________________
પ્રસ્તાવના
૫૪ એ સામાન્ય રીતે કોઇની કલ્પનામાં પણ આવી શકે એવું અતિ અતિ અતિ કષ્ટદાયક કામ છે. આ સાધ્વીવર્ગે શ્રુતભક્તિથી આવું ઘણું ઘણું કામ અત્યંત હર્ષપૂર્વક કર્યું છે. પ્રફોને વાંચવાં પણ ખૂબ શ્રમ અને ઝીણવટભરી નજર માંગી લે છે. એ કામ આ સાધ્વીજીઓએ કર્યું છે તે માટે તે ઘણા ધન્યવાદને પાત્ર છે.
વઢવાણના વતની - હાલ મુંબઈમાં રહેતા શ્રી લક્ષ્મીચંદભાઈ અમૃતલાલ મણિયાર તરફથી પૂ.સાધુસાધ્વીજી મહારાજો તથા જ્ઞાનભંડારોને ભેટ આપવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સંમતિથી આ ગ્રંથની ૧૦ નકલો તેમણે જુદી કઢાવી છે તે માટે તેમને ઘણા ધન્યવાદ ઘટે છે.
પરમકૃપાળુ દેવાધિદેવશ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તથા પરમોપકારી પિતાશ્રી અને સદ્ગુરૂદેવ પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના ચરણકમળમાં અનન્તશ: પ્રણિપાત કરીને, તેમની પરમકૃપા અને સહાયથી જ સંપાદિત થયેલા આ આગમગ્રંથને, આજે મારા અનંત ઉપકારી સંસારી માતુશ્રી સંઘમાતા શતવર્ષાધિકાયુ સાધ્વીજી મનહરશ્રીજી મહારાજની પરમ સેવિકા સાધ્વીજી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ કે જેમનો વિક્રમ સંવત્ ૨૦૫૧ આસો વદ ૧૨ શનિવાર તારીખ ૨૧-૧૦-૯૫ના દિવસે માંડલમાં સાંજે ૪ વાગે સ્વર્ગવાસ થયો હતો તેમની ત્રીજી સ્વર્ગવાસ તિથિને દિવસે પૂજ્યપાદ અનંત ઉપકારી પિતાશ્રી ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના કરકમળમાં આ ગ્રંથ રૂપી પુષ્પ મૂકીને તેમના દ્વારા જિનવાણીરૂપી પુષ્પથી જિનેશ્વર પરમાત્માની પૂજા કરીને આજે ધન્યતા અનુભવું છું.
નાના આસંબીયા તાલુકો - માંડવી, જિલ્લો - કચ્છ ૩૭૦૪૮૫ વિક્રમ સંવત્ ૨૦૫૩ આશ્વિન બહુલ દ્વાદશી મંગળવાર, તા. ૨૮-૧૦-૯૭.
પૂજ્યપાદઆચાર્ય મહારાજશ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારપૂજ્યપાદઆચાર્ય મહારાજશ્રીમદ્વિજય મેઘસૂરીશ્વરશિષ્યપૂજ્યપાદ ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાતેવાસીમુનિ જંબૂવિજય
૧. આ પ્રસ્તાવના કાચા સ્વરૂપે જકચ્છ-નાના આસંબીયામાં લખાઈ હતી, પણ તે પછીતો અનુયોગદ્વાર ગ્રંથનું ઘણું કામ બાકી હોવાથી અનુયોગદ્વાર ગ્રંથ પૂર્ણ થયા પછી પ્રસ્તાવનાનું છેલ્લું સ્વરૂપ જેસલમેરમાં જ સં. ૨૦૫૫ના પોષ માસમાં જ તૈયાર કરવામાં આવ્યું છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org