________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૪૫
ભાવિ પ્રજાને વધતી જવાની. માટે-હાલ મળતું વધારે ધન ભવિષ્યમાં નુકસાનકારક નીવડશે. ઘણાં આર્યસંતાનો ભવિષ્યમાં તદ્દન ધંધારહિત થઈ જશે. આ દષ્ટિથી ઓછી આવકવાળો છતાં જે વંશવારસાનો ધંધો ટકાવી રહેલ હશે, તે પરિણામે આગળ છે, એમ સમજવાનું છે.
ગૃહસ્થ વારસાની મિલકતનું પણ પ્રમાણ નકકી કરી લઈ સ્વોપાર્જિત મિલકતનું પણ પ્રમાણ કરી ગુરુમહારાજ પાસે વ્રત લેવું જોઈએ જેથી આકાશ જેવડી અપરિમિત ઈચ્છાશકિત પર સંયમ આવવાથી આરાધક થવાય છે.
વારસાની મિલકત ન હોય, તો પણ પરિમાણ કરી લેવું. જેમ જેમ લાભ મળતો જાય, તેમ તેમ લોભ વધતો જાય છે. આવો લોભનો સ્વભાવ છે. માટે તેને મર્યાદિત કરી લેવો એ આ વ્રતનું મુખ્ય પરિણામ છે. લોભ સર્વ દોષોનું મૂળ છે, અને તે આ રીતે મર્યાદામાં આવતાં બીજા દોષો પણ મર્યાદામાં આવે છે.
શ્રી ભદ્રબાહુ સ્વામિકૃત દશવૈકાલિક નિર્યુક્તિમાં સામાન્યથી ૬ પ્રકારનો અને તેના ભેદોની અપેક્ષાએ ચોસઠ પ્રકારનો પરિગ્રહ બતાવ્યો છે. તેનું યથાશક્તિ પ્રમાણ કરી લેવું જોઈએ.
છ પ્રકાર : ધાન્ય, રત્ન, સ્થાવર, દ્વિપદ, ચતુષ્પદ, કુ. ધાન્ય : ૨૪ પ્રકારના. રત્ન - ૨૪ પ્રકારના. સ્થાવર - ૩ પ્રકારનું. દ્વિપદ : બે પ્રકારનું. ચતુષ્પદ - ૧૦ પ્રકારનું.
આ ૬૪ પ્રકારનો પરિગ્રહ ગાથામાં બતાવેલા નવ પ્રકારમાં સમાવેશ પામે છે. તે નવ પ્રકાર વિસ્તારથી સમજાવીશું.
ધન : ૧. ગણિમ. ૨. ધરિમ. ૩. મેય, અને ૪. પારિછેદ્ય, નાળિયેર વગેરે ગણતરીથી ગોળ વગેરે તોલથી, ઘી-તેલ વગેરે માપાથી અને કપડાં, લાકડાં વગેરે ગજ વગેરેથી ભરીને, લેવાય દેવાય છે.
ધાન્ય : ૨૪ પ્રકારનાં. ૧૭ પ્રકારનાં, તથા તે તે દેશમાં પ્રસિદ્ધ બીજાં ઘણાં પ્રકારનાં છે. ઘઉં, ચોખા, જુવાર, મજુર, મગ, વાલ, કોદ્રવા, બંટી, કાંગ, ચણા, અડદ, જવ, તુવેર, કળથી, અળસી, સીણો, ચાવલ, સાઠી, ચોળા, અણુક, કાળા ચણા, મઠ, ગોળ ચણા, વટાણા, તલ, બાજરી વગેરે વગેરે.
ક્ષેત્ર : ખેતરો. ૧. કૂવાના પાણીથી જેમાં પકવાય, તે સેતુ ખેતર. ૨. વરસાદથી જેમાં પાકે તે કેતુ ખેતર. અને ૩. બન્નેથી પાકે તે ઉભય ખેતર.
વાસ્તુ : ઘર, ગામ વગેરે ૧. ભોયરું, ૨. મેડીવાળું, ૩. ભોંયરા ઉપર ઘર. એમ ત્રણ પ્રકારનું ઘર હોય છે.
રૂખ - સુવર્ણ: રૂપું અને સોનું, પ્રસિદ્ધ જ છે.
કુખ્ય : સોના રૂપા સિવાયની ધાતુઓનાં વાસણો વગેરે, તથા માટી અને લાકડાં વગેરેના ઘરમાં વપરાતાં રાચરચીલાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org