SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૧૯ આ પ્રકારે વૈદિકોના વ્યાખ્યાપ્રકાર સાથે અનુયોગદ્વાર સૂચિત વ્યાખ્યા પ્રકારની તુલનામાં કેટલીક બાબતો સમાન છે; પણ જ્યારે આપણે બૌદ્ધ અટ્ટકથા-વ્યાખ્યાનની પદ્ધતિની તુલના કરીએ છીએ ત્યારે તેથી પણ વધારે સામ્ય જણાયા વિના રહેતું નથી. જેમઅનુયોગદ્વારમાં ઉદ્દેશાદિ ૨૬ધારો ઉપોદ્યાતનિયુકત્યનુગામના છે (સૂ) ૬૦૪) તેજ પ્રમાણે અઠ્ઠકથામાં પ્રારંભમાં માટિકા આ પ્રમાણે છે. - वुत्तं येन यदा यस्मा धारितं येन चाभतं । અત્યqતતિ તમેત વક્વા પિં તતો | - સમન્સપાસાદિકા, પૃ૦ ૬ આમાતિકાનું એક એક પદ લઈને પછી વ્યાખ્યા કરે છે તેને બાહિરનિદાનકથા એવું નામ આપ્યું છે. આમાં ખરી રીતે તે ગ્રંથના ઉપોદઘાતની જ ચર્ચા કરવામાં આવે છે, એટલે કે શાસ્ત્રના આદિવાક્યના વિષયમાં રૂવૅવવનં નવુદં ા પુરં સ્મારૂત્ત ઈત્યાદિ બાબતોનું સ્પષ્ટીકરણ કરે છે અને એજ પ્રકારના પ્રશ્નોના ઉત્તરો અનુયોગની ઉપોદ્ઘાતનિર્યુક્તિમાં પણ આપવામાં આવ્યા છે. એ પ્રકારના ઉપોદઘાત પછી જ જૈન અને બૌદ્ધ ટીકામાં સૂત્રાર્થ વર્ણવવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે. (અનુસૂ૦ ૬૦૫ થી; સમન્ત૦પૃ૦ ૯૨). વળી, બુદ્ધવચનના વિવિધરીતે વિભાગો કરી બતાવવામાં આવ્યા છે (સમન્ત૦પૃ૦૧૬), એ જ રીત અનુયોગના પ્રારંભમાં સમગ્ર શ્રુતના વિભાગો અને તેમાં આવશ્યકનું સ્થાન બતાવી અપનાવવામાં આવી છે; એ થયા પછી સમન્સપાસાદિકા એ વિનયપિટકની અકથા હોઈ તેમાં વિનયની નિરૂક્તિ કરવામાં આવી છે (પૃ૦૧૮) અને તેનો પિટક શબ્દ સાથે સમાસ પણ કરી બતાવ્યો છે (પૃ૦૨૦). એટલે કે ગ્રંથનામની વ્યાખ્યા કરવામાં આવી છે. આ જ પ્રકાર અનુયોગના પ્રારંભમાં આવશ્યકશ્રુતસ્કંધના નિક્ષેપો કરીને અપનાવવામાં આવ્યો છે. (અનુ0 સૂ૦ ૭). વળી, અનુયોગમાં આગમના ભેદોમાં સૂત્ર, અર્થ અને તદુભય એવા ભેદો જોવામાં આવે છે (અનુ૦ સૂ૦૪૭૦), તે જ રીતે પાલિ અકથામાં પણ ધમ્મ, અર્થે દેશના અને પટિવેધ એવા ભેદો કરવામાં આવ્યા છે. - તત્ય ધમો તિ પાક્ષિા મત્યો તિ સાથે મલ્યો . ફેસના તિ તસ્સ ની વવસ્થાપિતા પાનિયા રેસના ઘટધો તિ પત્રિયા નિમન્થસ ય યથાસૂતાવવોધો (સમન્ત૦પૃ૦ ૨૧). અનુયોગદ્વારમાં જે શબ્દની વ્યાખ્યા કરવાની હોય તેના નિક્ષેપો કરીને અનેક અર્થોમાં તે કેવી રીતે વપરાય છે, તેનું નિદર્શન કરી તે શબ્દનો પ્રસ્તુતતમાં કયો અર્થ લેવો તે દેખાડી આપવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે. તે જ પ્રમાણે પાલિ અકથામાં વ્યાખ્યય શબ્દ, જે અનેક અર્થમાં પ્રયુક્ત થતો હોય, તે અનેક અર્થોનું નિદર્શન કરીને પ્રસ્તુતમાં કયો અર્થ અભિપ્રેત છે તે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જુઓ - સમય શબ્દની ચર્ચા, સમજો. પૃ૯૩. વળી, અનુયોગની જેમ જ પિંડાર્થ અને અવયવાર્થ કરવાની પદ્ધતિ પણ પાલિ ટીકાઓમાં જોવા મળે છે. (સમન્ત૭ પૃ૦ ૯૮, ૧૧૮ ઇત્યાદિ). જેમ અનુયોગમાં નયવિચારણાનો નિર્દેશ છે તેમ પાલિ અકથાઓમાં પણ અનેક નયોથી વિચારણા કરવામાં આવી છે (સમન્તપૃ૦૯૯, ૧૦, ૧૧૧ ઇત્યાદિ). કર્તા અને સમય કર્તા - પ્રસ્તુત પ્રકાશનમાં અમે પ્રારંભમાં સિરિમજ્ઞાવિયથેરવિચારું' – એવો ઉલ્લેખ કર્યો છે, તે માત્ર પ્રવાદને આધારે છે. અનુયોગદ્વાર સૂત્રના કર્તા કે સંકલનકર્તા સ્થવિર આર્યરક્ષિત હોવા જોઈએ એવા પ્રવાદના મૂળમાં એ માન્યતા રહેલી છે કે આર્ય વજના સમયે પર્યંત કોઇ પણ સૂત્રનો અનુયોગ કરવો હોય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001106
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Original Sutra AuthorAryarakshit
AuthorPunyavijay, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1999
Total Pages540
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, G000, G010, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy