________________
૧૬૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
ચલિત થાય અને કેવા સંજોગોમાં અને ક્યારે ન થાય, તે માટે ચીજ વાર જૈન શાસ્ત્રોમાં અને જૈન કુટુંબોમાં રિવાજથી રૂઢ થયેલ ધોરણો પૂર્વાપરથી ચાલ્યા આવતા હોય છે. તે વિગતવાર સમજી લેવા જોઈએ. અહીં ચલિતરસ શબ્દ એટલા માટે મૂકયો છે કે ખાવાની વસ્તુમાં પ રસનું પ્રાધાન્ય હોવાથી તેની મુખ્યતાએ નામ આપ્યું છે, પરંતુ વર્ણ, ગંધ, સ્પર્શ પણ મલિન હોય, તો તેની ભસ્યાભશ્યતા પણ વિચારવી જોઈએ. બે દિવસ પછીના દહીંમાં મસાના કૃમિની આકૃતિનાં સૂક્ષ્મ જંતુઓ થાય છે, એમ શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ શ્રી દશવૈકાલિકસૂત્રની ટીકામાં કહ્યું છે, તેમ જ અનેક પ્રાચીન આચાર્યોએ પણ એ વાત કહી છે, તેમ જ શોભન મુનિએ પોતાના ભાઈ ધનપાળ પંડિતને અળતાના પૂમડાથી બે દિવસના દહીંમાં જંતુઓ બતાવી પ્રતિબોધ આપી જૈન બનાવ્યા હતા. માટે ચલિત રસ વિષે વિગતવાર સમજીને તે અભક્ષ્ય ગણી તેનો ત્યાગ કરવો. ભાત છાશમાં બોળેલ હોય તો બીજે દિવસે કામ આવે, છાશમાં કરેલાં વડાં બીજે દિવસે કામ લાગે, કીટી કરેલો માવો બીજા દિવસોમાં પણ કામ લાગે. રોટલા, રોટલી, પૂરી, ભાખરી, બીજે દિવસે વાશી, પણ બરાબર કડક કરવામાં આવેલ હોય, તો વાશી ગણાય નહીં, ખાખરા ઘરા દિવસ સુધી અપર્યાષિત ગણાય છે, વગેરે, રિવાજથી પણ સમજવું.
અભણ્યના ભક્ષણનો નિષેધ દરેક ધર્મવાળાઓને કરવો પડે છે. આરોગ્ય દષ્ટિથી, ધર્મદષ્ટિથી, સંયમની દૃષ્ટિથી એમ અનેક રીતે જૈનશાસ્ત્રકારોએ નિષેધ બતાવ્યા છે. ભક્ષણ કરવાને અયોગ્ય વસ્તુનું ભક્ષણ ન કરવું એ તો લૌકિક લોકોત્તર ઉભય શિષ્ટ સમ્મત છે, અને સર્વમાન્ય છે. અલબત્ત, કોઈને મતે કોઈ ચીજ ભણ્ય અને કોઈને મતે કોઈ ચીજ અશક્ય, એમ મતભેદો હશે, પરંતુ ઉપર જણાવેલા બાવીસ અભક્ષ્યો એક સંપૂર્ણ વ્યવસ્થિત સંગ્રહ છે.
બત્રીશ અનંતકાય
નીચે ગણાવેલા ૩ર અનંતકાય આર્યદેશમાં પ્રસિદ્ધ છે, તે ગણાવ્યા છે. અનાર્ય દેશ પ્રસિદ્ધ તથા અજાણ્યા પણ ઘણા છે, પરંતુ તે દરેક અહીં ભક્ષ્ય, અભક્ષ્યના વિચારમાં નામથી ન ગણાવી શકાય, તેનું વિશેષ સ્વરૂપ જીવ વિચાર જીવાભિગમ સૂત્ર તથા શ્રીમત્પન્નવાણાજી સૂત્ર વગેરે સૂત્રોથી જાણી શકાય છે.
૧. સર્વ પ્રકારનાં કંદો સૂરણ વગેરે, ૨. વજકંદ, ૩. લીલી હળદર, ૪. લીલું આદું, ૫. લીલો કચૂરો, ૬, શતાવરી, ૭. બિરાલિકા, (ભોં કોળું), ૮. કુંવાર, ૯, થોર, ૧૦. ગળો, ૧૧. લસણ, ૧૨. વાંસ કારેલા, ૧૩. ગાજર, ૧૪. લુણી, ૧૫. પતિની કંદ, ૧૬. ગરમર, ૧૭. કુંપળો, ૧૮. ખરિશુકા (ખરસઈઓ), ૧૯. થેગ, ૨૦. લીલી મોથ, ૨૧. ભમરછાલ, ૨૨. ખિલુડો, ૨૩. અમૃતવેલ, ૨૪. મૂળા, ૨૫. બિલાડીના ટોપ, ૨૬. અંકુરા કઠોળ વગેરેના કોંટા, ૨૭. ટાંકો-વથુલાની ભાજી. (વત્થલા પ્રથમ વારનો અનંતકાય છે. પણ વાઢયા પછી ફરી ઉગેલ હોય તો નહીં) ૨૮. પલંકશાક, ૨૮. શુકરવાલ (જંગલી વેલો છે.), ૨૯. કુણી આંબલી (કચકો ન બંધાયો હોય ત્યાં સુધી), ૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org