SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રસ્તાવના છે. સત્તtી આ ગ્રંથ વિધ્યવાસિઆચાર્યકૃત સુવર્ણસપ્તતિકા હશે કે કેમ? તે વિચારણીય વસ્તુ છે. વિધ્યવાસિઆચાર્યકૃત સુવર્ણપ્રતિકાનો ઉલ્લેખ, પ્રાચીન ચીની ભાષાના ઉંડા અભ્યાસી ડો. ફાઉવાનરને પ્રાચીન ચીની ગ્રંથોમાંથી મળ્યો છે, અને તેમણે વિમ્બવાસી આચાર્યનો સમય ઇસ્વી.૪૨૫આસપાસ સિદ્ધ કર્યો છે. આથી પ્રસ્તુત //ત્તિી એ જ વિધ્યવાસિકૃત સુવર્ણસંમતિ જ હોય તો કાં તો આ નામ અનુયોગદ્વારસૂત્રમાં પાછળથી ઉમેરાયું છે અને કાંતો સુવાસતતિનો સમય ઇસ્વી.૪૨૫ પહેલાં હોય. કારણ કે ઇસ્વી. ૩૦૧ પૂર્વે તો અનુયોગદ્વારસૂત્ર રચાઈ ચૂક્યું હતું. કદાચ એમ પણ બને કે જેમ વિધ્યવાસિકૃત સુવર્ણપતિ આજે મળતી નથી તેમ તેનાથી પણ પૂર્વનો કોઇ કનકસપ્તતિ ગ્રંથ હોય જે આજે મળતો નથી. મહિર નામ ઉપરથી માઠરશ્નષિકૃત રચના સમજવી જોઈએ. અનેક પ્રાચીન ગ્રંથોમાં મળે છે તેમ પણિતંત્ર નો ઉલ્લેખ અહીં પણ મળે છે. આ ખ્યાતનામ પ્રાચીન ગ્રંથ હતો જે આજે અનુપલભ્ય છે. નંદિસૂત્રમાં આવતાવો મુદ અને નામમુહૂમ ના સ્થાને અનુયોગ દ્વારસૂત્રમાં ઘોડમુદ અને નાસુદુમ છે. બન્ને ગ્રંથનો સંદર્ભ વાંચતાં આ પાઠભેદ તે તે એક જ ગ્રંથના નામમાં થયા છે તે સમજી શકાય છે. આ બે નામોનો સાચો પરિચય સમજાય તેવો નિશ્ચિત અર્થ કરી શકાતો નથી. તેથી જેમ નંદિસૂત્રમાં એક સિવાયની બધી પ્રતિઓએ આપેલા પાઠને મૂલવાચનામાં મૂક્યો, તે જ રીતે અનુયોગદ્વારસૂત્રમાં ઉપયુક્ત બધીય પ્રતિઓએ આપેલો પાઠમૂળ વાચનામાં મૂક્યો છે. આમ છતાં ઘોડમુર્દ અને નાજુદુમ પાઠને સાચો માનવાની લાલચ થાય છે. બન્ને ગ્રંથની ત્રણ ત્રણ વ્યાખ્યાઓમાં પ્રસ્તુત ૧૯નામોનો અર્થ કે પરિચય આપ્યો નથી, તેથી આવા અપરિચિત ગ્રંથોના અર્થ માટે કંઇ પણ કલ્પના કરવી છે, જ્યાં સુધી વિશેષ આધાર ન મળે ત્યાં સુધી કેવળ કલ્પના જ કહેવાશે તે સ્વાભાવિક છે. ઘોડમુર્ણ નામ ઉપરથી અશ્વશાસ્ત્રને લગતા ગ્રંથો અથવા એ જ નામનો કોઈ વિશિષ્ટ ગ્રંથ કલ્પી શકાય તેમ ના દુમ નામ ઉપરથી હસ્તિશાસ્ત્રને સંબંધિત ગ્રંથો અથવા એ જનામનો કોઈ વિશિષ્ટ ગ્રંથ કલ્પી શકાય. આવા ગ્રંથોમાં ઘોડા-હાથીનાં લક્ષણો, તદનુસારે ગુણ-દોષકથન તથા તેમની ચિકિત્સા વગેરે વર્ણવલું હોવું જોઈએ. નાગનો અર્થ સર્પ કરીએ તો સપોને લગતી વિવિધ માહિતી આપતો ના સુકુમ નામનો ગ્રંથ પણ હોઇ શકે. સામયિા અને તેના પાઠભેદો ઉપરથી ગ્રંથનો વિષય સમાજમાં આવે તેવી થોડી પણ કલ્પનાસૂઝતી નથી. દૃમીમાસુરમવું (નંદિસૂત્ર) અથવા હંમીમાસુરુ (અનુયોગદ્વારસૂત્ર) - આ નામ (અને અન્ય પ્રત્યંતરોમાંથી નોધેલા તેના પાઠભેદ) પ્રાચીન સમયમાં એક ગ્રંથનું નહીં પણ ચૌરશાસ્ત્ર અને હિંસાશાસ્ત્રના પરિચાયક બે ગ્રંથોનાં નામનું દ્યોતક હોય તેમ લાગે છે. પ્રસ્તુત નામમાં રહેલાં બે નામોનો ખરો ઉચ્ચારકે પરિચય મેળવવો પ્રાય: એક હજાર વર્ષ પહેલાં પણ મુશ્કેલ હશે. આ સંબંધમાં ૨૯ મા પૃષ્ઠની ૮ મી ટિપ્પણી અભ્યાસીઓને રસપ્રદ થઇ પડશે. આજે મોટા ભાગે જેનાં જે કળા કે વિદ્યાને લગતા પ્રાચીન ગ્રંથો મળતા નથી અને કોઇનાં મળે છે તો તે એકાદ ગ્રંથ, તેવાં ચૌરશાસ્ત્ર, હિંસાશાસ્ત્ર એટલે કે યુદ્ધાદિને લગતું શાસ્ત્ર, અશ્વશાસ્ત્ર, કપાસ (સૂતરવસ્ત્રાદિ) ને લગતી કળા જણાવતું શાસ્ત્ર, હસ્તિશાસ્ત્ર અને વૈશિકશાસ્ત્ર, વગેરે શાસ્ત્રોના અનેક ગ્રંથો વિક્રમના ચોથા સૈકામાં સુપ્રચલિતરૂપે ખ્યાતનામ થયેલા હશે તે ઉપર જણાવેલાંનામોના આધારે સ્પષ્ટ થાય છે. પ્રાચીન ૪. નંદિસૂત્રચૂર્ણિ, નંદિસૂત્રહરિભદ્રીય વૃત્તિ અને નંદિસૂત્રમલયગિરીયા વૃત્તિ, અનુયોગદ્વારચૂર્ણિ, અયોગદ્વારહરિભદ્રીય વૃત્તિ અને અનુયોગદ્વારમલધારિહેમચંદ્રીય વૃત્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001106
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Original Sutra AuthorAryarakshit
AuthorPunyavijay, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1999
Total Pages540
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, G000, G010, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy