SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર પ્રજાના દુઃખથી તેઓશ્રીનું હૃદય દ્રવી જતું, કોઈ અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ જેવા પ્રસંગે, ભૂમીકંપ કે રેલ સંકટ જેવા પ્રસંગે, પ્રજાકીય બળવા કે હીજરત જેવા પ્રસંગે તે તે માનવો કે પશુઓ વિગેરેનાં દુઃખોનું વર્ણન સાંભળીને ગંભીર થઈ જતા, ઠંડીના પ્રસંગે થરથરતાં કે ભુખ તરસથી ટળવળતાં ભીખારીઓ વિગેરેના અવાજને સાંભળતાં તો ઘણી વખત સાધુઓની સમક્ષ બોલી જતા કે સંયમની વિરાધનાનાં ફળો ભોગવતા દીન દુઃખીઆઓને જોઈ જાગ્રત થાઓ, ઘેર ઘેર ભીખ માગવા છતાં પેટ ભરી શકતા નથી એ ભીખારીઓ આજે પગલે પગલે પૂજાતા સાધુજીવનને ખૂબ સંયમી બનાવવાની પ્રેરણા આપી રહ્યા છે, ઈત્યાદિ. સમ્યગ જ્ઞાનનો આદર :- વીતરાગનાં શાસ્ત્રોનું તેઓના હૃદયમાં ઊંડું માન હતું, ત્યાં સુધી કે માત્ર ભણી ભણાવીને સંતોષ નહિ માનતાં જીવનમાં ઉતરે તેટલું શાસ્ત્ર વચન જીવનમાં ઊતારવા પ્રયત્ન કરતા-કરાવતા. તેઓનું જ્ઞાન માત્ર ઉપલકીયું વાંચન જ ન હતું પણ તલસ્પર્શી બોધસ્વરૂપ હતું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાતોનો પણ તેમાં અંતિમ ઉકેલ હતો, દ્રવ્યાનુયોગ અને ચરણકરણાનુયોગમાં તેઓને ખૂબ રસ હતો, ગણિતાનુયોગ પણ એટલો સુંદર હતો કે જે વિષયનાં ગણિત સ્લેટ પેનના આધારથી પણ બીજાઓને કષ્ટ સાધ્ય થતાં તે ગણિતને તેઓ આંગળીના ટેરવે ગણાવી શકતા. કર્મ સાહિત્યમાં તેઓ સારો રસ ધરાવતા હતા અને ધર્મકથાનુયોગ તો એટલો સુંદર હતો કે એક વાર પણ તેઓના વ્યાખ્યાનને જેણે સાંભળ્યું હશે તે જીવનભર અનુમોદના કર્યા વિના રહી શક્યો નહિ હોય. વૈરાગ્ય વાહિની દેશના-સદાચાર પ્રધાન દષ્ટાન્નોથી રસભરપુર અને સંકલના બદ્ધ વિષયોનું નિરૂપણ બાળક પણ સમજી શકે તેવી સરળ વાક્ય રચના-પરોપકાર પૂર્ણ મધુર-મીઠા ઉદ્ગાર, ઈત્યાદિ તેઓની દેશનામાં વિશેષતા હતી. યોગ્ય સાધુઓને જાતે ભણાવવાની તેઓશ્રીની સતત કાળજી સ્કૂલબુદ્ધિ જીવોને પણ અભ્યાસમાં ઉત્સાહિત કરી દેતી, શરીર સ્વા ટક્યું ત્યાં સુધી ભણાવવાનો ઉદ્યમ ચાલુ જ રાખ્યો હતો. ભણવાનો આદર પણ એટલો જ હતો. છેલ્લાં વર્ષોમાં નેત્રોનું તેજ ઘટી જવા છતાં પૂર્વે કંઠાસ્થ કરેલું પુનઃ પુન ગોખીને તૈયાર કરતા, રાત્રીએ પણ સ્વાધ્યાય કરતા, પન્નવાણા અને ભગવતી જેવાં આગમશાસ્ત્રોને પણ સરળ રીતે સમજાવી શકતા. ન્યાય દર્શનનો પણ અભ્યાસ તેઓએ કર્યો હતો, સિદ્ધહેમ જેવા વ્યાકરણગ્રંથો પણ સ્વયં ભણાવતા હતા. એમાં “સાધુએ વિનયપૂર્વક યોગ્ય ગુરૂની પાસે ભણવું જોઈએ એ તેઓનું ધ્યેય હતું. ‘વિનય વિના મેળવેલી વિદ્યા આત્મોપકારક બનતી નથી.” એ તેઓશ્રીની દૃઢ શ્રદ્ધા હતી, તેથી યોગ્ય આત્માઓને ભણાવવા માટે હંમેશા તેઓ તૈયાર રહેતા. અપ્રમાદ : - તેઓશ્રી જ્ઞાન-ક્રિયામાં સતત ઉદ્યમી હતા, નિયમિત સ્વાધ્યાય-જાપ વિગેરે ચાલુ હતું, માંદગીમાં શરીર તદ્દન અશક્ત બન્યું હતું ત્યારે પણ બધા સાધુઓએ શયન કર્યા પછી પોતે જાગતા અને કલાકો સુધી નવકારવાળી ગણતા, સ્વાધ્યાયાદિ કરતા, દિવસે પણ પઠન-પાઠન ન થઈ શકતું ત્યારે ઘણું ખરું નવકારવાળી ગણવામાં સમયને સફળ કરતા, નિદ્રા અલ્પ હતી, વિકથા તો તેઓના મુખે કદી સાંભળી નથી. રાજખટપટના, આહારાદિકના કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001107
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 02
Original Sutra AuthorAryarakshit
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2000
Total Pages560
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy