SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૭૩ રાખવાથી જ સમ્યગદર્શન રૂપે રહે છે. આજના જડવાદ અને વૈજ્ઞાનિક સાહિત્યના ઉત્કર્ષ માટેના પ્રયત્નમાં આગમસાહિત્યની જગતમાં વિદ્યમાનતા વિદનરૂપ છે. તેથી તે પોતાના વિજય માટે વિશ્વાસમાં લઈને તેનો નાશ કરવાના ઉપાયો રચે છે. જ્યાં સુધી આગમો જગતમાં જાગ્રત ભાવે હોય, ત્યાં સુધી માનવોના જીવન પર તેની અસર રહે જ. તેવા સંજોગોમાં હાલનું વૈજ્ઞાનિક જમાનાનું જીવન શી રીતે વિજય મેળવી શકે ? હમણાં જ અમદાવાદમાં યુરોપના એક વિદ્વાન પરદેશી ગૃહસ્થ ભાષણ આપ્યું હતું. તેનો વિષય એ હતો કે “વિજ્ઞાન અને ધર્મ” તેનો આશય એ હતો કે : “ધર્મ વહેમ વધારે છે અને વિજ્ઞાન સત્ય સમજાવે છે. માટે વિજ્ઞાનની ખિલવણીમાં ધર્મો આડે આવે છે. લોકો ધર્મો છોડે, તો વિજ્ઞાનની શોધોનો વધારે ભાવ પુછાય, અને તેની ચીજોના વધારે વકરાથી વિજ્ઞાનને ખીલવવામાં નાણાંની મદદ પણ મળે. માટે ધર્મોની જરૂર નથી” એવો આશય હતો : વિષયનું નામ પણ એવું હતું કે, “હિંદને ધર્મોની જરૂર છે કે વિજ્ઞાનની ?” આ ઉપરથી હાલનો જમાનો ધર્મ અને તેને લગતા સાહિત્યને યુકિતપૂર્વક ધીમે ધીમે અદશ્ય કરવા માંગે છે, એમ સમજાય છે. ચાલુ જીવનપ્રવાહમાંથી તેને ખસેડીને માત્ર પ્રાચીન શોધખોળની વસ્તુ ગણીને તેનો સંગ્રહ પણ સત્તાની માલિકીમાં લાવીને કેટલોક કાળ ગયા પછી “હવે આ વસ્તુઓ જીવનમાં ઉપયોગી નથી, માટે તેને સાચવવાનો બોજો શા માટે ઉપાડવો ? શા માટે મકાનો અને ખર્ચ રાખવાં. જે જોઈએ તે વિજ્ઞાન આપણને આપે છે. આવી મનોદશા થયા પછી જેમ ભારતના ઘણા પ્રાચીન અવશેષોનો ઈંડિયા ઑફિસ તરફથી ઈંગ્લેંડમાં નાશ કરવામાં આવ્યો તથા હમણાં બે વખત મનુસ્મૃતિ બાળવામાં આવી. આ વગેરે ભણકારા ભાવિ અનિષ્ટના જરૂર સૂચક છે. એક તરફથી તેનાં વખાણ થાય છે. તેમ કરીને પ્રાચીન મિલકતો સાચવવાને બહાને કબજો કરવા માટે પ્રયત્નો જણાય છે. માટે બહુ જ ચેતીને ચાલવા જેવું છે. આ જગતકલ્યાણની પ્રભુમહાવીરની વાણી માટે ઉત્તરોત્તર વધારે ભય ભરેલો જમાનો આવતો જતો હોય તેવું અનુમાન કરી શકાય છે. આ આગમ જ્ઞાનની મજબૂત રક્ષા માટે પૂર્વાચાર્યોએ સાત ક્ષેત્રોમાં જ્ઞાનખાતું રાખ્યું છે. પણ આજે તો તે જુદાં જુદાં પુસ્તકો છપાવવામાં અને પંડિતોના પગારમાં ખર્ચાય છે. અને કદાચ સરકારી અધિકારી નીચે આવ્યા પછી તો તે નાણાં છપાવવામાં વિશેષ ખર્ચાય એ સ્વાભાવિક છે. ત્યારે આપણે એ નાણાં આ જમાનો ચાલ્યો જાય કે તે પછી ગમે તેવા જમાના ચાલ્યા જાય, તો પણ તે વખતે પણ જે વિજ્ઞ માનવો હોય તે વખતે અત્યારના આગમો અને તેના વિવેચનરૂપ રાસ વગેરે પણ લીંટીએ લીટી જેમ બને તેમ બચી રહે, અને તેના હાથમાં મળી શકે, તેવી મહા દીર્ધદષ્ટિવાળી યોજના આજથી કરવી જોઈએ. નહીંતર છપાયેલા ગ્રંથોનું આયુષ્ય લાંબું નથી. તથા નવી આવૃત્તિઓ હવે પછીના વધતા જતા વિજ્ઞાનના જમાનામાં લગભગ અલ્પસંભવિત બનશે. અને સો વર્ષ સુધીમાં તો તે ઘણું કબજે પડી ગયું હશે. પઠનપાઠન પણ ઘણે ભાગે તેનું બંધ જેવું હશે. કૉલેજોમાં મોટે ખર્ચે કોઈક જ ભણશે. અને તે વખતે કહેવાતું વિજ્ઞાન ઘણું આગળ વધી ચૂકયું હશે. જૈન સંઘ કે જૈન સાધુને તેને જેને શૈલી અનુસાર વાંચવું વિચારવું કે ઉદ્વરવું હશે, તો તે તેને મળી શકશે કે કેમ એ પણ સંશય છે. કારણ કે તેની માલિકી કોઈ જુદી જ સત્તાની હશે. દેશનાયકો ભંડારોમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy