________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૧૭૧
આ બાબતનો પ્રયોગ જેમણે કરી જોયો હોય, તેઓએ કોલસા ઉપર લોઢીમાં કરેલા રોટલારોટલી ખાઈ જોવા અને બીજે દિવસે ઉપર જણાવેલી વિધિ પ્રમાણે કરીને ખાઈ જોવું. આકાશ અને પાતાળ જેટલું અંતર જણાશે. ખીચડી અરધી ચૂલા ઉપર ચડવા દઈ, અરધી ભાઠા ઉપર ચડવા દઈ, અને પછી કેવળ ગરમ રાખ ઉપર રહેવા દઈ કુલ બે કલાક સુધી રીતસર પાક થવા દેવાથી તેનો સ્વાદ, સુગંધ, વગેરે ફેરવાઈ જશે. એ જ પ્રમાણે શાકોને અરધા પાકયા પછી ધીમી ગરમી ઉપર મૂકવાથી આખું રસોડું તેની સુગંધથી મઘમઘાટ થઈ રહેશે. એ રીતે કરેલા બાજરીના રોટલા કોઈ જુદી જ મીઠાશ આપશે.
આ આપણો નિત્યના ખોરાકનો પાક-વિધિ થોડાં વર્ષો પૂર્વેનો જ હતો. તેને બદલે સગડી, કોલસા-ઘાસલેટ, ઇલેક્ટ્રિક, લોઢી, પીત્તળકે એલ્યુમિનિયમનાં વાસણો, સંચેથી દળાવેલા આટા વગેરેનો ઉપયોગ, તેમજ યોગ્ય પાક વિધિ નવો સ્ત્રી વર્ગ ભૂલતો જાય છે, હોટેલો વગેરેમાંના ખોરાકો, એ વગેરે ઉપરથી હાલની આપણી ખોરાક વિધિ કેટલી નીચી પાયરીએ જઈ પહોંચી છે, તે વિચારી જેવા જેવું છે કે-આથી આરોગ્ય કેમ ન બગડે? રોગો અને રોગીઓની સંખ્યા કેમ ને વધે?
હાલમાં-મકાનધણી છાણા કે લાકડા બાળવા ન આપે, શહેરી જીવન, ઝટ રાંધીને નવરા થવાની વૃતિ, સ્ત્રી વર્ગમાં લગભગ આવતો જતો કંટાળો : આ બધી સ્થિતિમાં લગભગ આપણે કાચો જ આહાર લઈએ છીએ. ઢોકળાં, ઢોકળી, પાપડ, પૂરી, ઢેબરાં વગેરે વરાળથી પાકતાં કે શેકાતાં સામાન્ય રીતે અર્ધ કાચાં જ ગણાય છે.
મકાનધણી કદાચ છાણાં લાકડાં વાપરવાની છૂટ આપે, તો પણ “છાણ ખાતર માટે ઉપયોગી હોવાથી તેને લોકો બાળી નાંખે છે, માટે તે કાયદો કરીને અટકાવવું. એટલે લોકો કોલસા-ઘાસલેટ કે ઇલેકિટ્રક વાપરે” એવો આદર્શ થતો જાય છે. આ સ્થિતિમાં યોગ્ય વિટામિન જળવાઈ રહે તેવો ખોરાક પ્રજાને સસ્તામાં મળી જ શી રીતે શકે? વળી પ્રવૃત્તિપ્રધાન પ્રજાને તે રીતે પકાવવાનો વખત જ કયાં રહેવાનો ? હોટલો અને વીશીઓની સંખ્યામાં વધારો થયે જાય છે, ત્યાં સસ્તા અને યોગ્ય ખાનપાનની આશા શી રાખવી ?
તેવી સ્થિતિમાં લોકલ બોર્ડના ઉપર જણાવેલાં પત્રકો શરૂઆતમાં લોકોને આકર્ષક લાગશે. પણ પરિણામે ચાલુ ખોરાકમાંથી જીવનતત્વ પોષક તત્વો ન મળવાથી આખરે લોકલબોર્ડ ફેરફાર કરશે, તે તરફ પ્રજા દોરવાઈ જશે, અને પરદેશથી બિસ્કિટ વગેરે તથા તૈયાર થઈને આવતા બીજા ખોરાકોના ડબ્બાઓ વપરાશમાં કેમ નહીં આવી જાય ? તેમજ ડૉકટરો વગેરે જુદા જુદા ખોરાકોની રોગીઓને ભલામણો કરીને ટેવ પાડશે તે જુદી. દેશી કે પરદેશી બિસ્કિટ સાથે સંબંધ નથી પણ ખોરાકની ખરી સ્થિતિ ફેરવાઈ આ દેશના લોકોને નુકસાનકારક ખોટી દાખલ થાય, તે સામે વાંધો છે.
માટે આપણી પ્રાચીન આહારપાક વિધિ સર્વોત્તમ અને જીવનતત્ત્વ પોષક છે. તેમાં સંશયને અવકાશ નથી. જેમ બને તેમ તે ટકાવી રાખવામાં આપણું શ્રેય છે.
કેટલાક મગફળી, પલાળેલાં ઘઉં તથા ચણાની દાળ, કાચાં શાક વગેરે ખાય છે. તે પણ ઠીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org