________________
સ્વર્ગત આચાર્ય મહારાજશ્રીમદ્વિજય મેઘસૂરીશ્ર્વરજી
महारानुं *संक्षिप्त छवनयरित्र (જીવનકાલ-વિક્રમસંવત્ ૧૯૩૨ માગશીર્ષ સુદિ ૮ થી વિક્રમ સં. ૧૯૯૯ આસો સુદ ૧) नत्वा श्रीपार्श्वशखेशं ध्यात्वा गुरुं गुणाकरम् । स्मृत्वाऽऽर्हतीं गिरां वच्मि किञ्चिद् गुरुगुणानहम् ॥१॥
જન્મભૂમિ - ભારતભૂમિનો ઈતિહાસ અનેક ઉત્તમ દેશ કાળ વિગેરેથી વિભૂષિત છે. ભારતભૂમિના ઈતિહાસમાં ગુર્જર દેશનું સ્થાન પણ અનેક રીતે ચઢિયાતું છે. કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્ય અને જગદ્ગુરૂ શ્રી વિજયહીરસૂરિજી જેવા સાધુપુરુષોને, કુમારપાલાદિ જેવા ન્યાયી અને જીવદયાપ્રતિપાલક રાજવીઓને, વસ્તુપાલ-તેજપાલ જેવા બુદ્ધિનિધાન અનેક મંત્રીઓને, અને જગડુશાહ જેવા જગ પ્રસિદ્ધ અનેક દાનવીરોને પકાવવાનું માન ગુજરાતને ઘટે છે. એ ગુજરાતના દક્ષિણ વિભાગમાં રાંદેર નામે પ્રસિદ્ધ શહેર છે. તાપી નદીના તીરે રહેલું રાંદેર એક મહાન બંદર હતું. પ્રાચીન ભવ્ય છ જિનમંદિરો, વિશાળ ઉપાશ્રયો અને એવાં બીજાં ધર્મસ્થાનોથી આજે પણ આ નગર વિભૂષિત છે. જે મહાત્માનું જીવન આપણે જોવાનું છે. તે પૂ૦ શ્રી વિજય મેઘસૂરિજી મહારાજની પણ જન્મભૂમિ તરીકે આ રાંદેર યશવંતું છે.
અનેક પુણ્ય પવિત્ર આત્માઓના નિવાસસ્થાન શ્રી રાંદેર બંદરમાં જૈનધર્મનાં આરાધક પુણ્યવંત જયચંદભાઈ અને જમનાબાઈ નામે સંસ્કારી અને ધર્મિષ્ઠ શ્રાવક-શ્રાવિકા વસતાં હતાં. જમનાબાઈની કુક્ષિથી કમશઃ હીરાકોર અને નંદકોર નામે બે પુત્રીનો જન્મ થયો. કાલક્રમે પુનઃ પણ જમનાબાઈની કુક્ષિમાં એક પુણ્યાત્માએ અવતાર લીધો. વિક્રમની વીસમી સદીનું એ બત્રીસમું વર્ષ હતું. મૃગશીર્ષ માસ અને સુદ ૮ જેવી પુણ્યતિથિએ જમનાબાઈએ ઉત્તમપુત્રને જન્મ આપ્યો. જન્મકાલે મૂળ નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ હોવાથી શુભમુહૂર્તે પુત્રનું મૂલચંદ નામ સ્થાપ્યું. મૂલચંદભાઈ પાંચ વર્ષના થયા ત્યાં તો એકાએક જયચંદશેઠ કાલધર્મ પામ્યા. શ્રાવ જમનાબાઈને સખ્ત આઘાત લાગ્યો. યોગ્ય ઉમ્મરે મૂલચંદભાઈને વિદ્યાભ્યાસ શરૂ કરાવ્યો. આઠ વર્ષની ઉમ્મર થઈ ત્યાં તો જમનાબાઈ પણ કાળધર્મ પામ્યાં. પૂર્વે નહિ કલ્પલો એવો તેઓને એકાએક માતા પિતાનો વિરહ થયો. ઘરમાં બે બહેનો અને મૂલચંદભાઈ ત્રણ જ રહ્યાં. માતૃપક્ષના સંબંધી તરીકે તેઓનાં માસીબા અમથી બહેન તેઓ પ્રત્યે સગી માતા જેટલું વાત્સલ્ય ધરાવતાં હતાં. તેઓની પ્રેરણાથી મૂલચંદભાઈને તેઓના (માસીના) પુત્ર પ્રાણજીવનદાસ કપૂરચંદ પોતાના * પૂ.આ.મ.શ્રી વિજય મનોહરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂ.મુ.શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે (વર્તમાનમાંઆ.મ.શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજે) વિ.સં. ૨૦૧૨ માં “સ્વર્ગત આચાર્ય મહારાજ શ્રીમદ્વિજય મેઘસૂરીશ્વરજી મહારાજનું જીવનચરિત્ર' એ નામની લઘુ પુસ્તિકા (૩૮ પાનાંની) લખેલી છે. અને તે શા.ચંદ્રકાન્તભાઈ બકુભાઈ તરફથી પ્રકાશિત થયેલી છે. શરૂઆતમાં કેટલાક વર્ણનાત્મક ભાગ સંક્ષેપીને તે જ પુસ્તિકાનું લખાણ અહીં અક્ષરશઃ આપવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org