________________
૩૪
પંચ પ્રતિકમાણસૂત્રો
ઉચ્ચાર કરે છે. ભંતે શબ્દ બોલતા નથી.
સાધુ મહારાજ અને સાધ્વીજીઓ દીક્ષા લેતી વખતે અને બધી ક્રિયાઓમાં કરેમિ અને ત શબ્દો પછી ભજો ! પદ વધારે બોલે છે. શ્રાવક-શ્રાવિકાઓ સામાયિક પ્રતિક્રમણમાં ઉપર આપેલો સૂત્રપાઠ બોલે છે. તેમાં પૌષધ ઉચ્ચરવાનો હોય, તો સામાઈયને બદલે પોસહં બોલે છે, અને તેના વિસ્તાર તરીકે – આહાર પોસહં, શરીર સકકાર પોસહં, અવાવાર પોસહં, બંભચેર પોસહં-સબઓ દેસઓ; અને જાવનિયમને બદલે જાવ દિવસ કે જાવ અહોરનું શબ્દો ઉચ્ચારે છે, તથા બાર વ્રતના ઉચ્ચારમાં કે પાંચ જ મહાવ્રતના ઉચ્ચારમાં એ પચ્ચક્ખાણ સ્વરૂપ હોવાથી પાણાઈવાયં પચ્ચખામિ વગેરે બોલાય છે.
આ સૂત્ર જેન-શાસનનું અને ધર્મનું મૂળ છે. જૈન ધર્મનાં તમામ શાસ્ત્રો આ સૂત્રના વિવેચન રૂપે જ છે. જૈન ધર્મની સર્વ આજ્ઞાઓ ગર્ભિત રીતે આમાં ગૂંથાયેલી છે. આમાંદ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ, અને કથાનુયોગ પણ સમાયેલા છે.
આ સૂત્રનાં જુદાં જુદાં પદો પ્રતિક્રમણ વગેરે અનેક વિધિઓનાં સૂત્રોમાં ગૂંથાયેલાં છે.
છ આવશ્યકતાની સૂચના આ સૂત્રમાં ગૂંથાયેલી દાખલા તરીકે :- બન્નેય ભજો ! પદમાં-૧ લું, ચતુર્વિશતિસ્તવ આવશ્યક સૂચક છે, અને બીજું, ગુરુવંદન આવશ્યક સૂચક છે. સામાઈય, પચ્ચકખામિ, પડિકમામિ, અપ્પાણ વોસિરામિ એ ચારે પદો સામાયિક, પચ્ચકખાણ, પ્રતિક્રમણ અને કાઉસ્સગ્ન આવશ્યકની સૂચનાઓ સ્પષ્ટ રીતે કરે જ છે.
આ સૂત્રનું નામ જો કે સામાયિકસૂત્ર કહેવાય છે. તે ઉપરાંત તેનું નામ આવશ્યક સૂત્ર પણ કહેવાય છે. વળી બાકીનાં પાંચ આવશ્યક સૂત્રો આમાંથી જ નીકળ્યાં છે. માટે તે સામાયિકનાં અંગો પણ કહેવાય છે. અને એમ છયે આવશ્યકનાં સૂત્રોનો વિસ્તાર કરીએ તો દ્વાદશાંગી પૂરી થાય. આ સૂત્રમાં-તિવિહં તિવિહોણું એ પદો સવ્વ સાવજ્જ જોગ પચ્ચકખામિના વિસ્તાર રૂપે છે. અને માણોણે વગેરે તથા ન કરેમિ વગેરે પદો તિવિહં તિવિહેણંના વિવેચન રૂપે છે. પડિકમાણના વધારા રૂપે નિંદામિ, ગરિયામિ પદો છે.
જૈન ધર્મની જેટલી ધાર્મિક વિધિઓ છે, તે દરેકમાં આ કરેમિ સૂત્ર કે તેનો કોઈ પણ ભાગ અને તેમાંના છ આવશ્યકો ગર્ભિત રીતે કે સ્પષ્ટ રીતે ગોઠવાયેલા જોવામાં આવે છે. •
સામાયિકમાં આ સૂત્ર મુખ્ય હોવાથી તેનું નામ સામાયિક દંડક પણ કહેવાય છે. દંડક એટલે મહાપાઠ આ સૂત્ર નાનું છતાં મહાપાઠ એટલા માટે કહેવાય છે કે આ સૂત્ર ઉપર સર્વ આગમો રચાયેલા છે. માટે આ પવિત્ર અને મહત્ત્વના પાઠનો ઉચ્ચાર બનતાં સુધી જાતે ન કરતાં ગુરુ કે વડીલ પાસે કરાવાય છે. માટે આ સૂત્ર અત્યન્ત પૂજ્ય છે.
સામાયિક વિચારનાં નવાર - ૪. નિક્ષેપા, ૭. નય, ૫. કારણ, ૩. યાદિક ૪. પ્રમાણ, ૩. ત્રિપદી, ૭. ભંગ, ૬. દ્રવ્ય, ૯. નવતત્ત્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org