________________
પંચ પ્રતિક્ષણસૂત્ર
૧૭૩
'અંગાલી વણસાડી, 'ભાડી ફોડી "સુવર્જએ કર્મો
વાણિજ્જચવ “દંત, લફખ-રસ-કેસ-વિસ-વિસયારા "એવું ખજંત-પિલ્લણ-કર્મો 'નિત્યંછાણં ચ દવ-દાણા
સર-દહ-તલાય-સોસ, અસઈ-પોસંધ ‘વજિજા તારા "અંગારા, વન, ગાડાં, 'ભાઠાં અને "ફોડવા-ફાડવાનાં કર્મોનો અને “દાંત, લાખ, રસ, વાળ, ઝેર સંબંધી “વપારનો તદ્દન ત્યાગ કરવો. ૨૨
"એમ જ યંત્ર, પિલ્લણકર્મ, 'નિર્લંછન [કર્મ), 'દવ દેવા, સરોવર, કુંડો, તળાવો સૂકવવા અને અસતી પાળવા-પોષવાનો ત્યાગ કરવો. ૨૩
વિશેષાર્થ:- આ પંદર કર્માદાનના ધંધાઓ ઉપલક્ષણથી ગણાવ્યા છે. તેના પેટામાં તેવી જાતના અનેક ધંધાઓનો સમાવેશ થાય છે :
પાંચ કામો
૧. અંગાર કર્મ : લાકડાં સળગાવરાવી કોલસા પાડવા-પડાવવા, નળિયાં તેમજ ઈંટો પકવવી, નિભાડા સળગાવવા, સોની, લુહાર, વગેરેના ભઠ્ઠીના ધંધાઓનો આમાં સમાવેશ થાય છે.
એન્જિનમાં કોલસા પૂરવા, એન્જિનો ચલાવવા, કોલસાના કૌંટ્રાકટર રાખવા, મિલોના બોયલરો ચલાવવા, વગેરેનો આમાં સમાવેશ થાય છે. ઘાસલેટ, પેટ્રોલ, ઇલેકિટ્રક, છાણાં, બાળવાના લાકડાની લાટીઓ વગેરે વગેરે ઉત્પન્ન કરવા વેચવા અથવા તેનો વપરાશ કરીને આજીવિકા ચલાવવાની હોય, તે દરેકનો આ કર્માદાનમાં સમાવેશ થાય છે.
૨. વન કર્મ : જંગલો કપાવવાં, જંગલને લગતી ચીજો, ઝાડ, લાકડાં, ફળો, ફૂલો, કાંદા, મૂળિયાં, દાતણ, વગેરેની સોટીઓ-કાપી કપાવી વેચવા, તેના કાઁટ્રાકટ રાખવા. જંગલો ઉત્પન્ન કરવાં કરાવવા, બગીચા વાડીઓ કરી આજીવિકા ચલાવવાના ધંધાઓનો આમાં સમાવેશ થાય છે. અનાજ દળવા દળાવવાના ધંધાને પણ યોગ શાસ્ત્રમાં વનકર્મ ગણેલ છે.
૩. શકટ કર્મ : ગાડી, ગાડીઓ, ઘોડાગાડી, સીગરામ, ટ્રામ, મોટર, રેલવે, વિમાન વગેરે વાહનો તથા યંત્રો અને તેનાં અંગો વગેરે બનાવવાં બનાવરાવવાં વેચવા વગેરેથી આજીવિકા ચલાવવી, યાંત્રિક વાહનોનો ઉપયોગ કરવાથી પશુવાહનો કતલખાને જવા સંભવ છે. એટલે યાંત્રિક વાહનોમાં અત્યંત હિંસા છે.
૪. ભાડાકર્મ : ગાડાં ગાડી, મોટર, સાઈકલ, ઘોડા, ઊંટ, મોટર, મોટરલોરીઓ, બત્તીઓ, રિક્ષા, પાડા, ખચ્ચર, પોઠિયા, બળદ, એરોપ્લેન, વહાણ, સ્ટીમર, વિમાન વગેરે મારફત ભાડાં ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org