SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર એવું ભરેલું રહેતું કે સાંભળનારને તે ઉપકારીરૂપે જ સમજાતા. આહાર-પાણી આદિ સંયમોપકારક જરૂરી વસ્તુઓમાં ઓછામાં ઓછા દોષથી કેમ નિર્વાહ થાય તે માટે તેઓની સત્ કાળજી હતી. માંદગીના પ્રસંગે અપવાદનો આશ્રય કોઈવાર લેવો પડે તો એટલું દુઃખ થતું કે હ્રદય વેદના શબ્દો દ્વારા પ્રગટ થઈ જતી. ઘણીવાર પોતાના શિષ્યપ્રશિષ્યાદિને એ કહી દેતા કે અમારા અશુભોદયે માંદગીના કારણે અમારે દોષ સેવવા પડે છે, તેનું વિના કારણ અનુકરણ તમારાથી ન થઈ જાય તે માટે સાવધ રહેજો. બેસવા-ઉઠવામાં, લેવા-મૂકવામાં, પૂજવા-પ્રમાર્જવાની કાળજી અજબ હતી, ગૃહસ્થ પાસે એક ન્હાનું પણ કામ કરાવવામાં તેઓ ખૂબ સંકોચાતા, વારંવાર સંયમ શુદ્ધિ માટે શિષ્ય વર્ગને કરાતાં તેઓનાં સૂચનો ખરેખર આંતર સંયમનાં બાહ્ય ઝરણાં જ હતાં એમ કહેવું તેમાં અતિશયોક્તિ નથી. શત્રુનું પણ હિત ચિંતવવું, કોઈની સાથે વૈર ન થાય કે કોઈ કારણે થયું હોય તો તે તૂર્ત મટી જાય, એવી તેઓશ્રીની સ્વ-પરહિત માટે સતત કાળજી હતી. સંયમની આ દિષ્ટ પોતાના જીવન પુરતી જ મર્યાદિત ન હતી, પોતાના શિષ્ય-પ્રશિષ્યાદિ, સાધુ-સાધ્વી વર્ગ કે અન્ય સમુદાયના પણ સાધુ સાધ્વી વર્ગ માટે તેઓની આ દિષ્ટ હતી, અને તે તેઓના હૃદયની વિશાળતાની પ્રતીતિ કરાવતી હતી. આજે પણ સાધુ સાધ્વી સમાજમાં એવા કેટલાય આત્માઓ છે કે જેઓ પોતાના સંયમની શુદ્ધિ માટે વારંવાર હિતશિક્ષા અને પ્રેરણા આપનાર તેઓશ્રીના ૠણી છે. કેટલાય સાધુ-સાધ્વીઓ તેઓની સંયમ પ્રેરણા પામીને આજે પોતાની જીવન સાધનાનો વિકાસ કરી રહ્યાં છે. અન્ય સમુદાયના પણ યોગ્ય સાધુને જાણીને પોતાનું સર્વ બળ ખર્ચીને પણ તેને આગળ વધારવા તેઓ પ્રયત્ન કરતા, કોઈ સાધુની વિશિષ્ટ યોગ્યતા જાણીને રોમાંચિત થઈ જતા, શાસન રક્ષાનાં કાર્યો કરવાનું શુદ્ધ સામર્થ્ય જ્યાં જ્યાં દેખતાં ત્યાં તેને સર્વ રીતે સહાય કરીને સફળ કરાવવા ઘટતું કરી છૂટતા એમ સંયમ અને શાસનનો રાગ તેમના એક એક વ્યવહારમાં પ્રગટ દેખા દેતો. ભીમ-કાન્ત પ્રકૃતિ તેઓનું સંયમી જીવન એવું પ્રભાવશાળી હતું કે તેઓની નિશ્રામાં રહેનાર સાધુ વર્ગ શૈથિલ્યનો આશ્રય કરી શકતો નહિ, વિના પ્રેરણાએ પણ તેમની ભીમપ્રકૃતિથી સાધુઓનું જીવન સહજતયા સુયોગ્ય રહેતું. એમ કહેવું ખોટું નહિ ગણાય કે આજે પણ એમના સમુદાયના સાધુ વર્ગમાં જે કંઈ શિસ્ત પાલન જણાય છે તે તેઓશ્રીની ભીમ પ્રકૃતિનો પ્રભાવ છે. એમ છતાં કાન્ત ગુણને લીધે હૃદય વાત્સલ્ય અને હિતબુદ્ધિથી એટલું ભરેલું રહેતું કે ન્હાનામાં ન્હાના સાધુ પ્રત્યે પણ ખૂબ લાગણી ધરાવતા, ત્યાં કોઈને તેઓશ્રીથી નારાજી તો હોય જ શાની ? સહુને પ્રસન્ન રાખી શકતા, સહુની નાની મોટી જરૂરીયાતોનું પૂર્ણ લક્ષ્ય રાખતા અને યથાશક્ય પુરી પાડવા સંદૈવ જાગ્રત રહેતા. ભાવદયાથી ભરપુર હ્રદયમાં સર્વના આત્મકલ્યાણ માટેની સતત ચિંતા રહેતી અને જે જેટલા પ્રમાણમાં યોગ્યતા ધરાવતો તેને તેની યોગ્યતા પ્રમાણે હંમેશાં સંયમ સાધનામાં સહાય કરતા. : Jain Education International ૫ અનુકંપા :- ભાવદયાની ભૂમિકારૂપ અનુકંપા ભાવ પણ તેઓના હૃદયનો એક શણગાર હતો. જ્યારે જ્યારે જગતને આકસ્મિક આપત્તિઓથી પીડાતું સાંભળતા, ત્યારે તે તે દેશની પીડિત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001107
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 02
Original Sutra AuthorAryarakshit
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2000
Total Pages560
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy