________________
૧૭૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
કરવાના કામ સાથે સંબંધ રાખતા ધંધા કરી આજીવિકા ચલાવવી. મકાનો, શાલીઓ બનાવરાવી ભાડાં ઉત્પન્ન કરવાં.
૫. સ્ફોટકર્મ: ધાન્ય દળાવવાં, દાળો બનાવરાવવી, મેંદો, સોજી, વગેરે તૈયાર કરાવવા. દળવાની ઘંટીથી આજીવિકા ચલાવવી. ચોખા ખંડાવવા, સોના, રૂપા, હીરા, કોલસા, પથ્થર, માટી, ક્ષાર, વગેરેની ખાણો ખોદવી ખોદાવવી, જમીનો ખોદવી, હળ ખેડવા, પથ્થર ઘડવા, વગેરે સ્ફોટક કર્મ કહેવાય છે. કેરોસીનના કૂવા કરાવવા, પાણીના કૂવા ગળાવવા, સરોવર, તળાવ, વાવો ખોદાવવાં, બંદરો, નહેરો, સડકો, ખાઈઓ, બોરીંગો વગેરે કરવા કરાવવાનો આમાં સમાવેશ થાય છે.
પાંચ વેપાર ૧. દાંતનો વેપાર : હાથીદાંત, ઘુવડના નખ, કોશેટાના રેશમ, હંસાદિ પક્ષીઓનાં પીંછાં, ચામડાં, ચમરીના પૂંછડાના વાળ, શીંગડાં, શંખ, છીપ, કોડીઓ, મોતી, કસ્તુરી, ગોરોચંદન, અંબર, શાબરશિંગ, હરણશિંગ, વગેરે જીવોનાં અંગોના વેપારનો આમાં સમાવેશ થાય છે.
૨. લાખનો વેપાર : લાખ, ધાવડી, ગળી, મણસીળ, હડતાલ, ગુંદર, વજલેપ, અત્તર, ભાંગ, ગાંજો, ચડસ, ચા, તમાકુ, બીડી, સિગારેટ, અફીણ, કૉફી, સાબુ, ટંકણખાર, ફોડવાના દારૂ, પોટાશ, બૉબ ગોળા વગેરેનો આમાં સમાવેશ થાય છે.
૩. રસનો વેપાર : મધ, માંસ, માખણ, દારૂ, આસવો, દૂધ, ઘી, તેલ, દહીં, સ્પીરીટ, ખારો, તેજાબ, મુરબ્બા, અથાણાં, ફીનાઈલ વગેરેનો આમાં સમાવેશ થાય છે.
૪, કેશવાણિજ્ય : વાળનો વેપાર, ઘેટાની ઊન, બકરાના વાળ, ચમરીના વાળ, ઊંટના વાળ, બીજાં એવાં પશુઓના રૂંવાટા વગેરે જેમાંથી દોરડાં, કપડાં વગેરે થાય, તેવાઓ સંબંધી ધંધો. અથવા દાસ દાસી વગેરે મનુષ્યો અને ગાય ઘોડા વગેરે પશુઓનો વેપાર.
૫. ઝેરનો વેપાર : ઝેર-સોમલ વગેરે ખનિજ, વિષ, સર્પ વગેરેના પ્રાણીજન્ય વિષ, વચ્છનાગ વગેરે વનસ્પતિ વિષ. સોમલ, ઝેરી દવાઓ, કલોરોફોર્મ, ઝેરી ગ્યાસો તથા ઓછીવધતી અસર ઉત્પન્ન કરનારથી માંડીને કાતિલ ઝેર સુધીના અનેક જાતના હળાહળ વગેરે દુનિયામાં ઝેરો થાય છે. ઈંજેક્ષનો વગેરે પણ ઝેરોમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. હડકાયા કૂતરાની લાળમાંથી હડકાયા કૂતરાનું ઇંજેક્ષન થાય છે. કૉલેરાની ઊલટીમાંથી, પ્લેગની રસીમાંથી સર્પના ઝેરમાંથી તે તે ઇંજેક્ષનો બનાવવામાં આવે છે. ત્યારે ઘણા જીવો રિબાય છે. દાખલા તરીકે, એ ઝેરી લાળ વગેરે ખોરાક સાથે વાંદરા વગેરેને ખવડાવે છે. પછી તેઓનું લોહી યંત્રથી ખેંચી લે છે, ને તેમાંથી પૃથકકરણ કરીને દવા બનાવે છે. પછી તેઓને હષ્ટપુષ્ટ કરીને ખવડાવે છે, ને લોહી ખેંચી તેમાંથી દવા બનાવે છે. આમ તેની બનાવટમાં પણ ઘણા જીવો રિબાય છે, વસ્તુત: એ એક જાતના ઝેરો જ છે. કાચાં ઈંજેક્ષનો હોય છે, તો ઊલટી અસર કરીને ઝેર ચડી જાય છે, અને માણસો મરવાના પણ દાખલા બને છે. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org