________________
न च कर्तुरविधिक्रियया गुरोरुपदेशकस्य कश्चिद्दोषः अविधिक्रियाकर्तुस्तस्य स्वपरिणामाधीनप्रवृत्तिकत्वात्, केवलं क्रियाप्रवर्तनेन गुरोस्तीर्थव्यवहाररक्षणाद् गुण एवेत्याशङ्कायामाह :
તે આ સૂત્રક્રિયાનો વિનાશ એ વક જ છે. તીર્થનો ઉચ્છેદ કરવામાં જ પર્યવસાન પામનાર છે. અને એટલે જ દુરન્ત એવાં દુઃખો આપનાર છે. તાત્પર્યાર્થ એ છે કે = સૂત્ર, સૂત્રોના અર્થ, અને સૂત્રાનુસારિણી ક્રિયા અસ્ત-વ્યસ્ત, મન ફાવે તેમ કરવાથી, અને ચલાવી લેવાથી તે ઉન્માર્ગની પુષ્ટિ થતાં મૂળભૂત એવા સૂત્ર-ક્રિયાનો વિનાશ થાય છે. ખરેખર તે જ તીર્થોચ્છેદ રૂપ બને છે. કારણ કે મૂળભૂત માર્ગનો લોપ થતાં થતાં કાળાન્તરે સર્વથા મૂળમાર્ગ ભૂંસાઈ જાય છે. તેથી જ યથાર્થ માર્ગે ચાલનાર ચતુર્વિધ સંઘરૂપ તીર્થ અને દ્વાદશાંગીરૂપ તીર્થ વિચ્છેદ પામે છે. એટલે જ આ સૂત્રનક્રિયાનો વિનાશ કાળાન્તરે તીર્થોચ્છેદમાં પર્યવસાન પામે છે. તેનાથી મૂળમાર્ગ પ્રત્યે અનાદર - અબહુમાન વૃદ્ધિ પામવાથી અનંત ભવોની પરંપરા વધે છે એવું ચીકણું કર્મ બંધાય છે. અને આ આત્માને સંસારમાં રઝળાવે છે તેથી અતિશય વક્ર જ છે.
પ્રશ્ન = શુદ્ધક્રિયાનો જ આટલો બધો પક્ષપાત કરાતે છતે, તેવી તે શુદ્ધ ક્રિયાનો અલાભ હોવાથી, અને અશુદ્ધક્રિયા સ્વીકારેલી ન હોવાથી “આનુશ્રોતસિકી” વૃત્તિ વડે સ્વતઃ અક્રિયા પરિણામ જ ઉત્પન્ન થવાથી તીર્થોચ્છેદ થશે જ. સારાંશ કે જો તમે શુદ્ધ જ ક્રિયા કરવી જોઈએ એમ ભારપૂર્વક શુદ્ધક્રિયાનો જ પક્ષપાત કરશો તો તેવી સૂત્રોક્તવિધિપૂર્વકની શુદ્ધક્રિયા થવી અશક્ય છે. કારણ કે સંઘયણબળ શરીરબળ, સંયોગબળ નથી અને “શુદ્ધ જ કરવી જોઈએ” એમ અવધારણથી અશુદ્ધ ક્રિયાનો અનંગીકાર હોવાથી શ્રોતાઓના મનમાં થશે કે આપણાથી શુદ્ધ ક્રિયા થવાની નથી અને અશુદ્ધ ક્રિયા કરવાની ગુરુજી ના પાડે છે એટલે ધર્મક્રિયા કરવી જ નથી. એમ અક્રિયા પરિણામ પ્રગટ થશે. કારણ કે આ જીવ અનાદિકાળથી ધર્મ ન કરવાના જ પરિણામવાળો છે. ધર્મ કરવાના પરિણામ તો પરિમિત કાળથી જ પ્રાપ્ત થયા છે. એટલે અનાદિકાળથી પ્રવાહરૂપે ચાલ્યો આવતો “ધર્મ ન કરવાનો પરિણામ” જ વૃદ્ધિ પામશે. આ પ્રમાણે આનુશ્રોતસિક વૃત્તિ (એટલે કે અનાદિ પ્રવાહથી
0 શ્રી યોગવિંશિક ૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org