SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર વતન ભગવામોર લઈ ગયા. મૂલચંદભાઈએ આગળનો અભ્યાસ ત્યાં શરૂ કર્યો. જ્ઞાનાભ્યાસ અને જ્ઞાનદાન તેઓનું જીવનધ્યેય બની ગયું. ભગવામોરમાં સાત ગુજરાતી ધોરણો પસાર કરી વિશેષ અભ્યાસ માટે સુરત આવ્યા. અને ત્યાં થર્ડગ્રેડની (શાલાંત) પરીક્ષા આપી. ત્યાંથી અમદાવાદ ઈ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં ત્રણ વર્ષ અભ્યાસ કરી વીસ વર્ષની ઉમ્મરે સીનીયર થયા; અર્થાત્ ઉપરી શિક્ષક (હેડ માસ્તર) ની પરીક્ષામાં સફળ થયા. આ અભ્યાસ કરવામાં મૂલચંદભાઈનો ઉદ્દેશ કેવળ અર્થ ઉપાર્જન કરવાનો જ ન હતો; કિન્તુ ન્યાય માર્ગે નિષ્પાપ સ્વાશ્રયી જીવન જીવવાનો ઉદાર આશય પણ હતો. વિદ્યાદાનની કળા તેઓએ હસ્તગત કરી હતી. એ કળાએ ગૃહસ્થાવસ્થામાં તો અનેક જીવોને ઉપકાર કર્યો, પણ સાધુજીવનમાં ય સાધુ-શ્રાવકોને ઘણો ઉપકાર કર્યો. મંદબુદ્ધિવાળાઓને પણ તેઓશ્રી ગંભીર અને તાત્ત્વિક વિષયો બહુ સહેલાઈથી સમજાવી શકતા. લેખકને પણ આ વિષયમાં તેઓશ્રીનો સાક્ષાત અનુભવ થયો છે, જે કદીય ન ભૂલાય તેવો અતિ ઉપકારક છે. જે માતાપિતા પોતાનાં વ્હાલામાં વ્હાલાં સંતાનોને વિદ્યાપ્રાપ્તિ માટે શિક્ષકને સોંપે તે શિક્ષકની, વિદ્યાર્થીએ અને તેના મા-બાપે મૂકેલા વિશ્વાસને અંગે કેટલી મોટી જવાબદારી છે. તે તેઓશ્રી સાચે સાચ સમજતા હતા. દીક્ષાની ભાવના :- સુરતમાં મૂલચંદભાઈને વિ.સં. ૧૯૪૯ માં એટલે સત્તર વર્ષની ઉમ્મરે પૂર્વ મુનિરાજશ્રી રત્નસાગરજીનો પહેલો પરિચય થયો. વૃદ્ધ અને નિર્મળ ચારિત્રવંત તેઓશ્રીએ મૂલચંદભાઈના હૃદયને વૈરાગ્યના રંગથી રંગી દીધું. અને અન્યાય-અધર્મથી ડરતા મૂલચંદભાઈને સાધુતાનો રંગ બરાબર લાગ્યો. શ્રીમૂલચંદભાઈ પ્રથમથી જ સુયોગ્ય (સમજદાર) હોવાથી ગુરૂપરિચયમાં આવતાં જડ-ચેતનનો વિવેક કરી સાધુતાના અર્થી બન્યા. ૨ દીક્ષાની દુર્લભતા - વૈરાગ્ય થવા માત્રથી સહુથી દીક્ષા લઈ શકાતી નથી. વૈરાગી થયા પછી તો ત્યાગી થતા પહેલાં વિઘ્નોની પરંપરા ઊભી થાય છે. હિતસ્વીપણાનો દાવો કરનારા પણ આડા આવે છે. એથી દૂરના સંબંધી છતાં માતા-પિતા તુલ્ય સ્નેહ-વાત્સલ્ય ધરાવનારા સંબંધીઓનો વિરોધ ઉઠ્યો અને ઈચ્છા પ્રબળ છતાં મૂલચંદભાઈ તત્કાળ દીક્ષા લઈ શક્યા નહિ. કાળક્ષેપ કરવો ઉચિત માની યોગ્ય સમયની રાહ જોતા રોકાઈ ગયા. સાધુપણું ન લેવાય ત્યાં સુધી જ્ઞાન મેળવવું અને આપવું એ જ તેઓએ ઉચિત માન્યું. જ્ઞાનદાનનું ધ્યેય :- ‘યોગ્ય ઉમ્મરે સ્વાશ્રયી બનવું જોઈએ.' એ સિદ્ધાંતને અનુસરી હવે પછીથી સ્વોપાર્જિત કમાઈથી નિષ્પાપ જીવન ગુજારવા માટે તેઓએ શિક્ષકનું જીવન પસંદ કર્યું. તુર્ત નોકરી મેળવી લીધી. ભિન્ન ભિન્ન સ્થળે સ્કુલોમાં વિદ્યાભ્યાસ કરાવતાં અનેક જીવોના જીવનઘાટ ઘડ્યા. છેલ્લે તેઓશ્રી સુરતમાં ચાલતી શ્રી રત્નસાગરજી જૈનપાઠશાળાના અધ્યાપક થયા. ત્યાંના વિદ્યાર્થીઓ ઉપર એવો ઉપકાર કર્યો કે વિદ્યાર્થીવર્ગે ખરેખર સંબંધીઓ કરતાં ય વધુ રાગથી તેમને દીક્ષા લેતાં રોક્યા. વૈરાગ્યની દૃઢતાનો એક પ્રસંગ :- મૂલચંદભાઈ સંસાર તરફ ઉદાસીન તો હતા જ. તેમાં વળી સંસારની અનિત્યતાના આકરા અનુભવે તેઓને ખૂબ પ્રેરણા આપી. રાંદેરમાં વિ.સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001107
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 02
Original Sutra AuthorAryarakshit
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2000
Total Pages560
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy