________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
ત્યાગનું મહાવ્રત હોય છે. પરિગ્રહ એટલે મૂર્છા મમત્વબુદ્ધિ, જો કે કોઈ મુનિમહારાજાઓનાં પુસ્તકો, ઉપકરણો વગેરે ઉપર મમત્વ બુદ્ધિ જોવામાં આવતી હોય, તેટલા ઉપરથી તેઓના મહાવ્રતને વાંધો આવતો નથી. દુનિયામાં જેમ મિલકત અને તેની માલિકી હોય છે, તેવી કોઇ પણ ચીજ કે મિલકતને તેમની માલિકી નથી હોતી, એટલે તેઓનું મહાવ્રત બરાબર સચવાય જ છે.
પુસ્તકો વગેરે ઉપર મમત્વ જોવામાં આવે, તો તેમાં પણ વિચારવાનું છે કે, પુસ્તકો એ મુનિરાજોને ચારિત્ર-આરાધનામાં મોટામાં મોટી સહાયક વસ્તુ છે, તેથી તેઓ તેનો સંગ્રહ કરે, પણ તે મમત્વબુદ્ધિ ન ગણાય. એ ગણાય છે સંઘની વસ્તુ પોતે જ વાંચે, બીજાને ન આપે, શિષ્યાદિકને માત્ર આપે, એ વગેરે સંઘની વસ્તુનો ઉપયોગ કોને કરવા આપવો કે ન આપવો ? તે લાભાલાભની દૃષ્ટિથી વિચારવાનું તેઓને છે. બરાબર સાચવવા, આશાતના થવા ન દેવી, અયોગ્યના હાથમાં ન જાય, પોતે કરેલું ટિપ્પણ સુધારાવધારા વગેરેની પોતાને જરૂર પડે ત્યારે પોતે ઉપયોગ કરી શકે, બરાબર સારસંભાળ રાખી શકે, વગેરે. જ્ઞાનની અનાશાતના, પોતાની સગવડ, અને અયોગ્યના હાથમાં જઈ બનતા સુધી દુરુપયોગ ન થાય, માટે તેઓ જે કેટલીક કાળજી ધરાવે છે, તેમાં મમત્વ ન ગણાય. તે પુસ્તકો વગેરે પોતાના શિષ્યોને જ આપે વગેરેમાં પણ મમત્વ નથી. પરંતુ જો રીતસર તેના ઉપર પોતાની માલિકી ઠરાવે, અને સાંસારિક માલિકી હકકના નિયમો લાગુ કરી અંગત જરૂરિયાત માટે વેચે, તો પરિગ્રહ–વ્રતનો ભંગ થાય છે.
૧૪૩
તેવી જ રીતે ઉપકરણો ગૃહસ્થો પાસેથી મેળવ્યાં છે, માટે તેની પૂરી સાર-સંભાળ રાખે, ઘટતો અને સંયમથી ઉપયોગ કરે, વગેરે સાધુજીવનની દૃષ્ટિથી યોગ્ય છે. જોકે મુનિરાજો પણ હજુ સાધક દશામાં છે, સિદ્ધ દશામાં નથી એ ચોકકસ છે. છતાં કંઈક મમત્વ વ્યક્તિવિશેષમાં જણાય, તો તેટલા પરથી તેઓના મહાવ્રતને વાંધો આવતો નથી. મહાવ્રતો મૂળ ગુણો છે, અને તે સિવાયના બીજા ગુણો ઉત્તર ગુણો છે. તેઓએ દુન્યવી તમામ સંબંધો, સુખ સગવડો, આરામો, મોજશોખ, સ્ત્રીપરિવાર, ઘર, મિલકત, સોનું, રૂપું, માન, વગેરે છોડેલ છે. તેથી મૂળ ગુણ બરાબર સચવાય છે. ઉપકરણાદિ ઉપર સામાન્ય મમત્વ એ ઉત્તર ગુણમાં ખામી ગણાય, પણ ગુણ અખંડ રહે છે. માત્ર પાસે પૈસા, મિલકત કે નાણાના વ્યવહારનાં સાધનો રાખે, તો મૂળ ગુણમાં ખામી ગણાય. પરંતુ ધાર્મિક હેતુઓસર મુનિરાજોના ઉપદેશથી ફંડ એકત્ર થાય, કે કોઈ રકમ આપી ખાતું કાઢી તેની સાથે તેઓનું નામ જોડાય, તેથી તેઓના વ્રતને બાધ આવતો નથી, છતાં કેટલાક એવા પ્રસંગો પણ હોય છે કે-દહેરાસર વગેરેની મિલકત સચવાતી ન હોય તેને ઉપઘાત લાગે તેમ હોય, તેનો હિસાબ બરાબર રહેતો ન હોય, તેવા સંજોગોમાં તે પૈસા હાથ કરી લેવાની જરૂર હોય, વગેરે કટોકટીના પ્રસંગોમાં મુનિમહારાજને પૈસાને અડવું પડે, તો તેમાં તેના મહાવ્રતને જરાપણ બાધ આવતો નથી. મૂળ ગુણ, અને ઉત્તર ગુણ જાળવવાની અપેક્ષા સાથે મમત્વભાવ એટલે કે મૂર્છાની પરિણતિ ન હોય, તો મહાવ્રતને હાનિ પહોંચતી જ નથી.
શ્રાવકો આ રીતે સર્વથા પરિગ્રહના ત્યાગનું મહાવ્રત લઈ શકતા નથી, પરંતુ પરિગ્રહની મમતાને મર્યાદા નથી, તેની મર્યાદા કરવાથી દેશથી પણ પરિગ્રહના ત્યાગનું વ્રત સાચવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org