________________
૧૭૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
જવું. સુકાયા પછી ત્યાં ખેતી સારી થાય, તથા મચ્છી માટેનો ધંધો સારો ચાલે, તેમજ સમુદ્રકિનારેથી માછલાં પકડાવી તેની સુકવણી વગેરે કરી પરદેશે વેચવા સ્ટીમરો ભરી મોકલવી. મીઠાના અગર પકવવા માટે તેવા સરોવરો સૂકવવા વગેરેનો આમાં સમાવેશ થાય છે.
૫. અસતી પોષણ : ધંધા ખાતર-દાસીઓ, નપુંસકો, વેશ્યાઓને પાળવા; પોપટ, મેના, તેતર, વાંદરા, રીંછ, બકરા, ઘેટાં, ઊંટ, ઘોડા, બિલાડા, કૂતરા, કૂકડા, સુવર, આખલા, વગેરે પાળી તેમને લડાવી, થતા મૈથુન કર્મથી પ્રજા ઉત્પન્ન કરી વેચી ધંધો ચલાવવો, સરકસો માટે પશુઓ કેળવવાં, પશુઓથી સરકસો, મદારીના ખેલો ચલાવવા; આ સર્વ અસતીપોષ છે. ગૌડદેશ વગેરેમાં છોકરીઓ વેચાતી રાખી તેમની પાસે વેશ્યાનો ધંધો કરાવી આજીવિકા ચલાવે છે. વગેરે અસતીપોષણ છે.
આ પંદર કર્માદાનો નિંદ્ય તેમજ અધિક પાપકારી હોવાથી આચરવા યોગ્ય નથી.
અંગારકર્મથી છએય કાયના જીવોનો વધ થાય છે. વનકર્મથી વનસ્પતિકાય તથા તેને આશ્રયે રહેલા ત્રસ જીવોની હિંસા થાય છે. શકટ અને ભાટક કર્મથી પણ માર્ગ વગેરેમાં તેમજ પશુઓને દુઃખનું કારણ હોવાથી હિંસા થાય છે. સ્ફોટ કર્મમાં પણ ત્રસાદિ છવોની મોટી હિંસાઓ છે.
હાથીદાંત વગેરેના વેપાર કરનારાઓને ઘણા દોષ લાગે છે, કારણ કે તેમાં વિશેષ લાભ જોઈને ભિલ્લો વગેરે હાથી વગેરેને ખાસ મારીને લોભને વશ થઈને માલ વધારે ઉત્પન્ન કરે છે. લાખમાં ઘણા ત્રસ જીવો હોય છે. ધાવડી વગેરેના ફળફૂલ દારૂમાં ઉપયોગી છે, અને તેના ચૂર્ણમાંથી કરમિયા ઉત્પન્ન થાય છે. મણશીલ તથા હડતાળ વગેરે ઝેરી હોવાથી બાહ્ય જંતુઓનો ઘાત કરનાર છે. પટવાસ (અત્તર) વગેરેમાં ત્રસ જીવો હણાય છે. ટંકણખાર, સાબુ, બાહ્ય જીવોના વિનાશના નિમિત્તભૂત થાય છે. હાલના ઘણા સાબુ ચરબીમાંથી બને છે. તેમજ તેની મોટી મોટી ભઠ્ઠીઓ થાય છે. રસવાણિજ્યમાં તો મધ-માંસ વગેરે જંતુઘાતથી ઉત્પન્ન થાય છે અને તેમાં પણ જંતુઓ ઉત્પન્ન થાય છે. દૂધ-ઘી વગેરેમાં સંપાતિમ જીવોની વિરાધના થાય છે. બે દિવસ ઉપરાંતનાં દહીં વગેરે અભક્ષ્ય થાય છે. શરીરના સડેલા ભાગ ઔષધોથી સુધરી શકે છે, તેનાથી સુધારી લેવું જોઈએ. કાપ્યા પછી તો એ ભાગ સદાને માટે નાશ પામે છે. સ્ત્રીઓના ગર્ભાશય કાપવા-ઑપરેશનો કરવાં એ પણ વાજબી નથી. કોઈ પણ રોગ શરીરમાં ઉત્પન્ન થયેલી વિક્રિયાથી ઉત્પન્ન થાય છે. તે વિક્રિયા મટાડવાથી એ રોગ મટી જાય છે. પરંતુ તે જ્ઞાનને અભાવે તુરત તે ભાગ કાપી નાંખવામાં આવે છે, એ યોગ્ય નથી. રોગનાં કારણો શરીરમાં રહેવાથી ફરી એક કે બીજા સ્વરૂપમાં બીજો રોગ થાય છે. એક માણસના પોતાના બન્ને હાથ પણ સરખા નથી. એનાટોમીમાં આપેલાં વર્ણનો અપૂર્ણ અને પૂલ છે. લોહી કે માંસ બગડે તો તેનું ઑપરેશન કેમ થાય? માટે તેને સુધારતાં આવડવું જોઈએ. હાડવૈદ્યોનો ધંધો કરનારાઓએ હાલના વિજ્ઞાનની મદદથી આ શાખા ખીલવીને ધંધા માટે પ્રતિષ્ઠા ખાતર મોટું સ્વરૂપ આપ્યું છે. કુદરતે ઉત્પન્ન કરેલાં અંગો ઉત્પન્ન કરવાની માણસની શક્તિ નથી. એટલે વગર વિચાર્યું તરત જ કાપી નાંખવામાં ડહાપણ નથી. સારા વૈદ્ય ડૉકટરો તેમ કરતા નથી. અલબત્ત, કોઈ અનિવાર્ય સંજોગોમાં જે કે વાઢકાપ વૈદ્યકશાસ્ત્રનું અંગ છે. પણ તેનો વ્યાપક પ્રચાર ભયંકર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org