SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર ૫ રોજ છ માઈલ જવું અને છ માઈલ આવવું. બાર માઈલની મજલ કરવી અને સાધુજીવનની ક્રિયાઓ સાથે અધ્યયન પણ કરવું. પણ મુનિ સિદ્ધિવિજયજીનું સંકલ્પબળ અજેય કિલ્લા જેવું હતું. એમણે સવારે છાણીથી વડોદરા જવાનું, વડોદરામાં પંડિતજીની સગવડ મુજબ અધ્યયન કરવાનું અને રોજ છાણી પાછા આવવાનું - એ કમ મહિનાઓ સુધી ચાલુ રાખ્યો. સુરત શહેર મહારાજશ્રીનું ખૂબ રાગી. વિ.સં. ૧૯૫૭ ની સાલમાં ભારે ઉત્સવપૂર્વક એમને સુરતમાં પૂ.પં. શ્રી ચતુરવિજયજીના હસ્તે પંન્યાસ પદવી આપવામાં આવી. આ વખતે પંદર હજાર જેટલી જૈનોની મેદની એકત્ર થઈ હતી, જેમાં દૂર દૂરના શહેરોના જૈન આગેવાનો પણ આવ્યા હતા. એક મહિના સુધી આ ઉત્સવ નિમિત્તે જમણવારો થયા હતા અને તે સમયે એક લાખ રૂપિયાનું ખર્ચ થયું હતું. જે આજે પાંચ લાખ જેટલું ગણાય. એમનો કંઠ ખૂબ મધુર, ભલભલાને મોહી લે એવો. એમનું વ્યાખ્યાન પણ એવું જ આકર્ષક. એમની વાણી સાંભળી સૌ રાજી રાજી થઈ જાય. વિ.સં. ૧૯૭૫ ની સાલમાં વસંતપંચમીના દિવસે મહેસાણામાં એમને આચાર્ય પદવી આપવામાં આવી હતી. જ્ઞાનોપાસના તો જાણે એમના જીવનનું અંગ જ બની ગઈ હતી. એક બાજુ ઉગ્ર અને દીર્ઘ તપસ્યા અને બીજી બાજુ સતત જ્ઞાન સાધના. બાહ્ય અને અત્યંતર તપનો એક જ જીવનમાં આટલો સુમેળ વિરલ ગણાય. પ્રાચીન ધર્મપુસ્તકો હાથે લખાવવાં એ એમની પ્રિયમાં પ્રિય પ્રવૃત્તિ. ગામપરગામના અનેક લહિ આઓ પાસે આવાં પુસ્તકો લખાવે અને એ લખાઈ રહ્યા પછી એકધારા પીઠફલકના આધાર વગર, કલાકોના કલાકો સુધી બેસીને પ્રાચીન મૂળ પ્રતોના આધારે એનું સંશોધન કરે. એમાં કલાકો વીતી જાય તોયે એ ન થાકે, કે ન કંટાળે. પ્રતો લખવા-સુધારવાનાં સાધનો કલમ, શાહી, હડતાલ, વગેરે એમની પાસે પડ્યાં જ હોય. આ માટે એક ઊંચી ખાસ ઘોડી કરાવેલી, તે આજે પણ બાપજી મહારાજની જ્ઞાનસેવાની સાખ પૂરે છે. શાસ્ત્રસંશોધનનું આ કાર્ય છેક ૯૦ વર્ષની ઉમર સુધી, આંખોએ કામ આપ્યું ત્યાં સુધી, તેઓ અવિરતપણે કરતા રહ્યા. આ જ રીતે એમણે જપ, ધ્યાન અને યોગનો (હઠ યોગનો) પણ અભ્યાસ કરેલો. કદાચ એમ કહી શકાય કે એમનું સ્વાથ્ય આટલું સારુરું હતું, એમાં હઠયોગનો પણ કંઈક હિસ્સો હશે. જ્યારે શાસ્ત્રસંશોધનનું કામ થઈ શકે એમ ન હોય ત્યારે તેઓ પોતાના મનને જપ કે ધ્યાનના માર્ગે વાળી લેતા. વળી ઉગ્ર અને દીર્ધ તપસ્યાને માટે તો બાપજીનું જીવન એક આદર્શ સમું થઈ ગયું હતું. ૧૯૫૭ ની સાલથી તેઓ ચોમાસામાં હંમેશાં એકાંતરે ઉપવાસનું ચોમાસી તપ કરતા હતા અને બહોંતેર વર્ષની ઉંમરથી તે છેક અંત સમય સુધી ૩૩ વર્ષ લગી એમણે એકાંતરે ઉપવાસનું વાર્ષિક તપ સતત ચાલુ રાખ્યું હતું. આમાં ક્યારેક બે કે ત્રણ ઉપવાસ પણ કરવા પડતા અને ક્યારેક ૧૦૫ ડીગ્રી જેટલો તાવ આવી જતો તો પણ એ તપમાં ભંગ ન થતો. એમનું આયંબિલ પણ અસ્વાદ વ્રતના નમુનારૂપ થતું. મૂળે તો આંબેલની વસ્તુઓ જ સ્વાદ વગરની અને લૂખી-સુકી હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001107
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 02
Original Sutra AuthorAryarakshit
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2000
Total Pages560
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy