SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ૩૨. પહેલે પ્રાણાતિપાત - પાપ સ્થાનકોની આલોચના-૨-૫ શબ્દાર્થ :- પ્રાણાતિપાત=હિંસા. મૃષાવાદ=જૂઠું બોલવું. અદત્તાદાન=ચોરી, આપ્યા વિના લેવું. મૈથુન=કામ વિષય સેવન. પરિગ્રહ=ધન ધાન્યાદિ ઉપર મમતા. ક્રોધ=તપી જવું. માન=અહંકાર. માયા=કપટ. લોભ=સંગ્રહ વૃત્તિ-મમતા. રાગ=પ્રીતિ. દ્વેષ-ખાર. કલહ-કજિયો. અભ્યાખ્યાન=કોઈ ઉપર આળ ચડાવવું. પૅશુન્ય-ચાડી. રતિ=આનંદ. અરતિ=અણગમો. પરપરિવાદ=પારકીનિંદા. માયા-મૃષાવાદ-કપટપૂર્વક જૂઠું બોલવું. મિથ્યાત્વ-શલ્ય-જૂઠી શ્રદ્ધા-ખોટો આગ્રહ-દેવગુરુ ધર્મ ઉપર અશ્રદ્ધા રૂપી સાલ-ડખલ. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ; દશમે રાગ, અગિયારમે દ્વેષ, બારમે લહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે વૈશન, પંદરમે રતિ-અતિ; સોળમે પર-પરિવાદ, સત્તરમે માયા-મૃષાવાદ, અઢારમે મિથ્યાત્વ-શલ્ય. એ અઢાર પાપસ્થાનક માંહી-મારે જીવે જે કોઈ પાપસ્થાનક સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્યું હોય, તે સવિહુ મન, વચન, કાયાએ કરીને મિચ્છામિ દુક્કડં. ૧૦૩ ૨. પ્રતિક્રમણ-વિભાગ શરીર નમાવી [અર્ધ્યવનત કરી] પ્રતિક્રમણ કરવાની શરૂઆત કરવા નીચેનું સંક્ષિપ્ત પ્રતિક્રમણ સૂત્ર બોલે છે. આ સૂત્ર-મધ્ય પ્રતિક્રમણની પૂર્વે સંક્ષિપ્ત પ્રતિક્રમણ રૂપ સૂત્ર છે. ૩૩. સવ્વસ્સવિ-સંક્ષિપ્ત મધ્ય પ્રતિક્રમણ સૂત્ર ૧-૬. Jain Education International શિષ્ય સવ્વસવિ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ગુરુ- [પડિમેહ] શિષ્ય-ઇચ્છે. તસ્સ મિચ્છા મિ દુક્કડં. દેવસિઅ-ચિંતિઅ-દુખ્માસિઅ-દુચ્ચિòિઅ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy