________________
પ્રકાશકીય નિવેદન
આજથી ૩૨ વર્ષ અગાઉ શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આપણા આચાર્ય ભગવંતોધર્મગુરુઓ તથા વિદ્વાન શ્રાવકોની ધર્મપિપાસા સંતોષાય તેમજ ધર્મજ્ઞાનના ઊંડાણનો અભ્યાસ શકય બને તે માટે જૈન ધર્મના આગમસૂત્રોનું પ્રકાશન શરૂ કર્યુ. જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામીના ઉપદેશોનો સંગ્રહ એટલે આગમસૂત્રો, આપણા આગમસૂત્રોનો તલસ્પર્શી અભ્યાસ જૈન ધર્મનું શુદ્ધ સ્વરૂપ બતાવે છે અને તેનું આચરણ મોક્ષમાર્ગનું પ્રે૨ક બને છે.
આગમ ગ્રંથમાળાના મુખ્ય પ્રેરણ આગમ પ્રભાકર શ્રુતશીલ-વારિધિ દિવંગત મુનિરાજ પૂજ્યશ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબે જ્યોતિષકદંડક ગ્રંથની પ્રાકૃત ભાષામાં રચાયેલી સંક્ષિપ્ત વૃત્તિ (ટિપ્પનક)ને સંશોધિત કરેલી છે. આ કાર્ય પૂર્ણ કર્યા પછી એકાદ વર્ષના અંતરે તેઓશ્રી કાળધર્મ પામ્યા. આગમ ગ્રંથમાળાના માર્ગદર્શક કાળધર્મ પામતાં આગમ-પ્રકાશનની પ્રવૃત્તિમાં ઓટ આવશે, શૂન્યાવકાશ સર્જાશે એવી અમોને દહેશત હતી પરંતુ સમગ્ર ભારતીય દર્શનોના તથા જૈન આગમ ગ્રંથમાળાના મર્મરૂપ વિદ્વર્ય પૂજ્યપાદ મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ સાહેબે બાકી રહેલાં કાર્યોને આગળ ધપાવવાની અમારી વિનંતી સ્વીકારી એ અમારાં અહોભાગ્ય છે.
જૈન આગમ-સૂત્રોના ૧૮(૧) મણકારૂપે “અનુયોગદ્વાર સૂત્ર” - પ્રથમ ભાગ હજુ ગયા વર્ષે જ પ્રકાશિત થયેલ છે. હવે અમો “અનુયોગદ્વાર સૂત્ર” ભાગ -૨ પ્રકાશિત કરતાં આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. આશા છે કે આ ગ્રંથો શ્રી ગુરુદેવો અને આપણા સમાજના સુશ્રાવક/શ્રાવિકાને જૈન ધર્મના તલસ્પર્શી અભ્યાસમાં ખૂબજ મદદરૂપ થશે. અનુયોગદ્વાર સૂત્રમ્ આગમોને અને તેની વ્યાખ્યાને સમજવામાં ચાવી રૂપ છે.
શ્રુતભક્તિના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવે એવાં આ સંગીન અને અનુમોદનીય આગમસૂત્રોના સંશોધન અને પ્રકાશન માટે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ પ્રકાશન ટ્રસ્ટ”ની ખાસ રચના કરવામાં આવી છે જેના હાલના ટ્રસ્ટીઓ નીચે મુજબ છે.
૧. શ્રી પ્રાણલાલ કાનજીભાઈ દોશી
૨. શ્રી શ્રીકાંતભાઈ એસ. વસા
૩. શ્રી ચંદુલાલ ભાઈચંદ શાહ
૪. શ્રી અશોકભાઈ કાંતિલાલ કોરા
૫. શ્રી નવનીતભાઈ ખીમચંદ ડગલી
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે અત્યાર સુધીમાં નીચે મજુબનાં ૮ આગમ સૂત્રોના ૧૪ ગ્રંથોનું પ્રકાશન કરેલ છે.
ग्रथांक १
नंदित्तं अणुओगद्दाराई
ग्रथांक २
Jain Education International
(?) આયરંગસુત્ત્ત:
संपादक : पुण्यविजयो मुनिः संपादक : जम्बूविजयो मुनिः
For Private & Personal Use Only
किंमत रु.
૪૦.૦૦
४०.००
www.jainelibrary.org