગ્લેંડ પણ કેવું લક્ષ્ય આપે છે ?'' પરંતુ બીજી બાજુ સુધારક વર્ગ સ્ત્રીઓની પવિત્રતા તરફ ધ્યાન ન આપતાં, એકપક્ષી પ્રેમને જ વધારે મહત્ત્વ આપવાનો તેને એવો જ ભાસ થશે કે,–“પ્રેમ ખાતર આખા સામ્રાજ્યનો ત્યાગ કર્યો. માટે રાજાનો પ્રેમ આદર્શ છે. પ્રેમ આગળ રાજ્યનો શો હિસાબ ?” તેથી આવા મહત્ત્વના બનાવથી તે વર્ગમાં વેગ આવે, ને છૂટાછેડા વગેરે તત્ત્વો ફેલાવી સ્ત્રીઓને ગમે તેવી છૂટ આપવા દોરવાઈ સ્ત્રીસ્વાતંત્ર્યને નામે પ્રજાને ઉશ્કેરીને સ્ત્રીવર્ગને ભવિષ્યમાં શિથિલ ચારિત્ર્યવાળો કરી શકે, કોઈ કોઈ રાજામહારાજાઓના કુમારો કે પૈસાદારોનાં સંતાનો વગેરે દેશપરદેશના હલકા કુળનાઓ સાથે પરણે, ને પોતાના વારસાની પરવા ન કરતાં તેને જતાં કરે, એટલે તેવી સત્તા અને મિલકતો પરથી તેઓનો કાબૂ ઘટે અને બીજી સત્તાનો વધે. જો કે ઉચ્ચ કોમોમાં પણ અમુક વર્ગ મકકમ થાય, પોતાના વર્ગમાં મજબૂતી કરે. ત્યારે આવા ગાદીત્યાગ જેવા પ્રસંગથી વધારે બળમાં આવેલા સુધારક વર્ગો પોતપોતાની જ્ઞાતિમાં વિધવાવિવાહ, છૂટાછેડા વગેરે વાતોનો ખૂબ જોરથી પ્રચાર કરે. રાજ્યના કાયદા, કૉંગ્રેસના તેવા નેતાઓ, વર્તમાનપત્રો વગેરેથી પણ ઘણો પ્રચાર થાય, લાંબે વખતે અહીંનો સંસ્કારી છતાં સ્ત્રી-વર્ગ, પ્રથમ ધીમે ધીમે અને પછી એકદમ બગડે, એ સહજ છે. અને જે ન બગડે તે નિંદાય –“રૂઢિચુસ્ત, પરતંત્ર, ગુલામડીઓ, પામર, ધર્મઘેલીઓ” વગેરે નિંદાના શબ્દો તેને માટે પ્રચલિત છે જ. આમ થતાં સેંકડો વર્ષે સારો સ્ત્રીવર્ગ કદાચ અહીં જૂજ રહે, અને તે દેશોમાં અપુનર્લગ્ન કરનારો વર્ગ વધી જાય, ત્યારે તે વખતે સમગ્ર સ્ત્રીમંડળમાં યુરોપનો સ્ત્રીવર્ગ આગળ આવી જાય. જો કે, પવિત્ર આર્ય કુટુંબોમાં આજે પણ એવું છે કે, લાખો પેઢીમાં પણ કોઈ પણ સ્ત્રી માટે કંઈ પણ કહેવાનો પ્રસંગ બન્યો જ ન હોય. ત્યારે યુરોપમાં એવું શુદ્ધ તત્ત્વ મળવું મુશ્કેલ છે. પણ વખત જતાં અહીંનો સ્ત્રીવર્ગ સંયમમાં નબળો, પડતો જાય, ત્યારે એક વખત એ પ્રશ્ન બન્ને માટે સરખો થઈ જાય, ને પછી સંસ્કાર લાગવગ, શિક્ષણ, અયોગ્ય તત્ત્વોના નાશથી યુરોપનો સ્ત્રીવર્ગ અહીંના સ્ત્રીવર્ગથી અત્રે વધતા જતા વિરુદ્ધ સંજોગોને લીધે ભવિષ્યમાં સરસાઈ ભોગવી શકે. આજે જગના સ્ત્રીમંડળમાં સ્ત્રીઓની યોગ્યતામાં ભારતની સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ પવિત્ર હોવાથી આગળ છે. અને યુરોપની કોઈ પવિત્ર સ્ત્રી હરીફાઈ કરવા આવે, તો તે કદાચ પોતે પવિત્ર હોય, પરંતુ તેની પેઢીમાં મા-માશી કે ફઈમાં કંઈક છૂટાછેડા ને ઘણીઓએ પુનર્લગ્ન કર્યા હોય, ત્યારે અહીં જ ઉચ્ચ કોમની સ્ત્રીવર્ગમાં લાખો પેઢીથી પવિત્રતા જ ચાલી આવી હોય એવાં ઘણાં ઉચ્ચ કુટુંબો આજે પણ વિદ્યમાન છે. એટલે ભારતની સ્ત્રી જાતિ પોતાનું સ્વમાન ટકાવી શકે તેમ છે. પણ ભવિષ્યમાં સો વર્ષો પછી હાલમાં ચાલેલા સ્ત્રીસ્વાતંત્ર્યના નામ નીચે સ્ત્રીઓને બગાડવાના પ્રયોગો અને યુરોપમાં સુધારવાના પ્રયોગોથી-એ સ્વમાન ભારતની આર્ય સ્ત્રીઓને ભારે પડે, લાખો પેઢીમાં પવિત્રતા ઊતરી આવવા છતાં તે વખતે પોતાના સમયની સ્ત્રીઓને જોઈને તેને નીચું જેવું પડે, અને ગોરી પ્રજાની સ્ત્રીઓ સામી છાતીએ ચાલી શકે. આમ પોતાની પ્રજાને જ ફાયદો. આવા ફાયદા ખાતર રાજા એડવર્ડ પ્રજાના ભલા માટે ગમે તે પગલું ભરવાને કેમ તૈયાર ન થાય ? વળી આવા બનાવો સાધારણ માણસના પ્રસંગથી બને તો તેની અસર જાહેરમાં બરાબર ન થાય, પરંતુ આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy