________________
॥ श्री शवेश्वरपार्श्वनाथाय नमः ॥ }} શ્રી મદ્દાવરથામિને નમઃ |
શ્રી તમસ્વામિને નમઃ | ॥ आचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपद्मभ्यो नमः ।। ॥ आचार्य महाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपद्मेभ्यो नमः ।। ॥ सद्गुरुदेवमुनिराजश्रीभुवनविजयजीपादपद्मेभ्यो नमः ॥
પ્રસ્તાવના અનંત ઉપકારી પરમ કૃપાળુ શ્રી અરિહંત પરમાત્મા તથા પરમ ઉપકારી પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ સદ્દગુરૂદેવ અને પિતાશ્રી મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની પરમ કૃપાથી પ્રાચીનતમ વિવિધ હસ્તલિખિત આદર્શ આદિ સામગ્રીને આધારે સંશોધન-સંપાદન કરીને યાકિનીમહારાસૂનું પૂજયપાદ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિવિરચિત ટીકો સહિત પંચસૂત્રક ગ્રંથને તવ પ્રેમી જગત સમક્ષ રજુ કરતાં આજે અમને અત્યંત આનંદ અનુભવ થાય છે.
પૂર્વભૂમિકા આજથી ચાર-પાંચ વર્ષ પૂર્વે મૂળ પાટણના વતની સ્વ. શ્રી ભેગીલાલ લહેરયંદના સુપુત્રો શ્રી પ્રતાપભાઈ તથા મહેશભાઈની ભાવના થઈ કે તેમના પિતાશ્રીની પુણ્યસ્મૃતિનિમિત્તે કંઈક પુણ્યકાર્ય કરવું. તેથી તેમણે પાટણમાં ' ભાગીલાલ લહેરચંદ ભારતીય સંસ્કૃતિ સંસ્થાન B, L. Institute of Indology નામની સંસ્થા સ્થાપવાને વિચાર કર્યો. એ અંગે માર્ગદર્શન માટે મહેશભાઈ
શ્રી શંખેશ્વર તીર્થથી ૧૪ માઈલ દૂર) ધામા ગામે મારા પાસે આવ્યા. અને મને પૂછયું કે સંસ્થામાં શું શું કરવું ? મેં તેમને બે વાતની સૂચના કરી (૧) સાધુ-સાધ્વીજીએ સંસ્કૃતને સુંદર અભ્યાસ કરી શકે એ માટે સંસ્કૃત પાઠશાળા સ્થાપિ તથા (૨) પ્રાચીન ગ્રંથોનું સુંદર રીતે સંશોધનસંપાદન કરાવીને પ્રકાશન કરો. તેમણે બંને વાતને સ્વીકાર કર્યો અને તેના ફળ સ્વરૂપે પાટણ કનાસાના પાડામાં તેમના પિતાના જ ઘરમાં સંસ્કૃત પાઠશાળાની શરૂઆત થઈ કે જેમાં દર વર્ષે અનેક સાધુ-સાદવીજી મહારાજે સંસ્કૃત ગ્રંથના અધ્યયનને લાભ લઈ રહ્યા છે.
પ્રકાશનની બાબતમાં મને વિચાર સ્ફર્યો કે શ્રી હરિભદ્રસૂરિગ્રંથમાળા જેવી કોઈ ગ્રંથમાળા શરૂ થાય તો સારું કે જેમાં આ. શ્રી હરિભદ્મ રિવિરચિત સર્વ ગ્રંથનું નૂતન પદ્ધતિથી સંશોધનસંપાદન કરવા પૂર્વક પ્રકાશન કરવામાં આવે. અને તે માટે નાના પણ અત્યંત મહત્ત્વના ગ્રંથ પચસત્રથી પ્રારંભ કરવામાં આવે. આ વાત મેં મહેશભાઈને જણાવી અને તેમણે તેને સહર્ષ
સ્વીકાર કર્યો. આ વિચારણાના ફળસ્વરૂપે આ. શ્રી હરિભદ્રસૂરિવિરચિતટીકા સહિત પંચસૂત્રક ગ્રંથ અત્યારે પ્રકાશિત થાય છે. શું થવું જોઈએ એ અંગે અમારી ભાવના જ અમે અત્ર વ્યક્ત કરી છે. ખરેખર તે ગ્રંથમાળાનું કાર્ય આગળ કેવું વિકાસ પામે છે તે તો ભગવાનને મંજુર હશે તેમ હશે.
૧. પહેલાં આ સંસ્થા પાટણમાં હતી, અત્યારે આ સંસ્થાનું મુખ્ય મથક દિલ્હીમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org