________________
૬
પણ આ જ સૂત્રનો ફેરફાર સાથે ઉચ્ચાર કરવાનો હોય છે.
૭. એટલે જૈન સાહિત્યમાં સહેજ ઊંડાણથી નિરીક્ષણ કરવાની રચનાત્મક મનોવૃત્તિથી સહેજ ડોકિયું કરતાં આ સૂત્રની વ્યાપકતા ઠામ ઠામ નજરે આવશે.
પંચ પ્રતિક્રમણસૂત્રો
૮. એટલું જ નહીં, પરંતુ ત્રણેય કાળના ચતુર્વિધ સંઘના બાળ, મધ્યમ અને બુધ પાત્રો માટેના જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ કોટીના જ્ઞાનાચારાદિ પાંચેય આચારોના જાહેર, સામુદાયિક, હમ્મેશના, પર્વ દિવસના, ખાસ પ્રસંગના અને વ્યકિતગત કોઈ પણ આચાર, ક્રિયા, અનુષ્ઠાન આજે પ્રચલિત છે, એકંદર કોઈ પણ રિવાજ રૂપે જણાતી શ્રી સંઘની પ્રવૃત્તિ, જૈન ઘરમાં પ્રચલિત જૈનધાર્મિક રૂઢિ વગેરેમાં આ સૂત્રની છાપ લાગેલી હોય છે, એટલે કે તે તે પ્રવૃત્તિનો સમાવેશ આ સૂત્રની મર્યાદામાં હોય જ છે. સારાંશ કે- મેરુ તેરશને દિવસે પાંચ મેરુ ઉપાડવા અને જાહેરમાં ફરવું, નાની બાળાઓ નાનાં નાનાં વ્રતો કરે, સંઘ કાઢવા, ઉજમણાં કરવાથી માંડીને સંઘના કાર્ય માટે લડાઈ કરવી પડે, કે ઉત્તમ પ્રકારે વહીવટ કરવો જોઈએ, અને તે પણ દેશી ચોપડાની પદ્ધતિથી કરવો જોઈએ, તેમાં પણ આ સૂત્રની મર્યાદાની અસર પહોંચે છે.
૯. એટલું જ નહીં, પણ આજનું ધે મૂ જૈન સંઘમાં પરંપરાથી પ્રામાણિક અને માન્ય ગણવામાં આવેલું અને તેને વફાદાર રહીને નવું તૈયાર થયેલું –
ટિપ્પણો, રાસો, ટબાઓ, કથાઓ, ચરિત્રો, ઉપદેશગ્રંથો, ચર્ચાગ્રંથો, જૈન તર્કગ્રંથો, સામાચારીઓ, પટ્ટાવલીઓ, થોયો, ચૈત્યવંદનો, શાંતિસ્તોત્રો, સજ્ઝાયો, સ્તવનો, હાથનોંધો અને ટીકા, ટિપ્પણીઓથી માંડીને પંચાંગ અગિયાર અંગ, બાર ઉપાંગ, પયપન્ના, છ ભેદ, મૂળ સૂત્રો તથા તત્ત્વાર્થ, સમ્મતિ વગેરે દર્શન શુદ્ધિકર ગ્રંથો, મંત્ર, તંત્ર, વિદ્યા, વિધાન, નિમિત્તના ગ્રંથો વગેરે તમામ જૈન સાહિત્ય સીધું કે આડકતરું કરેમિ ભંતે – સૂત્રના વ્યાખ્યાન રૂપ સમજવાનું છે. ૧૦. જે વ્યકિત આ દૃષ્ટિબિંદુથી જૈન શાસ્ત્રો અને જૈન દર્શનનું અવલોકન સૂક્ષ્મ નિરીક્ષણ બુદ્ધિથી કરશે, તેને સેંકડો બલ્કે લાખો પુરાવા આ બાબતને લગતા મળી શકે તેમ છે. એટલે તે વાતને સાબિત કરવા કાંઈ પણ વિશેષ લખવાની જરૂર રહેતી નથી. પરંતુ એ દરેકની સાંકળ અને તેના અંકોડા એક બીજા સાથે કેવી રીતે જોડાયેલા છે ? તેની વિગતવાર સમજ આપવી, એ જે કે જિજ્ઞાસુઓ માટે બહુ જરૂરી છે. પરંતુ એ એટલો બધો બહોળો વિષય છે કે, આ ગ્રંથની પ્રસ્તાવનામાં તે સારી રીતે સમજાવી શકાય તેટલો અવકાશ ન ગણાય. તેને માટે સ્વતંત્ર ગ્રંથો જ લખવા જોઈએ. છતાં આ ગ્રંથના વિશેષાર્થમાં અમોએ ઠામ ઠામ જરૂરી નિર્દેશ સંક્ષેપમાં કર્યો છે. તે પરથી વાચક મહાશયોને કેટલોક ખ્યાલ આવી શકશે. હાલમાં તેટલાથી સંતોષ માનવા અમારી નમ્ર વિજ્ઞપ્તિ છે.
૧૧. છતાં પ્રસ્તુત પ્રશ્નને ઉપયોગી થાય તેવો કંઈક નિર્દેશ કરીને, પંચ પ્રતિક્રમણ એ શું છે ? તેની કંઇક સમજૂતી આપીએ છીએ.
કરેમિ ભંતે ! સૂત્રમાં જ નીચે પ્રમાણે છ આવશ્યકો સમાયેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org