________________
રહે.
પછી અન્યાન્ય પ્રતના પાઠે બેંધવા જોઈએ. પાઠાંતરો નોંધવામાં પણ જે પાઠ પ્રથમ નજરે અશુદ્ધ જ જણાય તે ન નોંધવા જોઈએ. એવા પાઠભેદ લેવાને ઈ અર્થ નથી. પણ કાંઈ અર્થ દષ્ટિએ ભેદ હેય વર્ણ-પર્યાયરૂપ પદનો ભેદ હેય તે તે પાઠ નેધ જોઈએ.
આ પ્રમાણે પાઠભેદ લેવાઈ જાય તે પછી મહત્ત્વનું કાર્ય આવે છે પાઠ નિર્ણયનું. આ કામ બહુ સજજતા માંગે છે. જે પાઠ ઉપર લેવાને છે કે નીચે લેવો તે વિવેક જરૂરી છે. કયારેક એવું પણ બને કે ટીકાકારસંમત ન હોય તે જ પાઠ, ખૂબ ઉપયોગી હોય તો ટિપ્પણીમાં સ્પષ્ટતા કરવા પૂર્વક ઉપર લેવો જોઈએ.
જ્યાં જે પાઠની સાથે પાઠ મળતો ન હોય અને જરૂરી હોય તે ચોરસ કોંસમાં તે મકા શકાય છે, પણ મૂળમાં તે સામેલ ન કરી શકાય.
ટિપણે પણ સંપાદનનું એક સુંદર અંગ છે.
મૂળ પાડના સમર્થક અને તુલનાત્મક ટિપણેથી ગ્રંથનું ગૌરવ વધે છે. સાથે ગ્રંથની ગરિમાપણ વધે છે. આ ટિપણે માટે બહાળું જ્ઞાન જરૂરી છે. અનેક શાસ્ત્રોનું અવલોકન કર્યું હોય તે આ થઈ શકે.
પછી પરિશિષ્ટ તૈયાર કરવાનું કાર્ય. જે ટિપણે આપ્યા તે વિષય વિસ્તારથી અન્ય ગ્રંથમાં વાચનભેદે મળતો હોય તો તે આ સંદર્ભ પરિશિષ્ટમાં આપી શકાય.
મળ ગાથાનો અકારાદિ ક્રમ, ઉદધૃત ગાથાનો સ્થળ નિર્દેશ અને અકારાદિ ક્રમ, વિશેષનામ. ગ્રંથ અને ગ્રંથકારનાં નામ, આ રીતે પરિશિષ્ટ હોય છે. પછી પ્રસ્તાવના પણું મહત્વનું અંગ છે.
આ રીત એક ગ્રંથ સંશોધિત-સંપાદિત થાય છે. પૂજ્યપાદ મુનિરત્નશ્રી અંબૂ વિજયજી મહારાજની આવી જ આદર્શ સંશોધન પદ્ધતિ છે. એ રીતે સંશોધિત થયેલા ગ્રંથના પઠનથી બહુ વ્યાપક શાસ્ત્ર બોધ થાય છે.
મહાવીરવિદ્યાલય દ્વારા પ્રકાશિત શ્રી આચારાંગ સત્ર તેનું ઉદાહરણ છે.
પૂજ્યપાદ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે બૃહત ક૯૫ (છ ભાગ)નું જે સંપાદન કર્યું છે તે પણ આદર્શ છે. આ પંચસ્વનું પ્રકાશન પણ એ જ હરોળનું છે આરાધનાભિલાષી, વિદ્વાને અને સંશોધન પ્રેમીઓ જરૂર આ પ્રકાશનથી અન્તસ્તોષ અનુભવશે મારી જેમ.
આવા આ કાળમાં વિરલકેટના શ્રમણ દિગ્ગજ વિદ્રાને સંપાદિત કરેલા ગ્રંથના પ્રાસ્તાવિકને લખવાની મારી ગ્યતા નથી પણ તેઓ પ્રત્યેના સનેહને વશ થઈ તેઓની વાત નકારી ન શકો અને વિદં વાટીઝાવત્રિતો જાઢઃ પિત્રોઃ પુરો ગણપતિ નિર્વિવારા: ની જેમ વિદ્વાન પાસે આ વારી કરી છે. કોઈને આ અનધિકાર ચેષ્ટા પણ લાગે તો વિઠાને ક્ષમા કરે. અને અંતે આ ગ્રંથના અધ્યયન-અધ્યાપનથી આપણે સૌ શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રને પામ સ્વાધીને સુખના ભાગી બનીએ એજ શુભાભિલાષા. સાબરમતી, રામનગર
-પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી જૈન ઉપાશ્રય, અમદાવાદ–પ
વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજને રીત્રવદિ એકમ :
ચરણસેવક તા. ૬-૪-૧૯૮૫.
- ૫, પ્રદ્યુમ્નવિજયગણિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org