________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૬૩
લેવું જ જોઈએ, અંધારું થઈ જાય છતાં શરમથી દીવો કર્યા વિના ઝટપટ ખાઈ લેવામાં આવે છે, તેથી ત્રસાદિની હિંસા થવાનો સંભવ છે, અને ન થાય તો પણ નિયમ ભંગ થાય, માયા મૃષાવાદ સેવાય એ વધારાનો દોષ સારા આરોગ્યવાળાને રાત્રે તૃષા પણ ન લાગે, વિના કારણ તૃષા લાગે તે રોગની નિશાની છે. શુદ્ધ જઠરવાળાને અન્નના પાચનથી છૂટા પડતા રસો પાણીની ગરજ સારે છે.
૧૫. બહુ બીજ : જે પ્રત્યેક વનસ્પતિકાય ફળોમાં પણ ઘણાં બીજ હોય, તેમાં દરેક બીજના દરેક જીવ હોવાથી ઘણી હિંસા થાય, માટે અભક્ષ્ય ગણાય છે. આમાં આવ્યંતર પડ વગરના બીજે હોય, તેને અભક્ષ્ય ગણેલ છે, પણ દાડમ, ટીંડોરા વગેરેના ફળમાં બીજા આત્યંતર પડો હોય છે, માટે તેને અભક્ષ્ય ગણવાનો વ્યવહાર નથી.
૧૬. અનંતકાય : તેના ભક્ષણથી અનંત જીવોની હિંસા થતી હોવાથી તે અભક્ષ્ય ગણાવેલ છે. તે આગળ ઉપર વિગતવાર ગણાવીશું.
૧૭. બોળ અથાણાં : જલેબી વગેરેના વાશી આથા વગેરે, જેમાં ખટાશ ઉત્પન્ન થાય. તેમાં એક જાતના જંતુઓ ઉત્પન્ન થાય છે. લીંબુ, બીલા, કેરી, ગુંદા વગેરેના તમામ પ્રકારના અથાણા ત્રણ દિવસ ઉપરના અભક્ષ્ય ગણાય છે. તેને ત્રણ દિવસ ખરેખરો તડકો આપીને વાપરવાનો રિવાજ છે.
૧૮. ઘોલવડાં: કાચા દહીંથી મેળવેલાં વડાં, અને કાચા દહીંથી મિશ્ર કરેલી દ્વિદળ પણ અભક્ષ્ય છે, તેમાં કેવળી ગમ્ય સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે. “જે પીલવાથી તેલ ન નીકળે, તે દ્વિદળ, અને જેમાં બે ફાડ હોય છતાં જે તેમાંથી તેલ નીકળે તો તે દ્વિદળ ન ગણાય.”
૧૯. વૃતાક : કામવૃત્તિ પોષક અને બહુ નિદ્રા લાવનાર હોવાથી દોષ રૂપ હોવાથી અભક્ષ્ય છે. (તથા બહુ બીજ પણ છે.)
૨૦. અજાણ્યાં ફૂલ ફળ : જેનું નામ કે સ્વરૂપ ન જાણતાં હોઈએ તેવાં ફળ ખાવાથી વ્રત ભંગ થાય, અને જો ઝેરી ફળફૂલ હોય તો તેથી મરણ પણ નીપજે છે. આથી કાંઈ પણ અજાણી ચીજ ખાવામાં કે શરીરની બહાર ઉપયોગ કરવા માટે પણ સાવચેત રહેવું. ખાજવણી (કપિ કચ્છ-કચ) જેવી ચીજને અડવાથી આખા શરીરે ચળ આવે છે. એક વખત અજાણી વનસ્પતિની સોટીનું દાતણ કરવાથી એક માણસનું મોટું સૂજી ગયું અને ઘણું દરદ થયું હતું. દાંત બધા પડી ગયા તેમ પણ બન્યું છે.
૨૧. તુચ્છ ફળ : તુચ્છ ફળ ઉપરથી ફૂલ, પાંદડાં વગેરે દરેક તુચ્છ અભક્ષ્ય સમજવા. તુચ્છ ફળ એટલે જેમાંથી ખવાય ઓછું અને વધારે કાઢી નાંખવું પડે. મહુડા, જાંબુ, બીલાં વગેરે ફળો, કેરડા, અરણિ, સરગવો વગેરેનાં ફૂલો, ચોમાસાંમાં તાંદળજે વગેરે પાંદડાં, અથવા ચોળા, મગ વગેરેની કાચી કૂણી શીંગોમાંથી ખાવું પડે વધારે, તૃપ્તિ ઓછી થાય, અને વિરાધના વધારે થાય.
૨૨. ચલિત રસ : જે ચીજના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ફરી ગયા હોય, તેવી વાસી, પડતર, બગડેલી, બાસ મારતી, ચીજ અભક્ષ્ય છે. તે ખાવાથી રોગાદિકનો ખાસ સંભવ છે. વાસી ભાત, * લાંબા વખતની મીઠાઈ, બે દિવસ ઉપરનું દહીં વગેરે, કઈ ચીજનો કયારે અને કેવા સંજોગોમાં રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org