________________
પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
અંતિમ આરાધના - વિ.સં. ૧૯૯૯ નું અમદાવાદ-હાજા પટેલની પોળમાં પગથીયાનાં ઉપાશ્રયનું અંતિમ ચાતુર્માસ લગભગ માંદગીમાં જ પૂર્ણ થયું. તાવ લગભગ ચાલુ જ રહેતો, શરીર ઉતરી ગયું હતું, ભાદ્રપદ માસમાં બીમારીએ ઉગ્રરૂપ પકડ્યું, વૈઘ-ડોક્ટરોએ ઘટિત ઉપચારો કરવા છતાં સુધારાની આશા તૂટી ગઈ અને સહુનું દીલ આરાધના કરાવવામાં લાગી ગયું. પરભવના પ્રયાણની તૈયારીઓ શરૂ થઈ ગઈ, બે દિવસ વધુ બગડે, વળી કંઈક સ્વસ્થતા આવે, એમ ભાદ્રપદ પુરો થયો અને છેલ્લી અમાસની રાત્રી આવી. અસ્વસ્થતા વધી અને સહુ મુંઝાયાં, રાત્રે શ્રાવક વર્ગ સ્થળે સ્થળેથી આવવા લાગ્યો, વિદ્યાશાળાએ પૂ. ગુરૂ મહારાજને પણ સમાચાર મલ્યા અને તેઓશ્રી સવારે પગથીયાના ઉપાશ્રયે પધાર્યા. સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા વર્ગથી ઉપાશ્રય ભરાઈ ગયો, રાત્રે અસ્વસ્થ થએલા તે પછી પુનઃ સ્વસ્થ થયા અને સવારનું પ્રતિક્રમણ પૂર્ણ સાવધપણે સુતાં સુતાં કર્યું, પ્રતિલેખનાદિ કર્યા પછી આરાધનાની શરૂઆત થઈ ગઈ તે સમયનું દૃશ્ય ખૂબ અનુમોદનીય હતું, ગુરૂભક્તિથી ભરેલાં હૈયાંએ છેલ્લી ભેટ તરીકે હજારો ઉપવાસ, આયંબિલ-એકાસણાં-સામાયિક, લાખો પ્રમાણ સ્વાધ્યાય-જીવદયામાં રોકડ રકમ વિગેરે એટલું કહ્યું હતું કે તેની નોંધ -અશક્ય બની ગઈ હતી.
એક પાટ ઉપર ગુરૂદેવ, લગોલગ બીજી પાટ ઉપર પોતે, આજુબાજુ લગભગ પચાસ સાધુમંડલ, સામી બાજુ સેંકડો સાધ્વીઓ, અને નીચે હજારો પ્રમાણમાં શ્રાવક-શ્રાવિકા વર્ગ હાજર હતો, છતાં શાન્તિ અજબ હતી. તેઓશ્રી આરાધના માટે જેમ એકાગ્ર ચિત્તે શ્રવણ કરતા હતા તેમ હાજર રહેલો સંઘ પણ એકાગ્ર બની ગયો હતો. તે વખતે તેઓશ્રીના શિષ્યવર્ય આ. શ્રી વિજયમનોહરસૂરિજી ‘સંવેગરંગશાળા’ ગ્રંથમાંથી આત્માના અત્યંતર શત્રુઓ ક્રોધાદિની દુષ્ટતાનું વર્ણન ગ્રંથકારના શબ્દોમાં જ સંભળાવી રહ્યા હતા, અને ‘ભુખ્યો હાથે જમે' તેમ ઉભય કાન માંડી દત્તચિત્તે તેઓશ્રી શ્રવણ કરતા હતા.
વૈયાવચ્ચ અને નિર્યામણા :- એ વાત પણ નોંધ્યા વિના ચાલે તેમ નથી કે આ પૂજ્ય ગુરૂદેવની વૈયાવચ્ચ અને નિર્યામણા અનુમોદનીય થઈ હતી. અંતકાળે સુયોગ્ય અને સહૃદયી આત્માઓ ખડે પગે સેવા માટે તૈયાર રહે, પણ સમાધિનું એક અંગ છે, તેઓશ્રીની સેવામાં સહુ આદર ધરાવતા હતા પણ તેઓશ્રીના મુખ્ય શિષ્ય પૂ.આ.શ્રીવિજયમનોહરસૂરિજી, પૂ. ગુરૂભક્ત મુનિ શ્રીસુમિત્રવિજયજી અને તે ઉપરાંત પ્રશિષ્ય મુનિ શ્રીમનકવિજયજીની સેવા નોંધપાત્ર હતી. સદૈવ ગુરૂ સેવામાં આત્મ કલ્યાણ માનનારા એ મુનિવરો નિત્યના પ્રસંગોમાં એક અદના સેવક તરીકે આજ્ઞા ઉઠાવતા, તો પણ છેલ્લી માંદગી પ્રસંગે તો તેઓએ ઉધ કે ઉજાગરા, ભુખ કે તૃષા, કોઈની પણ દરકાર કર્યા વિના અવિરત પણે ખડે પગે વૈયાવચ્ચ કરી જીવન કૃતાર્થ કર્યું હતું. મુનિ શ્રીમનકવિજયજીની સેવા તો અજબ કોટિની હતી, દીક્ષા લીધી ત્યારથી પૂ. ગુરૂદેવે તેમને વૈયાવચ્ચનો ઉચ્ચ અપ્રતિપાતી મંત્ર એવો શીખવ્યો હતો કે ખરેખર, આ કાળમાં મુઠ્ઠી હાડકાંવાળા કૃષશરીરે શ્રમમાં જ આરામનો અનુભવ કરનાર મુનિ શ્રીમનકવિજયજીની સેવા બીજા ઘણા મુનિવરો કરતાં વધુ પ્રશંસા માગી લે છે. તેઓમાં એ ગુણ આદ્યાવિધ અખંડ છે, એમ
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org