________________
૧૮
પ્રસ્તાવના વળી, દુર્ગે વ્યાખ્યાનું લક્ષણ જેનઘંટુકમાં સ્વીકાર્યું છે તેમાં તત્ત્વ, પર્યાય ભેદ = વ્યુત્પત્તિ, સંખ્યા, સંદિગ્ધોદાહરણ, તેનું નિર્વચન - આટલાં દ્વારોને સ્થાન છે (દુર્ગટીકા પૃ૦૧૪૩) - આમાં જેને તત્વ કહેવામાં આવે છે તેને ઉદ્દેશને સમકક્ષ કહી શકાય. વળી, સ્વયં દુર્ગ ઉદેશ, નિર્દેશ અને પ્રતિનિર્દેશનો ઉલ્લેખ યાસ્કની વ્યાખ્યાશૈલી માટે કરે છે - રૂ રાત્રે ચારયાતીર્થ દ્રષ્ટવ્યા, દેશો નિર્દેશ: પ્રતિનિર્દેશ તિ | તત્રોદેશઃ सूत्रस्थानीयः । तद्यथा षड् भावविकारा: इति । निर्देशो वृत्तिस्थानीयः । तद्यथा जायतेऽस्ति विपरिणमते इति । પ્રતિનિશો વાર્તિસ્થાની : તીથા નાતે તિપૂર્વમાવસ્યાવિમાવઈ તિ (દુર્ગટીકા પૃ૦૩૨). દુર્ગકૃત પ્રસ્તુત સૂત્ર, વૃત્તિ અને વાર્તિક એવા કમની તુલના આચાર્ય જિનભદ્ર અને આચાર્ય સંઘદાસે કરેલ - ભાષા = સૂત્ર, વિભાષા = વૃત્તિ અને વાર્તિકની વ્યાખ્યા સાથે કરવા જેવી છે. આ ભાષા આદિનું વિવરણ આમાં આ પહેલાં (પૃ૦૩૬-૩૮) આવી ગયું છે. તેથી અહીં એનો વિસ્તાર કરવો અનાવશ્યક છે. વ્યાકરણ મહાભાર્થના પ્રારંભમાં વ્યાખ્યય શાસ્ત્રનું નામ શું છે તે બતાવવામાં આવ્યું છે. તે જ પ્રમાણે અનુયોગમાં પણ વ્યાય શાસ્ત્રનું નામ જણાવ્યું છે. વળી, શાસ્ત્રના નામની વ્યાખ્યામહાભાષ્યના પ્રારંભમાં જોવા મળે છે એ જ પ્રકારની પરંપરાનું અનુસરણ અનુયોગમાં પણ છે (મહાભાષ્ય પૃ૦ ૬, ૧૮). વળી, નિરક્તના પ્રારંભમાં પણ નિરૂક્તના પ્રયોજનની ચર્ચા છે એટલે વ્યાખ્યાકારે શાસ્ત્રની રચના શા માટે જરૂરી છે તે પ્રથમ બતાવવું જરૂરી હોય તેમ જણાય છે. અનુયોગદ્વારમાં આવશ્યકની વ્યાખ્યા કરીશ” એમ ગ્રંથરચનાનું પ્રયોજન બતાવ્યું છે, પણ સ્વયં શાસ્ત્રનું શું પ્રયોજન છે એની ચર્ચા પ્રારંભમાં નથી. પણ અનુયોગદ્દારો, જે ઉપક્રમાદિચાર ગણાવ્યાં છે, તેમાં નિપદ્વારપ્રસંગે, અધ્યયનશબ્દના નિક્ષેપને અવસરે, શાસ્ત્રનું પ્રયોજન વર્ણિત થઇ જાય છે. એથી પ્રારંભમાં શાસ્ત્ર પ્રયોજનની ચર્ચા નથી કરવામાં આવી તેમ જણાય છે. (આ માટે જુઓ પ્રસ્તુતમાં નિક્ષેપકારની ચર્ચા.)
અનુયોગદ્વારમાં જે અર્થમાં ઉપક્રમ શબ્દનો પ્રયોગ થયો છે એ જ અર્થ ઉપકમનો દુર્ગને પણ માન્ય છે (દુર્ગટીકા પૃ૦૧૭). વળી, અનુયોગધારમાં જે અનુગદ્વાર છે તેનું તાત્પર્ય છે કે સૂત્રના અર્થનું અનુસરણ ; એટલે કે તે તે સૂત્રનો શો અર્થ છે તેનો નિર્ણય કરી બતાવવો. અનુગમ શબ્દનું તાત્પર્ય આવું જ હોઈ શકે છે તે દુર્ગની વ્યાખ્યાથી પણ ફલિત થાય છે, નિરૂક્તમાં જણાવ્યું છે કે શાસ્ત્રના શબ્દોના કોઈ ખોટા અર્થ કરે તો તેમાં પુરૂષદોષ છે, શાસ્ત્રદોષ નથી (૧-૧૪). આની વ્યાખ્યાપ્રસંગે દુર્ગે કહ્યું છે - “US પુરુષોષો ન શાસ્ત્રોકો નુ ચિતું ધાતુશન્સે ન શકયતે” (દુર્ગટીકા પૃ૦૮૨). અનુયોગમાં જેમ વ્યાખ્યય વિષયોનો સંગ્રહરૂપે પ્રથમ નિર્દેશ કરવામાં આવે છે અને પછી તેમાંના એક એક લઇને ક્રમશ: વ્યાખ્યા કરવામાં આવે છે, જેને જૈન પરિભાષામાં દ્વારા કહેવાય છે, તે જ પ્રકાર વ્યાકરણમહાભાષ્યમાં પણ અપનાવવામાં આવ્યો છે. તેમાં પણ પ્રથમ અનેક પ્રયોજનોની વ્યાખ્યા કરવાના પ્રસંગે તે સૌનો નિર્દેશ પ્રારંભમાં પ્રતીક રૂપે કરી દીધો છે અને પછી ક્રમશ: વ્યાખ્યા કરવામાં આવી છે (વ્યા મહા૦ પૃ૦ ૧૯, ૨૫).
મહાભાષ્યમાં વ્યાખ્યાન ક્યારે થયું કહેવાય તેનું સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું છે કે માત્ર સૂત્રોના શબ્દોનો વિગ્રહ કરવાથી જ વ્યાખ્યાનની પરિસમાપ્તિનથી, પણ ઉદાહરણ, પ્રત્યુદાહરણ અને વાક્યાધ્યાહર આ બધું તેમાં મળે ત્યારે વ્યાખ્યાન થયું કહેવાય છે (વ્યા૦મહા૦પૃ૦૬૯) વ્યાખ્યાનની આ પરિભાષા આચાર્ય શ્રી સંઘદાસગણિએ અને શ્રી જિનભદ્ર કરેલા વાર્તિકની વ્યાખ્યા જેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org