________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
લે છે. પ્રાણીઓના શરીરમાંથી કાઢેલાં રસો અને તત્ત્વોની તથા કેફથી ભરેલી વિલાયતી ઉગ્ર દવાઓ લે છે. એ સર્વ વસ્તુઓ સરવાળે આદર્શ આરોગ્યથી આપણને કેટલા નીચે ઉતારી પાડે, એ સ્પષ્ટ સમજાય તેમ છે.
૧૭૦
જેમ બને તેમ કઠણ અને થોડી સંખ્યામાં દ્રવ્યો પ્રમાણસર અને વખતસર ખાવામાં આવે, તો તે આરોગ્યને ફાયદાકારક થાય છે. આ નિયમ આરોગ્યશાસ્ત્રને સમ્મત છે.
વૈદ્યકશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર બન્નેય એક બાબતમાં એકસરખી રીતે સમ્મત જણાય છે કે, ખાવા લાયક પદાર્થો અપક્ષ કે દુષ્પ તો ખાવા ન જોઈએ.
વૈદ્યક શાસ્ત્રની દૃષ્ટિથી અર્જીણ કરે છે, અને તે પણ પરંપરાએ ધર્મમાં વ્યાઘાતક થાય છે, એટલે ધર્મશાસ્ત્રની દૃષ્ટિથી પણ અજીર્ણ થવા ન દેવું જોઇએ, અને સચિત્ત તથા મિશ્ર ખવાયાથી વ્રતભંગ તથા હિંસાદિ દોષ તો લાગે જ છે, માટે અપક્ષ કે દુષ્પવ ચીજો ખાવી ન જોઈએ. નીŌ મોખનમ્ એ માર્ગાનુસારીનો એક નિયમ છે.
કઈ ચીજ કેમ પકવવી ? કયારે સુપવ ગણાય ? કોને દુષ્પવ ગણાવી ? તેને માટે વસ્તુઓવાર ઘણું વિવેચન થાય તેમ છે, અને તેનો એક ગ્રંથ થાય, પરંતુ અહીં તો માત્ર દિશાસૂચન કરીને તે વિષય સમાપ્ત કરીશું. હાલના સમયમાં વિટામીનની ચર્ચાથી શકિત અને આરોગ્યપ્રદ આહારની ચર્ચા થઇ રહી છે. તેથી જુદાં જુદાં માણસો જનસમાજને આહારની બાબતમાં જુદાં જુદાં લિસ્ટો બતાવીને ભલામણો કરી રહેલ છે. હમણાં જ અમદાવાદની લોકલ બોર્ડ તરફ્થી એક પત્રક બહાર પડ્યું છે. તેમાં કયા આહારમાં કેટલું અને કઈ જાતનું વિટામીન (જીવનતત્ત્વ) છે ? તેનું લિસ્ટ આપવામાં આવ્યું છે. અને દરેક ઘેર એ પત્રક ચોડવાની ભલામણ કરી છે, તેમાંથી દારૂ વગેરે માદક પદાર્થો તથા માંસાહારને જો કે બાદ કરેલ છે, પરંતુ વખત જતાં ભક્ષ્યાભક્ષ્યનો ધાર્મિક વિવેક ભૂલેલી હોય તેવી પ્રજા, આ લિસ્ટમાં અમુક કોઈ માંસનાં તત્ત્વોને ખૂબ જીવનતત્ત્વ પોષક તરીકે ભવિષ્યમાં દાખલ કરી દે, તો તે તરફ દોરવાઈ જાય એવો સંભવ માની શકાય.
એ પત્રક ઉપર ઉપરથી પ્રજાના આરોગ્યની ચિંતામાંથી ઉત્પન્ન થયું હોય, તેમ દેખાય છે, પણ પ્રજાના આહારની જે રીતે ખરાબી થઈ છે તેનાં કારણો તો ચાલુ જ છે, અને તેમાં વધારો થતો જાય છે, તેના તરફ લોકલ બોર્ડે ધ્યાન ન આપતાં પ્રજાને અવળે રસ્તે દોરવવાનો પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે
આદર્શ-પક્વ આહાર - છાણાના માપસરના અગ્નિ ઉપર માટીનાં વાસણોમાં યુક્તિ યુકત ગરમીથી પકવેલા આહાર આદર્શ સુપક્વ આહાર થાય છે. તેમાં એક જાતની સુગંધ આવે છે. નવીન જાતની મીઠાશ ઉત્પન્ન થાય છે, રુચિપૂર્વક ખાવાનું મન થાય છે. યોગ્ય પ્રમાણમાં ખાઈ શકાય છે, અને તે ખોરાકની રસ રુધિરાદિપણે પરિણતિ ઝપાટાબંધ ને ઘણી સારી રીતે થાય છે. શરીરમાં આહ્લાદ, શાંતિ તથા તૃપ્તિ તરત જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org